દેવ માનવ બનાવનારી સાધના, સાધકો માટે સંદેશ
April 24, 2016 Leave a comment
દેવ માનવ બનાવનારી સાધના
સાધકોને મારો ઉપદેશ છે કે તેઓ થોડા દિવસ એકાંત સેવન કરે. એ માટે કોઈ જંગલમાં, નદી કિનારે કે પર્વત પર જવાની જરૂર નથી. પોતાની આજુ બાજુમાં કોઈ સ્થાન પસંદ કરી લો. એવી જો કોઈ સગવડ ના હોય તો પોતાના ઓરડામાં બારી બારણા બંધ કરીને એકલાં બેસો. એવું પણ ન થઈ શકે તો કોલાહલ રહિત એકાંતમાં ગમે ત્યાં બેસીને આંખો બંધ કરી લો અથવા ખાટલા પર સૂઈને એક ચાદર ઓઢી લો અને શાંતચિત્ત થઈને મનમાં જપ કરો.
– ‘હું એકલો છું, હું એકલો છું’ તમારા મનને બરાબર અનુભવ કરવા દો કે હું એક સ્વતંત્ર, અખંડ અને અવતારી સતા છું. મારું કોઈ નથી -અને હું કોઈનો નથી.’ અડધા કે એક કલાક સુધી તમારું સમગ્ર ધ્યાન આ ક્રિયામાં એકાગ્ર કરો. પોતાને બિલકુલ એકલાં અનુભવો. આ અભ્યાસ ના થોડા દિવસો પછી એકાંતમાં એવી ભાવના કરો કે હું મરી ગયો છું. મારું શરીર તથા બીજી બધી વસ્તુઓ મારાથી દૂર પડી છે.
ઉપરની નાનકડી સાધના મારા પ્રાણપ્રિય અનુયાયીઓ આજથી જ શરૂ રે. તેઓ એ ના પૂછે કે આનાથી શો લાભ થશે ? હું અત્યારે નહિ બતાવું કે એનાથી કેવા પ્રકારનો લાભ થશે, પરંતુ સોગંદ પૂર્વક કહું છું કે જે સાચા હ્રદયથી વિશ્વાસ પૂર્વક આ સાધના કરશે તે થોડાક જ દિવસોમાં સાચા આત્મજ્ઞાન તરફ આગળ વધશે. સાંસારિક ઘોર પાપો, દુષ્ટ કર્મો, ખરાબ ટેવો, નીચ વાસનાઓ અને નરક તરફ ખેંચી જનારી કુટિલતા માંથી એ સાધકને છુટકારો મળી જે. આ પાપમયી પૂતનાઓને છોડવા માટે સાધક અનેક પ્રયત્નો કરે છે, પરંતુ તેઓ પડછાયાની જેમ પાછળ પાછળ દોડતી રહે છે અને આપણો પીછો નથી છોડતી. આ સાધનાથી એ ખોટું મમત્વ છૂટી જશે અને તે પાપવૃત્તિઓ દૂર ભાગી જશે.
પોતાને એકલાં અનુભવો. દરરોજ અભ્યાસ કરો. શરીરને નિષ્ક્રિય પડી રહેવા દો. મનને દલીલો દ્વારા એવું સમજાવી દો કે હું એકલો છું. ફકત બુદ્ધિ દ્વારા એવું વિચારી લેવું પૂરતું નથી, પરંતુ આ ભાવનાને મનમાં ઊંડે સુધી સ્થાપી દેવી જોઈએ. અભ્યાસ એટલો પ્રખર બનવો જોઈએ કે પોતાના વિશે જ્યારે પણ વિસારો ત્યારે એવું જ વિચારો કે હું એકલો છું. કાયમ પોતાને સંસારની બધી વસ્તુઓથી પર માનો, જળ કમળવત્ અલિપ્ત માનો.
હું કહું છું કે આ સાધના તમને મનુષ્ય માંથી દેવતા બનાવી દેવામાં સંપૂર્ણ સમર્થ છે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય, -અખંડ જ્યોતિ, જૂન- ૧૯૪૦, પૃ.૭
પ્રતિભાવો