જીવનને સુંદર બનાવતાં શીખો, સાધકો માટે સંદેશ
September 13, 2016 Leave a comment
જીવનને સુંદર બનાવતાં શીખો : આપ કંજૂસ ના બનશો. ભેગું કરવાના ચક્કરમાં પડયા વગર ઉદારતાનો દરવાજો ખુલ્લો રાખો. સ્વાર્થી ના બનશો, પરંતુ બીજા લોકોની સેવા તથા મદદ કરવા માટે પણ પ્રયત્ન કરો. પોતે પ્રસન્ન રહો અને બીજાઓને પણ પ્રસન્નતા વહેંચો. શુષ્ક અને નીરસ ના બનશો. તમારા હ્રદયમાં કોમળતા, દયા, કરુણા, ભાઈચારો વગેરે ભાવોનો વિકાસ કરો. તમે ઉદ્ધત અને હ્રદયમાં કોમળતા, દયા, કરુણા, ભાઈચારો વગેરે ભાવોનો વિકાસ કરો. તમે ઉદ્ધત અને અભિમાની ના બનશો, પરંતુ મીઠું બોલીને બીજાઓનું સ્વાગત કરો તથા વિનમ્ર વ્યવહારથી તેમને સંતુષ્ટ કરો. તમે કૃતઘ્ન ના બનશો. કોઈએ કરેલા ઉપકારને ભૂલી ના જશો. તેના ઉપકારને યાદ કરી ધન્યવાદ આપો અને બદલામાં તમે પણ ઉપકાર કરવા પ્રયત્ન કરો. પોતાના ક્ષેત્રને દોષ ના દેશો, પરંતુ તેને પવિત્ર માનો. પોતાના શરીરને, કુટુંબને, કાર્યને, સ્વજનો તથા સંબંધીઓને તથા પોતાની માતૃ ભૂમિને તુચ્છ અને ઘૃણિત ના માનો, પરંતુ તેમાં પવિત્રતા, શ્રેષ્ઠતા અને સાત્વિકતા શોધીને તેમનો વિકાસ કરો. કુરૂપતા, ગંદકી, અંધકાર વગેરેને દૂર કરીને સ્વચ્છતા, સૌદર્ય તથા પ્રકાશમાં વૃદ્ધિ કરો.
હે આત્મન્ , પ્રેમની વીણા વગાડતા વગાડતા જીવનને સંગીતમય બનાવો. તેને એક સુંદર ચિત્ર ના રૂપમાં રજૂ કરો. જિંદગીને એક ભાવ પૂર્ણ કવિતા જેવી બનાવી દો. પ્રેમ ના મધુર રસ નું પાન કરો. ખય્યામની જેમ પોતાના પ્યાલાને છાતીએ વળગાડી રાખો, હાથ માંથી છૂટ વા ના દેશો. પોતાની જાતને પ્રેમ કરો, બીજાઓને પ્રેમ કરો, વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપેલા મૂર્તિમંત પરમેશ્વર ને પ્રેમ કરો. હે મનુષ્ય, જો જીવનનો અમીરસ ચાખવા ઇચ્છતો હો તો પ્રેમ કરો. તમારા અંતઃકરણને કોમળ બનાવો. તેને સ્નેહથી ભરી દો. આ પાઠ ઉપર વારંવાર વિચાર કરો અને તેને અંતઃકરણમાં ઉંડે સુધી ઉતારવાની સાધના કરતા રહો.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૪૪, પેજ-૧ર૮, ૧ર૯
પ્રતિભાવો