ઈશ્વરભકતના રોમેરોમ માંથી ઝરે છે પ્રેમ
August 11, 2016 Leave a comment
ઈશ્વરભકતના રોમેરોમ માંથી ઝરે છે પ્રેમ : બહાના જડ જગતનો કોઈ પણ પદાર્થ એવો નથી, જે તાત્વિક રીતે પ્રેમનો અધિકારી હોય. સ્વાભાવિક રીતે જ બહારની વસ્તુઓ પ્રત્યે મોહન હોઈ શકે, પ્રેમ નહિ. જડ અને ચૈતન્ય નો કોઈ મેળ હો તો નથી. તે બન્ને ની મિત્રતા થઈ શકતી નથી. પ્રેમ આપણી અંદર છે. આત્માની અંદર વહાવી શકીએ છીએ. એ સમજી લેવું જોઈએ કે પરમાત્મા કોઈ અલગ વસ્તુ નથી. આત્માના ઉચ્ચ તમ સ્વરૂપ ને જ પરમાત્મા કહેવાય છે. આપે ઉચ્ચ તમ દશામાં પહોંચીને જે રીતે સત, ચિત્ત તથા આનંદ સ્વરૂપ બની શકીએ છીએ, મહાન, સમર્થ, વિશાળ અંતઃકરણવાળા અને ઉદાર બની શકીએ છીએ તે આપણી સર્વોચ્ચ સ્થિતિની કલ્પના જ ઈશ્વર છે. આપણા આ મહાન તથા વિકસિત રૂપને સામાન્ય રીતે ઈશ્વર કહેવામાં આવે છે. તે જ પ્રેમ કરવા યોગ્ય છે. ઈશ્વર પ્રેમ નું તાત્પર્ય એ છે કે આપણે આપણા વર્તમાન અવ્યવસ્થિત જીવન અને તે ધ્યેય જીવનની વચ્ચે એક એવી ચુંબક જેવી સાંકળ બાંધી દઈએ છીએ, જે દિવસે દિવસે તે બંને નું અંતર ઘટાડતી જાય છે અને છેવટે બંનેને ભેગાં કરીને એક કી દે છે અર્થાત્ આત્મા ને પરમાત્મા બનાવી દેછે.
પરમાત્માને પ્રેમ કરવો, આપણા આત્મા ને પ્રેમ કરવો એ જ સર્વશ્રેષ્ઠ છે. આમાં કદાપિ કોઈપણ પ્રકારનો વિયોગ, વિકાર કે વિરોધ પેદા થતો નથી. દિવસે દિવસે તે વધતો જાય છે અને અંતે માણસ સાચો પ્રેમી તથા સાચી ઈશ્વર ભક્ત બની જાય છે. સાચા ઈશ્વર ભક્તનું રોમ રોમ પ્રેમથી પરિપૂર્ણ થઈ જાય છે. તેના મન, વચન અને કર્મ માંથી પ્રેમ ટપકતો રહે છે કારણે કે તેની અંદર તથા બહાર પ્રેમ જ ભરેલો છે. જોનારા જુએ છે કે તે દરેક પ્રાણી પર સ્નેહની વર્ષા કરી રહ્યો છે. ત્યાગ અને સેવા માટે અપરિચિત વ્યકિત સાથે પણ પોતાના સગા સંબંધી ની જેમ સેવા કરવા તત્પર રહે છે. બીજાઓનું દુખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી નીકળે છે. સામાન્ય દ્ગષ્ટિથી જોનારાઓ એવું માને છે કે આ માણસ બીજા લોકોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિ વાળા લોકો જુએ છે કે ઈશ્વર ભક્તને કોઈ જડ પદાર્થ સાથે મમતા હોતી નથી. તેના અંતરમાં જે અગાધ પ્રેમ ભરેલો છે તેને સ્પર્શી ને બહાર આવતી હવામાં તેની સુગંધ આવે છે. આપણે આત્મા ને પ્રેમ કરવો જોઈએ. પરમાત્મા ના ભક્ત બનવું જોઈએ. એમ કરવાથી જે આપણે સાચા પ્રેમી બની શકીએ છીએ અને પ્રેમનો અમૃત રસ ચાખીને આત્માની તરસ છિપાવીને તેને તૃપ્ત કરી શકીએ છીએ.
પ્રતિભાવો