યુવાઓ, પોતાને ઓળખો, યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ
February 16, 2016 Leave a comment
યુવાઓ, પોતાને ઓળખો
હે નવજવાનો, યાદ રાખો કે જે દિવસે તમને તમારા હાથ પર અને દિલ પર વિશ્વાસ આવી જશે તે દિવસે તમારો અંતરાત્મા કહેશે કે અવરોધોને કચડી નાખીને તું એકલો ચાલ, એકલો ચાલ. તારા માથાનો પરસેવો લૂછવા માટે હવામાં શીતળ પાલવ લહેરાઈ રહ્યો છે.
જે વ્યક્તિઓ ઉપર તમે આશાઓનો વિશાળ મહેલ બનાવ્યો છે તેઓ કલ્પનાના આકાશમાં વિહાર કરવા સમાન અસ્થિર, સારહીન અને કમજોર છે. પોતાની આશાને બીજા લોકો ના ભરોસે રાખવી તે પોતાની મૌલિક તાનો નાશ કરીને પોતાના સાહસને પાંગળું બનાવી દેવા સમાજ છે.જે માણસ બીજાઓની મદદથી જીવનયાત્રા કરે છે તે એકલો પડી જાય છે. એકલા પડી જતાં તેણે પોતાની મૂર્ખતા નું ભાન થાય છે.
પ્રતિભાવો