ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા, ઉપાસના સમર્પણ યોગ

ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા

ઉપાસના અનિવાર્ય અને આવશ્યક પણ આ સંસારમાં જે કંઈ શુભ છે, શ્રેષ્ઠ છે, મંગળમય છે – તે બધો પરમાત્માનો જ વૈભવ છે. ગીતામાં વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે આ સંસારમાં જે કંઈ શ્રેષ્ઠ જોવા મળે છે, તેને ભગવાનની વિભૂતિ જ માનવી જોઈએ.

પરમાત્માની જેટલા નજીક જઈએ છીએ, એટલી જ શ્રેષ્ઠતા આપણા અંતઃકરણમાં પેદા થાય છે તથા વધે છે. એના પ્રમાણમાં જ આંતરિક શાંતિ પણ મળે છે.

હિમાલયમાં રહેતા લોકોને ત્યાંની ઠંડી આબોહવા વધારે શીતળતા પ્રદાન કરે છે, એ જ રીતે આગની ભઠ્ઠીઓની નજીક કામ કરતા લોકોને વધારે ગરમી લાગે છે. જીવ જેમ જેમ પરમાત્માની નજીક પહોંચતો જાય છે, તેમ તેમ એને એમની વિભૂતિઓનો પોતાની અંદર અનુભવ થવા માંડ છે. જે તે પરમ પ્રભુમાં ઓત પ્રોત છે.

ઉપાસનો અર્થ છે – પાસે બેસવું. પરમાત્માની પાસે બેસવાથી જ તેની ઉપાસના થઈ શકે છે. સામાન્ય વસ્તુ તથા પ્રાણી પોતાની વિશેષતાઓની છાપ બીજા પર પાડે છે, તો પછી પરમાત્માની પાસે બેસનારાઓ ઉપર એમની દૈવી વિશેષતાઓનો પ્રભાવ કેમ ન પડશે ?

બગીચામાં જતાં જ ફૂલોની સુગંધ અને ર્સૌદર્યથી મન પ્રસન્ન થાય છે. ચંદનના વૃક્ષો પોતાની આજુ બાજુના વૃક્ષોને સુગંધિત બનાવે છે. સજજનોના સત્સંગથી સામાન્ય લોકોની મનોભાવનાઓ સુધરે છે, તો પછી પરમાત્મા પોતાની મહત્તાની છાપ તે લોકો પર કેમ ન છોડશે, જે એમની નજીકતા માટે પ્રયત્નશીલ રહે છે.

ગરમ તથા ઠંડા લોખંડને એકબીજાની સાથે રાખવામાં આવે તો જેવું થાય છે એવું જ આત્મા પરમાત્માની પાસે પહોંચે ત્યારે થાય છે. ગરમ લોખંડની ગરમી ઠંડા લોખંડમાં જાય છે અને થોડીવારમાં બન્નેનું તાપમાન લગભગ એક સરખું થઈ જાય છે. તે તળાવો જયાં સુધી અલગ અલગ રહે છે, ત્યાં સુધી તેમના પાણીનો સ્તર ઉંચો-નીચો રહે છે, પણ જ્યારે બન્ને એક નીક દ્વારા જોડી દેવામાં આવે છે, ત્યારે વધારે ભરેલા તળાવનું પાણી ઓછા પાણીવાળા તળાવમાં જાય છે અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે, જયાં સુધી બન્નેનું લેવલ સરખું ના થાય.

ગરમ તથા ઠંડું લોખંડ ભેગાં મળવાથી અને બે જળાશયોને જોડવાની જેમ એકરૂપતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે ઉપાસના દ્વારા આત્મા અને પરમાત્માનું મિલન થતાં જીવમાં દૈવી ગુણોની ઝડપથી વૃદ્ધિ થવા માંડે છે.

કોઈ વ્યકિતની ઉપાસના સાચી છે કે ખોટી, એની એક જ પરીક્ષા છે કે સાધકની અંતરાત્મામાં સંતોષ, પ્રફુલ્લતા, આશા, વિશ્વાસ અને સદૃભાવનાનું કેટલી માત્રામાં અવતરણ થયું. જો તેનામાં આ ગુણો ન આવે અને હીન વૃત્તિઓવાળો જ રહે, તો સમજી લેવું જોઈએ કે વ્યકિત ભલે ગમે તેટલા પૂજા પાઠ કરતો હોય ઉપાસનાથી હજુ દૂર જ છે.

પૂજા-પાઠ અને ઉપાસના બન્ને જુદી જુદા બાબતો છે. માત્ર કર્મ કાંડની ચિન્હ પૂજા કરવાથી ઉપાસનાનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. જીવને જીવન ધારણ કરવા માટે શરીરની જરૂર પડે છે, પરંતુ શરીર જ જીવન નથી. જીવ વગરનું શરીર જોવા તો મળે જ છે, પરંતુ તેનાથી કોઈ લાભ નથી. આ જ પ્રકારે ઉપાસના વિહીન પૂજા પણ થાય છે, પણ તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.

આત્મા જ્યારે પરમાત્માના ખોળામાં બેસે છે, ત્યારે એને પ્રભુની સહેજ કરુણા અને અનુકંપા (દયા) નો લાભ મળે છે. એને તરત જ નિર્ભયતા તથા નિશ્ચિંતતા પ્રાપ્ત થાય છે. હાનિ, રોગ, શોક, વિયોગ, ચિંતા, અસફળતા અને વિરોધ જેવી દુઃખદ પરિસ્થિતિઓમાં પણ તેને વિચલિત થવાની જરૂર નથી. એને આ પ્રતિકૂળતાઓમાં પણ પોતાના હિત સાધનનું જ કોઈક વિધાન છુપાયેલું દેખાય છે. વાસ્તવમાં દુઃખ આપણી ત્રિટિયોને દૂર કરવા અને પુરુષાર્થમાં વધારો કરવા માટે જ આવે છે. આળસ અને પ્રમાદને, અહંકાર અને ઈર્ષાને મસ્તિષ્કમાંથી દૂર કરવાનો હેતુ જ એ પ્રતિકૂળતાઓનો હોય છે. સાચા આસ્તિકને પોતાના પ્રિય પરમેશ્વર પર સાચી આસ્થા હોય છે અને તે અનુકૂળતાઓની જેમ જ પ્રતિકૂળતાઓનું પણ ખુલ્લા દિલે સ્વાગત કરે છે.

માતા બાળકને મધુર મિષ્ટાન પણ ખવડાવે છે અને જરૂર પડે ત્યારે કડવી દેવા પણ પિવડાવે છે. વહાલથી ખોળામાં લઈને ફરે છે, જ્યારે જરૂર પડે છે, ત્યારે તેને ડૉક્ટર પાસે ઇન્જેક્શન મુકાવવા અને ઓપરેશન કરાવવા પણ લઈ જાય છે. માતાની દરેક ક્રિયા બાળકના કલ્યાણ માટે જ હોય છે. પરમાત્મા તો જીવો પ્રત્યે માતા કરતા પણ વધારે મમતા રાખે છે. જે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે ત્યારે એમાં તેની નિષ્ઠુરતા હોતી નથી, પરંતુ આપણું હિત કરવાની જ ભાવના છુપાયેલી હોય છે.

જે લોકો માત્ર પોતાની મુશ્કેલીઓને દૂર કરવા માટે તથા પોતાની સગવડો વધારવા માટે જ પ્રાર્થના કરે છે, તેઓ ઉપાસનાના તત્વજ્ઞાનને સમજતા નથી. એમને એવી બાળક બુઘ્ધિવાળા માનવા જોઈએ જે પ્રસાદની લાલચથી મંદિરે જાય છે. એવા લોકોને ભકિતરસમાં નિમગ્ન થઈ એક ભાવનાશીલને ભગવાનની સામે પોતાનું મસ્તક ઝુકાવી પોતાનું હૃદય ખોલનાર ભકતને જે આનંદ મળે છે, એવા બાળકોને તે આનંદ ક્યાંથી મળે. પ્રભુના ચરણોમાં પોતાના અંતરાત્માને સમર્પિત કરનારા એક ભાવવિભોર ભકત અને મીઠાઈને પ્રસાદ ખાવા માટે ઉભા રહેલા એક ભિખારીમાં જે અંતર હોય છે, એવું જ અંતર સાચા અને ખોટા ઉપાસકોમાં હોય છે. એકનો ઉદ્દેશ્ય પરમાર્થ હોય છે, જ્યારે બીજાને ઉદ્દેશ્ય સ્વાર્થ હોય છે. સ્વાર્થીને ક્યાંય સન્માન નથી મળતું પરમાત્માની દૃષ્ટિમાં એવા લોકોનું મૂલ્ય કેટલું હોય ?

લોહાર પોતાની દુકાને લોખંડના ટુકડાઓમાંથી જાત જાતની વસ્તુઓ બનાવે છે. એ ટુકડાઓને તે ભઠ્ઠીમાં ગરમ કરે છે, ટીપે છે અને ક્યારેક પાણીમાં બોળીને ઠંડા પણ કરે છે. આ વિસંગતિને જોઈને કોઈ ભોળો માણસ વિચારમાં પડી જાય છે કે લોહાર બે વિરોધી કામ કેમ કરે છે, પરંતુ તે કારીગરને ખબર હોય છે કે લોખંડના ટુકડાને પાણીદાર હથિયારમાં બદલવા માટે આ બન્ને પ્રકારની પ્રક્રિયા કરવી જરૂરી છે. એ જ રીતે મનુષ્યના જીવનમાં પણ સુખ દુઃખનું, તડકા છાંયડાનું આગવું મહત્વ હોય છે. રાત દિવસની અંધારી તથા અજવાળી પરિસ્થિતિઓ જ સમય પસાર કરવાનું એક સર્વાંગ પૂર્ણ વિધાન રજૂ કરે છે. જો માણસ હંમેશા સુખી અને સંપન્ન જ રહે, તો તેની આંતરિક પ્રગતિ અવશ્ય રોકાઈ જશે. પ્રગતિ માટે જે ઝાટકા આપવા જરૂરી છે, એમને જ આપણે દુઃખ કહીએ છીએ. એમને સાચો ભકત કડવી દવાની જેમ માથે ચડાવે છે. સન્નિપાતનો રોગી જેમ ડૉક્ટરને ગાળો ભાડે છે, એવું ભૂલ સમજુ આસ્તિક ભગવાન પ્રત્યે કદાપિ કરતો નથી.

દુઃખની પરિસ્થિતિમાં ધીરજ ન ખોવી, માનસિક સમતોલન ન ગુમાવવું, આશા તથા પુરુષાર્થને ન છોડવા આસ્તિકતાની પહેલી નિશાની છે. જેને પરમાત્મા જેવી અનંત સત્તા સાથે બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તે કોઈ પણ વ્યકિત કે પરિસ્થિતિથી શા માટે ડરે, શા માટે અધીરો બને, શા માટે નિરાશા અને કાયરતા પ્રગટ કરે  ? એના મનમાંથી ધીરજ તથા સાહસનો નિરંતર જ પ્રવાહ વહેતો રહે છે.

જે સાચો આસ્તિક હોય તે કદી આશા ગુમાવતો નથી, તે માત્ર ઉજજવળ ભવિષ્યમાં જ વિશ્વાસ ધરાવી શકે છે. અંધકાર અનાત્મ તત્વ છે. આત્મપરાયણ મનુષ્યની ચારેય તરફ પ્રકાશ જ વ્યાપેલો હોવા જોઈએ. તેને ગુસ્સે થવાની અને ખિન્ન થવાની શી જરૂર પડશે ? આસ્તિકતા અર્થાત્ – આત્મ વિશ્વાસ. પરમાત્મા પર વિશ્વાસ રાખનારને પોતાનું ભવિષ્ય હંમેશા ઉજજવળ તથા જે સાચો આસ્તિક હોય તે કદી આશા ગુમાવતો નથી, તે માત્ર ઉજજવળ ભવિષ્યમાં જ વિશ્વાસ ધરાવી શકે છે. અંધકાર અનાત્મ તત્વ છે. આત્મપરાયણ મનુષ્યની ચારેય તરફ પ્રકાશ જ વ્યાપેલો હોવા જોઈએ. તેને ગુસ્સે થવાની અને ખિન્ન થવાની શી જરૂર પડશે ? આસ્તિકતા અર્થાત્ – આત્મ વિશ્વાસ. પરમાત્મા પર વિશ્વાસ રાખનારને પોતાનું ભવિષ્ય હંમેશા ઉજજવળ તથા પ્રકાશવાન જ લાગે છે.

ઉપાસનાનું બીજું પ્રતિફળ છે – શ્રેષ્ઠતામાં વધારો થવો. પરમાત્મા તમામ શ્રેષ્ઠતઓનું કેન્દ્ર છે, તેથી તેનું સાન્નિધ્ય આત્માને રોજેરોજ ઉત્કૃષ્ટ બનાવે છે. ભકતને પોતાનો ભગવાન બધે જ જોવા મળે છે, તેથી તે બધામાં સારું જ જુએ છે અને તેની ચર્ચા કરતા પોતાના આનંદ અને બીજાના સદ્દભાવમાં વધારો કરે છે. નિંદા અને ઈર્ષા એ બન્ને અસુરતાના મુખ્ય લક્ષણો છે. જે લોકોને આપણે પારકા માનતા હોઈએ, શત્રુ ગણતા હોઈએ એમની જ આપણે નિંદા તથા તિરસ્કાર કરીએ છીએ. જ્યારે બધાં આપણા પોતાના જ હોય, તો પછી નિંદા કેવી ! અને ઈર્ષા કેવી !!

તે હંમેશા ભલાઈ વધારવા માટે જ પ્રયત્ન કરે છે. ભલાઈ વધારવી તે બૂરાઈ ઘટાડવા બરાબર છે. બૂરાઈને છોડયા પછી જો એના બદલે ભલાઈની સ્થાપના કરવામાં ન આવે, તો તે બૂરાઈ ફરીથી પેદા થઈ જાય છે. આસ્તિકતાનો દૃષ્ટિકોણ  ભલાઈને વધારવાનો હોય છે, જેથી બૂરાઈ માટે કોઈ ગુંજાશ ન રહે. તે હંમેશા સારી બાબતોની જ ચર્ચા કરશે. પ્રેમથી દુષ્ટતાને પરાજિત કરશે. પ્રેમથી દુષ્ટતાને પછાડી શકશે.દુષ્ટતા કરીને પ્રેમના અંકુરોને બાળી નાખવા તે અસજ્જન લોકોનું કામ છે. સાચો આસ્તિક કદી અસજ્જન બનતો નથી.

પ્રેમ, કરુણા, આત્મીયતા અને સૌજન્યનો નિરંતર પ્રવાહ પરમાત્મામાંથી વહેતો જ રહે છે. પ્રાણિ માત્રનું પોષણ, સંરક્ષણ અને અભિવર્ધન એ વિશેષતાઓ દ્વારા જ તે કરે છે. આવા પ્રભુની પાસે બેસનારમાં અને ઉપાસના કરનારમાં આ વિશેષતાઓ આવી જ જાય છે. પોતાના ભાઈ બહેનો પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે અનંત કરુણા અને આત્મીયતાની ભાવનાઓ ઉપાસકના અંતઃકરણમાં પેદા થાય છે. એને ચરિતાર્થ કરીને તે પોતાના જીવનને યશસ્વી બનાવે છે અને તેમને પોતાના અંતરમાં ધારણ કરીને અનંત શાંતિનો અનુભવ કરે છે.

પરમાત્માની ઉપાસનાનું પ્રતિફળ મેળવવા માટે એવા લોકોએ રાહ જોવી પડે છે, જેઓ પુરુષાર્થ અને પ્રતિભાના મૂલ્યો પર મળતી ભૌતિક સંપત્તિઓને પરમાત્મા પાસેથી મફતમાં મેળવવાની આશા રાખીને દીન-હીન ભિક્ષુકની જેમ બેઠા રહે છે. જેઓ ત્યાગ અને પ્રેમની ઉચ્ચ ભાવનાથી પ્રેરિત થઈને ભગવાનના ચરણોમાં બેસવાની ઇચ્છા છે, એમને પોતાના પ્રિયતમનો પ્રેમ મેળવવા માટે સહેજ પણ રાહ જોવીપ ડતી નથી. ઉપાસના, વાસનાની આગને ઓલવી નાખે છે, તૃષ્ણાની બળતરાને શાંત કરે છે તથા માણસને સતત અશાંત કરનારી ચિંતા, ભય, ઘૃણા જેવી બાબતોને દૂર કરે છે. ઉપાસના અને આત્મ શાંતિ એક જ પ્રક્રિયાના બે પાસા છે. જો આત્મા પોતાની ઉદૃગમ સત્તા પરમાત્મા તરફ મુખ રાખશે, તો અવશ્ય એને પ્રકાશ મળશે. પરમાત્માનો પ્રકાશ પડતા જ આત્મા પણ પોતાના સત્ ચિત્ આનંદમય સ્વરૂપ સહિત પ્રકાશિત દેખાય છે. આવા પ્રકાશવાન આત્મા જીવનમાં નર માંથી નારાયણથી, પુરુષમાંથી પુરુષોતમની અને આત્મામાંથી પરમાત્મા પ્રત્યક્ષ બનતો જોવા મળે છે. આથી જ ઉપાસના કરવી તેને માણસ જીવનની સૌથી શ્રેષ્ઠ બુદ્ધિમત્તા માનવામાં આવી છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment