ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? – ૨
February 5, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? – ૨ : ઉદાહરણ તરીકે સૂર્ય, ચંદ્રમાં, પૃથ્વી, સાગર, નદીઓ, પહાડ વગેરે પ્રાકૃતિક વસ્તુઓને સામાન્ય મનુષ્ય એમ જ જુએ છે, જ્યારે ઈશ્વરનો ઉપાસક તેમને વિરાટ રૂપમાં જુએ છે. તે વિચારે છે કે આટલો મોટો સંસાર બન્યો કેવી રીતે, પદાર્થ શું છે, શરીર ક્યાંથી આવ્યું અને એની અંદર નિવાસ કરનારા અહંકારનું સ્વરૂપ શું છે ? ઉપાસનાનું સ્તર જેટલું વિકસિત થાય છે, એટલાં જ પ્રમાણમાં ગૂઢ પ્રશ્નો પણ વધે છે. એટલાં જ પ્રમાણમાં વિચાર કરવાની ક્ષમતા પણ વધે છે અને ત્યારે મનુષ્ય પોતાના જીવનના ઉદ્દેશ્યની નજીકતાની તરફ એટલી જ તીવ્રતાથી આગળ વધે છે.
સામાન્ય લોકો આ સંસારના ભૌતિક પદાર્થોમાં સુખ શોધ છે, એમને જ્ઞાનનું કોઈ મહત્વ હોતું નથી, એના લીધે માનવ જીવનમાં વિચારો પેદા થાય છે અને દોષ દુર્ગુણો તથા મુશ્કેલીઓ વધે છે. જ્યારે સુધી માણસ ભૌતિક સુખોમાં ભટકે છે, ત્યાં સુધી તેની મુશ્કેલીઓ જ વધે છે. એને સુખ અને દુઃખમાં શો તફાવત છે, તેનું જ્ઞાન થતું નથી ? જ્યારે સુખ માનીને ભોગવવામાં આવતા ભોગો અને ઈન્દ્રિયો જ માણસના મૃત્યુનું કારણ બને છે, ત્યારે તેને ખબર પડે છે કે અજ્ઞાનતાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે અને તેનું નિરાકરણ એક જ રીતે થઈ શકશે તેનું જ નામ છે ઈશ્વરની ઉપાસના, અહીંથી જ જ્ઞાનનો જન્મ થાય છે.
ઈશ્વરની ઉપાસનામાં લાગેલી બુદ્ધિ મનુષ્યમાં એટલો વિવેક જગાડી દે છે, જેનાથી તે સંસારની ક્ષુદ્ર વાસનાઓથી બચવાનો પ્રયત્ન કરે. સચ્ચાઈનો અનુભવ કર્યા વગર સુખ ક્યાંથી મળે ? અજ્ઞાન જ મનુષ્યના દુઃખનું કારણ બતાવ્યું છે.
પોતાની આંખોથી પોતાની જ આંખોને જોઈ શકાતી નથી. જ્યારે કોઈ એવી જરૂર પડે છે, ત્યારે અરીસો શોધીએ છીએ અને એની મદદથી આંખની સ્થિતિ જોઈએ છીએ. એ જ રીતે મનુષ્ય પોતાની અંદર રહીને પોતાની સ્થિતિનું સાચું અનુમાન કરી શકતો નથી. વળી પોતાના વિશેની માહિતી જ પૂરતી નથી, આપણી આજુ બાજુની વસ્તુઓ, જે પરિસ્થિતિઓથી મનુષ્ય સતત પ્રભાવિત થાય છે, એમના વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. આ બધાનું જ્ઞાન કોઈક ઊંચી જગ્યાએ બેસવાથી જ થાય છે. એ સ્થિતિ બ્રહ્મની જ હોઈ શકે છે. બ્રહ્મની અનુભૂતિ થવાની સાથે જ સંસાર વિશે પણ સાચું જ્ઞાન થાય છે.
પ્રતિભાવો