ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ – 0૩
February 13, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ : પરમાત્મા ‘અવ્રણમ્’ છે અર્થાત્ એને કોઈ પણ પ્રકારના ઘા લાગતા નથી. ઘા તો મનુષ્યના શરીરને લાગી શકે છે. શાસ્ત્રકારે કહ્યું છે – “નૈનં છિન્દન્તિ શસ્ત્રોણિ નૈનં દહતિ પાવક:|” – (ગીતા ર/ર૩) અર્થાત્ શસ્ત્રો આત્માને છેદી શકતો નથી, અગ્નિ એને બાળી શકતો નથી. જયાં સુધી મનુષ્યમાં શરીર ભાવ હોય છે, ત્યાં સુધી સાંસારિક તાપ અને શારીરિક કષ્ટ એને અપ્રિય લાગે છે અને દરેક ક્ષણે એમાંથી છુટકારો મેળવવાનો તે પ્રયત્ન કરે છે,પરંતુ હવે તે વિચારે છે કે શારીરિક લાલસાઓ અત્યારે ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં અવરોધ રૂપ છે, તેથી તેમનો ત્યાગ કરવો જોઈએ. આ તપના અર્થમાં છે. તપની શારીરિક તિતિક્ષા પણ કહેવામાં આવે છે, અર્થાત્ શરીરને જાણી જોઈને કષ્ટ આપવામાં આવે છે, જેથી આત્મ ભાવ સ્પષ્ટ થવા લાગે અને જીવભાવમાંથી મુકિત મળે.
શરીરને કષ્ટ આપવાનો અર્થ એવો નથી કે એને શસ્ત્રોથી કાપવામાં આવે કે આગથી બાળવામાં આવે, પરંતુ એને એવી તિતિક્ષાઓમાં બાળવાનો છે જેનાથી લૌકિક સુખો ભોગવવાની ઈચ્છા મરી જાય. નિયમિત જીવન, સ્વચ્છતા, જપ, પ્રાણાયામ, ઉપવાસ, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે તપ કહેવામાં આવે છે. એમનો ઉદ્દેશ્ય આત્માને તપાવવાનો છે અને એને પરમાત્મામાં ભળી જવા યોગ્ય શુધ્ધ અને તેજસ્વી બનાવવાનો છે.
મનુષ્યની યુગ યુગાંતરોની દમિત વાસનાઓ એકદમ નષ્ટ નથી થતી. શરીર અને મનની આ સફાઈ બરોબર એવી છે જેમ કોઈ ગંદી નીકમાં શુધ્ધ જળ રેડીને કરવામાં આવતી સફાઈ જેવી છે. સફાઈ કરતી વખતે તેમા ઘણા સમયથી જામેલી ગંદકીની દુર્ગંધ એટલી તીવ્રતાથી ફેલવા લાગે છે કે તે બાજુ બાજુ લોકોના મગજ દુર્ગધથી ભરે દે છે, ખરાબ કરી દે છે. આત્મિક ઉન્નતિની સાધનાઓ વખતે પણ આપણા શરીરમાં વાસનાઓ અને લૌકિક કામનાઓની એવી દુર્ગધ પેદા થાય છે, જે મનને હચમચાવી નાખે છે. થોડીક વાર માટે તો મનને કાબૂમાં રાખવાનું પણ મુશ્કેલ બની જાય છે. આ હિલચાલની પ્રક્રિયાને જ અગ્નિ દીક્ષા યા પ્રાણ દીક્ષાના નામથી ઓળખવામાં આવે છે અને એ સ્થિતિને સંભાળવા માટે જ કોઈ અનુભવી માર્ગદર્શકની અતિ જરૂર પડે છે. પરમાત્માનો ‘અસ્નાવિરમ્’ ગુણ એ વાતનો બોધ કરાવે છે કે ઉપાસક પરમાત્માની પ્રાપ્તિ માટે જ્યારે સંધાન કરે, ત્યારે તેણે શરીરની ચંચળતાને બધી બાજુથી રોકવી જોઈએ, એવી કહી શકાય છે કે પરમાત્મા સાથે અચળ ભાવનાથી જોડાયેલો જીવાત્મા શારીરિક ચંચળતા, ઈન્દ્રિયોની ઉત્તજના કે મનોવિકારોથી પ્રભાવિત થતો નથી.
પ્રતિભાવો