સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ, સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
February 16, 2016 Leave a comment
સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ : એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે આ સંસારમાં જે કાંઈ સ્થૂળ છે તેના મૂળમાં સૂક્ષ્મ કામ કરે છે. શરીર અને સંપત્તિની તથા વ્યકિત અને સમાજની ઉન્નતિ કે અવનતિ નો આધાર માણસના અંતઃકરણમાં રહેતા વિચારો, ભાવ તથા સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે, તેથી જે શક્તિનો અનંત ભંડાર છે તે તો સરકારની પહોંચની બહાર રહે છે. અંતઃકરણમાં રહેતા વિશ્વાસ, આદર્શો અને વિચારો જ લોકો ના રસ રુચિ નું ઘડતર કરે છે. એ રસ રુચિ અનુસાર જ લોકશાહી સરકારો ને ચાલવું પડે છે.
આ લોકરુચિ નું નિર્માણ કરવાનું કામ ધર્મનું છે. બ્રાહ્મણોને મહારાજ અર્થાત્ મહાન રાજા કહેવામાં આવે છે કારણ કે રાજા પ્રજાની ભૌતિક સંપત્તિ પર અધિકાર ધરાવે છે, પરંતુ બ્રાહ્મણ ધર્મ અને તત્વજ્ઞાન દ્વારા લોકો ના અંત કરણ, ચરિત્ર, સ્વભાવ તથા આદર્શોનું નિર્માણ કરે છે. જનરુચિની દિશા બદલવાનું કામ તેમના હાથમાં હોવાના કારણે શક્તિનો સ્ત્રોત પણ તેમના હાથમાં હોય છે, તેથી જ તેઓ મહારાજ કહેવાય છે.
આજે આપણી ઉપર બહુ મોટી જવાબદારી છે. સુરક્ષા અને પુનર્નિર્માણનું બહુ મોટું કામ આપણી સામે રહેલું છે. સરકાર પોતાનું કામ કરી રહી છે. રાજનીતિ ના અનુભવી લોકોએ એ દિશામાં પ્રવૃત્ત થવું જોઈએ.
સાથે સાથે જનરુચિના નિર્માણ માટે એવા બધા જ બ્રાહ્મણોને અખંડ જ્યોતિ આમંત્રણ આપે છે. આ તંત્ર સરકારી તંત્રો કરતા પણ વધારે મહત્વનું, સ્થાયી તથા શ્રેષ્ઠ પરિણામ આપે છે. હે બ્રહ્મ પરાયણ આત્માઓ ,, આવો, આપણા મહાન ધાર્મિક આદર્શોને બધા લોકો ના અંત કરણ સુધી પહોંચાડો અને દરેક નાગરિકને એવા શ્રેષ્ઠ વિચાર વાળો બનાવો કે તે રાષ્ટ્રની સુરક્ષા કરવામાં મજબૂત ચટ્ટાન ની જેમ ઊભો રહે અને પુન નિર્માણ માટે પોતે કષ્ટ વેઠીને પણ કાર્ય કરતો રહે. હે વિચારકો ,, એ ના ભૂલો કે રાજનીતિની તુલનામાં ધર્મ અને દર્શનની શકિત અનેક ગણી વધારે છે. તેથી આવો, આ મહાન શક્તિને જાગ્રત કરીને આપણા રાષ્ટ્રને ઉન્નતિના શિખરે પહોંચાડવા માટે ખરા હ્રદયથી પ્રયત્ન કરીએ.
-અખંડ જ્યોતિ, ડીસેમ્બર-૧૯૪૭, પૃ. ૪
પ્રતિભાવો