સાધુ બ્રાહ્મણો પોતાનું કર્તવ્ય નિભાવે, સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
February 16, 2016 Leave a comment
સાધુ બ્રાહ્મણો પોતાનું કર્તવ્ય નિભાવે
સાધુબ્રાહ્મણોનું એ પરમ પવિત્ર કર્તવ્ય છે કે આજે તેઓ જે ધર્મનો આશરો લઈને પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે અને લોક સન્માન મેળવે છે તે ધર્મના રક્ષણ માટે તેમણે કંઈક કામ કરવું જોઈએ. એ માટે થોડુંક કષ્ટ પણ સહન કરવું જોઈએ. આજે ધર્મ મુશ્કેલીમાં મુકાય ગયો છે. દેશની સુરક્ષા અને પ્રગતિનો પ્રશ્ન છે, તેથી આદર્શોનું રક્ષણ કરવા માટે તેમણે સમય કાઢવો જ જોઈએ.
આવી વિષમ પરિસ્થિતિમાં પણ જો તેઓ દક્ષિણા મેળવવાનો અને પગ પીજવાનો ધંધો કરતા રહે અને પોતાના કર્તવ્યને ભૂલી જાય તો આગામી પેઢીઓ તેમને માફ નહિ કરે અને એક સામાન્ય નાગરિક જેટલું સન્માન પણ નહિ આપે. તેમની આજની અકર્મણ્યતા ભવિષ્યમાં સાધુઓ તથા બ્રાહ્મણો ના મહત્વ તથા ગૌરવને નષ્ટ કરી નાખશે, તેથી તેમણે વેળાસર ચેતી જવું જોઈએ.
-અખંડ જ્યોતિ, ડીસેમ્બર-૧૯૬૫, પૃ. ૪૧,૪૨
પ્રતિભાવો