રજત જયંતિ મહોત્સવ શક્તિ સાધના કળશ
September 3, 2018 Leave a comment
વડોદરા ખાતે થયેલા અશ્વમેઘ યજ્ઞને ૨૫ વર્ષ ૨૦૧૮માં પુરા થતા હોવાથી રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્ર્મને સફળ બનાવવા સમગ્ર ગુજરાતમાં ગામે ગામ શક્તિ સાધના કળશની સ્થાપનાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ શક્તિ કળશમાં હિમાલયની દિવ્ય સત્તાઓની તથા તેત્રીસ કોટી દેવતાઓની દિવ્ય શક્તિ તેમજ માં ગાયત્રી અને ગંગાની પાપ નાશિની શક્તિ અને ૭૫૦ વર્ષના અખંડ અગ્નિની પવિત્ર ભસ્મ સ્થાપિત કરેલી છે.
આ શક્તિ કળશ પૂ. ગુરુદેવ દ્વારા સાધનાથી શક્તિ પ્રાપ્ત કરવા માટે મોકલવામાં આવ્યો છે. નીચે દર્શાવેલા અનુશાસનનું પાલન કરી પવિત્ર ભાવના સાથે કળશ સ્થાપન કરવાથી સૌના માટે લાભકારી થશે.
રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ કળશ સ્થાપનાના નિયમો :
૧ કળશ સ્થાપનાની શરૂઆત તા. ૦૨.૦૯.૨૦૧૮ ને રવિવારે કરવાની છે. દરેક ઘેર ૭ દિવસ કળશ રહેશે. બીજા રવિવારે સવારે ગાયત્રી મંત્ર,જય ઘોષ, આરતી કરી કળશ સરઘસ કાઢી ધૂન ગીતો ગાતા ગાતા નવા ઘરે સ્થાપિત કરવાનો રહેશે.
૨. ગાયત્રી પરિવારના પરિજનો પૂજનવિધિ સાથે કળશ સ્થાપના કરાવશે.
૩ દરરોજ સવારે નાહી ધોઈને ઘરના દરેક સભ્યો કળશ સામે ગાયત્રી મંત્ર જાપ/ મંત્ર લેખન કરશે.
૪ દરરોજ સાંજે ફળીયાના બધા ભાઈ બહેનો સાથે મળી આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરશેજેમાં ગુરુજી, માતાજી, ગાયત્રી માતાનું આવાહન,મંત્રજાપ, ભજન – કિર્તન,સત સાહિત્યનું વાંચન, ચિંતન મનન, આરતી ચાલીસા,શુભકામના,શાંતિપાઠ (૪૫-૫૦ મિનિટ) કરવાના છે.
૫. સ્થાપનાના દિવસે ઘરના એક સભ્ય ઉપાવાસ કરશે.
૬. કળશની પાસે દરરોજ એક મુઠ્ઠી અનાજ માટે એક રૂપિયો અને અંશદાન માટે એક રૂપિયો મોકવો અને છેલ્લા દિવસ જમા કરાવવો.
૭ ભગવાનને ભોગ લગાવ્યા બાદ જમવું. બલિવૈષ્વ દેવ હવના દરરોજ કરવો.(અગ્નિ દેવતાને પાંચ આહુતી આપવી.) સવારે મંત્ર જાપ કરી પછી સૂર્ય ભગવાનને અધર્ય અર્પણ કરવું.
૮ કળશ પાસે સવાર સાંજ પ્રસાદમાં શુદ્ધ જળ અને તુલસી પાન રાખવું.
૯ વડોદરા યજ્ઞમાં આવો ત્યારે દરેક પોતાના ઘેરથી હવન માટે ચાર સમિધા ( આંબો, આંકડો, પીપળો, વડ કે સમડાના દાતણ) લાવવા.
૧૦. કળશ સ્થાપના દરમ્યાન ઘરના દરેક સભ્યોએ સંયમશીલતાવાળું જીવન જીવવું અને કળશ ઊઠાવી લીધા બાદ ત્રણ મહિના સુધી ઘરમાં આવું જ વાતાવરણ બનાવી રાખવું.
ચાર સંયમો : ઈન્દ્રિય સંયમ, અર્થ સંયમ,સમય સંયમ, વિચાર સંયમ
૧. ઈન્દ્રિય સંયમ :
- અઠવાડીયામાં એક દિવસ વ્રત ઉપવાસ રાખવો અને તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું.
- આહાર સાત્વિક, સુપાચ્ય અને સ્વાસ્થ્યાવર્ધક લેવો,નશાકારક પદાર્થ અને અભક્ષ્ય ખોરાક ન લેવો.
- બધાની સાથે મધુર વ્યાવહાર કરવો, મીઠી,મધુર અને સત્યવાણી બોલવી. આપણી કંઈ ભૂલ થાય તો માફી માંગી હળવા થઈ જવું.
- લોક કલ્યાણના કાર્યો કરવા,ખોટા કાર્યમાં ભાગીદાર ના બનવું.
- બીજાના દોષ જોવાના બદલે તેના સદગુણ જોવાની આદત પાડવી.
૨. અર્થ સંયમ :
- સાદું જીવન, ઉચ્ચ વિચાર અપનાવવા.
- ખોટા ખર્યા ન કરવા, બચત થાય તે સદકાર્યોમાં વાપરવી.
- પોતાના માટે કઠોરતા અને બીજાના માટે ઉદારતા રાખવી.
- વ્યસન, ફેશન, કુરિવાજોમાં ધન ન વેડફવું, લગ્ન સાદાઈથી કરવા.
૩. સમય સંયમ :
- દરેક કાર્ય માટે નિયમિત દિનચર્યા બનાવવી.
- આળસ પ્રમાદમાં સમય ન બગાડવો.
- આપણે સમય બરબાદ કરીશું તો સમય આપણને બરબાદ કરી નાખશે.
- ગયેલા સમય અને ગયેલા પ્રાણ પાછા ફરતા નથી. ઊપાસના સ્વાધ્યાય અને સેવા માટે સમય ફાળવવો.
૪. વિચાર સંયમ :
- નકારાત્મક, નિરાશા, હતાશ અને ઉદાસીનતા વધે તેવા વિચારોથી દૂર રહેવું. હંમેશા સકારાત્મકતા અપનાવો.
- આપણે શ્રેષ્ઠ બનીએઅને બીજાને શ્રેષ્ઠ બનાવીએ
- હળી મળીને ખાવું અને એકબીજાના સુખ દુ:ખમાં ભાગીદાર બનીએ.
પ્રતિભાવો