ઈશ્વરની ઉપાસના – ૦૧
February 13, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ ; પાણીમાં ઊતરતાં જ તેની શીળતા કે ઉષ્ણતાનું તરત જ ભાન થાય છે. અગ્નિની પાસે બેસનારને તેની ગરમી મળે તે સ્વાભાવિક છે. કોઈ પણ વસ્તુની સમીપતા મનુષ્યના જીવનમાં પોતાની એક વિશિષ્ટ પ્રભાવ જરૂર છોડે છે. ખરાબ લોકોના સંગથી બૂરાઈ વધે છે અને ભલા લોકોના સંગથી ભલાઈ વધે છે. લોકો આ જ કારણે સારા માણસો અને સારી વસ્તુઓનો સંગ કરવા ઇચ્છે છે.
ઈશ્વરની ઉપાસનાનો અર્થ છે – ઈશ્વરની પાસે બેસવું. જળ, અગ્નિ કે વાયુની સમીપતાથી જેવી રીતે માણસ તરત જ તેમના ગુણોના પ્રભાવનો અનુભવ કરે છે, બરાબર એ જ રીતે પરમાત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત થતાં જ જીવનો દર્પ વિસ્તાર થવા માંડે છે, તેની શકિતઓ વહેંચાવા લાગે છે. એ પ્રકાશથી મનુષ્ય ફકત પોતે જ માર્ગદર્શન કરે છે, પરંતુ તે બીજાઓને પણ સન્માર્ગની પ્રેરણા આપે છે. એક ઈશ્વરના ઉપાસકની શકિત એટલાં માટે મોટી અને જાજ્વલ્યમાન ગણાય છે કેમ કે તે સર્વશક્તિમાન જ્યોતિમાં સમાઈને પોતે પણ એમના વારસાનો અનુભવ કરવા માંડે છે અને આ બાબતમાં પ્રકાશ પાડતા યજુવેદમાં કહેવામાં આવ્યું છે. -સ પર્થ્યગાચ્છુક્રમકાયમવ્રણમસ્નાવિર ગુમ શુઘ્ધમપાપવિઘ્ધમ્ કવિર્મનીષી પરિભૂ સ્વયમ્ભૂર્યાથાતથ્યતોર્થાન્ વ્યદધાચ્છાશ્વતીભ્ય સમાભ્ય: ॥ – યજુર્વેદ ૪૦/૮
જે પરમાત્મા દેવ તેજસ્વી, નિરાકાર, વ્રણ રહિત, સ્નાયુ રહિત, અલૌકિક, પાપરહિત, કવિ, મનીષી, સર્વવ્યાપી તથા સર્વશક્તિમાન છે, તે બધાને આ શકિતઓથી ઓત પ્રોત કરે.
આ મંત્રમાં પરમાત્માની ઉપાસનાથી પ્રાપ્ત થતા મહાન આધ્યાત્મિક લાભોને ઈશ્વરીય ગુણોના રૂપમાં બતાવવામાં આવ્યા છે. આ ગુણ અગ્નિની ઉષ્ણતા તથા જળની શીતળતાની સમાન છે અને જે માણસ જેટલો એમની નજીક જાય છે, એટલાં જ પ્રમાણમાં તેનામાં આ ગુણોનો આવિર્ભાવ થતો જાય છે અને અંતે એમાં જ લીન થઈને તે જીવ ભાવથી મુક્ત થઈ જાય છે.
પરમાત્માને ‘શક્રમ્’ અર્થાત્ પ્રકાશ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. પ્રકાશ-તેજસ્વિતા, નિર્દોષતા તથા જ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વરની ઉપાસનાથી જીવાત્માની ઉન્નતિ થવા માંડે છે. જયાં સુધી મનુષ્ય પોતાના જીવ ભાવમાં હોય, ત્યાં સુધી તે અજ્ઞાની છે, તેને સંસારની વસ્તુ સ્થિતિનું કંઈ પણ જ્ઞાન હોતું નથી. તે ક્ષણિક સુખોની પૂર્તિ ને જ પોતાના જીવનનું લક્ષ્ય માને છે અને ભોગમાં જ લિપ્ત રહે છે. એનું કારણ એ છે કે તેનું જીવન દોષમુક્ત હોય છે. શારીરિક ભાગો, રોગ, શોક પેદા કરે છે. ઈન્દ્રિયોની દક્ષતા અને શકિત નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ તરફ ઝડપથી આગળ વધે છે. ભોગોથી જયાં શારીરિક રોગો વધે છે, બીજી બાજુ માનસિક ચિંતાઓ પણ વધે છે. આ ચિંતાઓ મનુષ્યને બંધનમાં બાંધે છે અને દુખી કરે છે, પરંતુ જ્યારે પરમાત્માનું શુક્રમ્ અર્થાત્ પ્રકાશતત્વે એના જીવનમાં પ્રવેશે છે ત્યારે તેને સાંસારિક ભોગો સાર વગરના લાગે છે. હવે તેને ક્ષણિક સુખ નિરર્થક લાગે છે અને તે દૈવી પ્રકાશમાં પોતાનું જીવન લક્ષ્ય ચક્કી કરે છે. તે વિચારે છે કે જ્યારે મને માત્ર સુખ અને અસીમ સુખ મેળવવાની જ ઇચ્છા છે, તો પછી હું આ ક્ષુદ્ર વાસનાઓની પાછળ શા માટે ભટકું ? એવા જ પ્રશ્નો એના જીવનમાં આવે છે, જેનાથી સંસારના ઊંડા રહસ્યો તથા પારલૌકિક માનવ જીવન વિશે તે વિચારવા લાગે છે, આ જ્ઞાન જ પરમાત્માનો પ્રકાશ છે, એને જ તેમની કૃપા માની શકાય. પરમાત્માનો આ પ્રકાશ મળ્યા વગર, મનુષ્યના જીવનનો ઉદ્ધાર થવો શક્ય નથી.
પ્રતિભાવો