સંપૂર્ણ ક્રાંતિ ની સંજીવની યુવા વર્ગ
February 16, 2016 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ ની સંજીવની યુવા વર્ગ
કોઈ એક અંગમાં પાક થયો હોય તો ચીરો મૂકીને પરુ કાઢી શકાય છે, પરંતુ આખું શરીર જો પાકી ગયું હોય તો સંપૂર્ણ કાયાકલ્પ માટેના અચૂક ઉપચારો કરવા પડશે. આજે દેશની જે દશા છે તેના માટે નાની મોટી ક્રાંતિઓથી કામ નહિ ચાલે. એના માટે તો સંપૂર્ણ ક્રાંતિ જ કરવી પડશે. આ મહાન સાહસ દેશની યુવા પેઢી જ કરી શકશે.
યુવા પેઢી પાસે મને ઘણી આશાઓ છે. તેમને ધ્યાનમાં રાખીને મેં અનેક સપના સેવ્યાં છે. ખૂબ વર્ગ અને વિશ્વાસની સાથે કહી શકાય કે રાષ્ટ્રની યુવા ચેતના જો જાગી જશે તો ભારત માતા ફરીથી યશસ્વિની બનશે. યુવા પેઢીની શકિત પર વિશ્વાસ રાખીને જ્યારે હું ભવિષ્યને જોઉ છું ત્યારે મારા મુખ પર ખુશી છવાય જાય છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ તેની વર્તમાન દુર્દશાથી મને ભયંકર દુખ થાય છે.
પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો