આંસુનો સંબંધ
March 21, 2017 1 Comment
આંસુ ભાવો નો અતિરેક બતાવે છે. ભાવ જ્યારે શિખર પર પહોચે છે તો તે બસ આંસુઓના માધ્યમ થી અભિ વ્યક્ત થાય છે. આંસુ અનિવાર્યપણે દુઃખ ના કારણે નથી આવતાં. જો કે સામાન્ય લોકો દુઃખ ના આ એક જ કારણથી પરિચિત છે. દુઃખ ઉપરાંત કરુણા માં પણ આંસુ વહે છે, પ્રેમ માં પણ આંસુ વહે છે, આનંદ માં પણ આંસુ વહે છે, અહો ભાવમાં પણ આંસુ વહે છે અને કૃતજ્ઞતા માં પણ આંસુ વહે છે.
આંસુ તો બસ અભિવ્યક્તિ છે – ભાવના શિખર પર, ચરમ પર પહોંચવાની. એ પ્રતીક છે કે ભીતર કોઈ એવી ઘટના ઘટી રહી છે જેને સંભાળી શકવાનું મુશ્કેલ છે. દુઃખ કે સુખ, ભાવ એટલાં બધા ઊછળી રહ્યા છે કે હવે ઉપરથી વહેવા લાગ્યા છે. જે કાંઈ ઘટિત થઈ રહ્યું છે, તે ઘણું વધારે છે. તેને સંભાળવાનું મુશ્કેલ થઈ ગયું છે. હવે તે ઉપરથી વહેવા લાગ્યું છે. આંખો માંથી આંસુ બનીને તે વહી નીકળ્યું છે. જળ બિંદુ રૂપે આંસુ બનીને સ્વયં ને પ્રકટ કરી રહ્યું છે.
આંસુઓને સંબંધ નથી સુખ સાથે અને નથી દુઃખ સાથે. તેનો સંબંધ તો બસ ભાવો ના અતિરેક સાથે છે. જે ભાવનો અતિરેક હશે, તેને લઈને આંસુ વહેવા લાગશે. જ્યારે હૃદય પર કોઈ આઘાત લાગે છે, જ્યારે અજ્ઞાત નો મર્મ, ભાવને સ્પર્શે છે, દૂર અજ્ઞાત નાં કિરણો હૃદયને સ્પર્શે છે, જ્યારે હ્રદયની ગહનતા માં કંઈક ઉતરી જાય છે, જ્યારે કોઈ તીર હ્રદયમાં ખૂંપી ને તેમાં પીડા કે આહ્લાદનો ઉછાળો લાવી દે છે, તો આપોઆપ જ આંખો માંથી આંસુ વહી નીકળે છે.
જેના ભાવ ઊંડા , તેનાં જ આંસુ નીકળે છે. જેના ભાવ શુષ્ક થઈ ગયા છે, તેને આંસુઓનું સૌભાગ્ય નથી મળતું. જો ભાવ નિર્મળ હોય, પાવન હોય તો તેના શિખર પર પહોંચવાથી જે આંસુ નીકળે છે, તે ભગવાન ને પણ વિવશ કરી દે છે. ત્યારે જ તો મીરાંનાં આંસુઓએ, ચૈતન્ય નાં આંસુઓએ -ભગવાન ને તેમની પાસે આવવા માટે વિવશ કરી દીધા હતા.
યુવા ક્રાંતિ વર્ષ-ર૦૧૭
please visit my blog
http://mukeshkumar2017.wordpress.com
its about short stories in Gujarati Lang.. Thanks….
LikeLike