શપથ ગુરુવરનો, સંકલ્પ આપણો
September 19, 2018 Leave a comment
યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”
જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાનકારક માર્ગે છે.
યુગઋષિ પરમપૂજય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યા છે, આ ક્રાંતિકારી વિચારોને જન જન સુધી પહોચાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રતિભાવો