ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ – 0૨
February 13, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ : પ્રકાશ મનુષ્યના જીવન ના વિકાસની પ્રારંભિક અવસ્થા પણ છે અને અંતિમ પણ છે. પ્રારંભિક એટલાં માટે કે જીવની શકિતઓનો વિકાસ થવાનું અહીંથી શરૂ થાય છે. આ જ્ઞાનનો ઉદય થવાની સાથે જ મનુષ્યના મનમાં આત્મજ્ઞાનની તીવ્ર આકાંક્ષા જાગે છે. અંતે જીવન આ પ્રકાશમાં જ વિલીન થાય છે, તેથી એ પરમ લક્ષ્યની અંતિમ અવસ્થા પણ છે. આથી જ વેદ શાસ્ત્રોમાં જ્ઞાનના મહત્વને સર્વશ્રેષ્ઠ માન્યું છે અને જ્ઞાન વગરના મનુષ્યને પશુ જેવો ગણવામાં આવ્યો છે.
પરમાત્માનો બીજો ગુણ છે – અકાયમ્. તે નિરાકાર છે. તેનો માણસોની જેમ શરીર નથી આથી તે માણસ જેવું કાર્ય કરી શકતો નથી. ઉપાસકના અંતઃકરણમાં આ ગુણ પણ શીઘ્ર ચમકે છે. જ્યારે તે પરમાત્માનું જ્ઞાન તત્વ યા પ્રાણ તત્વ જ્યારે તે ધારણ કર્યું, ત્યારે સૌ પ્રથમ એને એવો અનુભવ થયો કે અત્યાર સુધી તે શરીરને જ સંસારના સુખો અને અહંકારની પૂર્તિનું મુખ્ય સાધન માનતો હતો અથવા એમ કહીએ કે અત્યાર સુધી તે પોતાના શરીરને જ જીવન અને પ્રાણ સમજતો હતો. તેનાથી હવે તેને વિરક્તિ થવા માંડે છે. વિરકિતનો અર્થ એ નથી કે તે શારીરિક ક્રિયાઓ છોડી દે છે, પરંતુ હવે તે શરીરને એક સાધન યા પરમાત્માનું મંદિર માનવા લાગે છે. અત્યાર સુધી જે ઈન્દ્રિયલિપ્સાઓ એને પરેશાન કરતી હતી, તે વિચારે છે કે આ શારીરિક વિકૃતિઓથી તેને પરેશાન ન થવું જોઈએ. આ શરીર પંચ ભૌતિક છે, નાશવંત છે, ગમે ત્યારે તેનો નાશ થઈ શકે છે, તેથી હવે તેના પર આધિપત્ય જમાવીને, તેનો સદુપયોગ કરવો જોઈએ.
આ ભાવનાઓના ઉદયની સાથે જ એણે પ્રાણ તત્વ યા શરીરમાં રહેલી ચેતનાનો અનુભવ થાય છે અને તે વિચારે છે કે હવે મારે અદશ્ય શરીરથી પ્રાણ શરીર પ્રાપ્ત કરવું જોઈએ. આ પ્રાણ શરીર નિરાકાર છે, જે ચિંતન અને વિચાર દ્વારા જ એનો અનુભવ કરી કાય શકાય છે. સૂક્ષ્મ ઈન્દ્દ્રિયો જ એને જાણી શકે છે. તેથી તેની મનોવૃત્તિઓ અંતર્મુખી થવા માંડે છે. તે શારીરિક સુખોથી વિમુખ થઈને પોતાના નિરાકાર સ્વરૂપનું ચિંતન કરે છે અને તેનું રહસ્ય જાણવા ઇચ્છે છે.
પ્રતિભાવો