જીવન રૂપી ઉપવનને કુશળ માળીની જેમ સુંદર બનાવો, સાધકો માટે સંદેશ
August 23, 2016 2 Comments
જીવન રૂપી ઉપવનને કુશળ માળીની જેમ સુંદર બનાવો.
ઈશ્વરને કરેલી પ્રાર્થનાનો જવાબ ત્યારે મળે છે કે જ્યારે આપણી શકિત નો ઉપયોગ સમાજ સેવા માટે કરીએ. આળસ, પ્રમાદ, કામચોરી અને અજ્ઞાન જેવા દુર્ગુણો હોય એ મનુષ્યની દશા કાગળની થેલીમાં તેજાબ ભરીને ત્યારે થેલીની જે દશા થાય એવી થાય છે. આવી થેલી વધુ સમય ટકી શકતી નથી. તરત જ ઓગળી જાય છે. ઈશ્વરનો નિયમ બુદ્ધિશાળી માળી જેવો છે, જે નકામા ઘાસને ઉખાડીને ફેંકી દે છે અને ઉપયોગી છોડની સાર સંભાર રાખીને ઉછેર કરે છે. જેમના ખેતર માં નકામું ઘાસ અને નકામા છોડ ઊગે છે એમનો અન્ન નો પાક નષ્ટ થઈ જાય છે. પોતાના ખેતરની દશા બગાડી નાંખે એવા ખેડૂતના વખાણ કોણ કરશે ? ઈશ્વરનો નિયમ નકામો પદાર્થ અને ગંદકી દૂર કરે છે જેથી સૃષ્ટિનું સૌંદર્ય નાશ ન પામે. એ કહેવત બિલકુલ સાચી છે કે જે “પોતાને મદદ કરે છે તેને જ ઈશ્વર મદદ કરે છે.” પોતાના પગ પર ઊભા રહેનાર ને પ્રોત્સાહન આપનાર બીજા લોકો મળી જાય છે.
પ્રાથનાનો સાચો ઉત્તર મેળવવાનો સૌ પ્રથમ માર્ગ આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસનું માણસ શરીર અને મનથી ખૂબ પ્રયત્ન કરે છે. કર્તવ્ય પરાયણ માણસ જ સાચી પ્રાર્થના કરી શકે છે. તરવૈયો જ સમુદ્રના ઊંડા પાણીમાં ડૂબકી મારીને તળીયેથી મોતી શોધી લાવે છે. જે પાણીને દેખીને દૂર ભાગે છે તે મોતી શોધી શકતો નથી. એટલું જ નહિ, તરવાનો આનંદ પણ લઈ શકતો નથી. સમય વેડફનાર, કામચોરી કરનારા, અજ્ઞાની અને ઈન્દિૃય પરાયણ લોકો ભક્ત હોઈ શકે નહિ. ભલે પછી તેઓ ગમે તેટલો ઢોંગ કરતા હોય, એવા લોકો ઈશ્વરના નામે ભીખ માગીને પોતાનું પેટ ભરી શકે છે, પરંતુ પ્રાર્થના કરી શકતા નથી. પ્રમાદ અને પ્રેમ એ બંને એકબીજાના વિરોધી છે. જયા એક હશે ત્યાં બીજો નહિ હોય.
-અખંડ જ્યોતિ, માર્ચ ૧૯૪૩, પૃષ્ઠ-૬૮
Nice Blog
LikeLike
Nice Website
LikeLike