ગિરનાર પરિક્રમા પદ યાત્રાની પગદંડી એ – પ્રસાદ

https://www.youtube.com/rushichintan?sub_confirmation=1

આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધું પ્રમાણમાંજોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રીનાં મેળામાંઅને બીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં.  ગુજરાતનાં લગભગ બધાં શહેરો અનેગામડાંઓ માંથી માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનોમાહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોયછે.

ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધીપરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં આ વર્ષે 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લોમુકાશે. ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વ પૂર્ણ છે.કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગઅલગ રીતિરિવાજો વાળા લોકો કોઈપણ મતભેદ વગર આપરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે.

પરિક્રમા કરવાં માટે ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો જેમકે રાજસ્થાન,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકોગિરનારની સંસ્કૃતિ અનેસાધુઓનાં  તપને જાણવાં ભાવપૂર્વક આવતાં હોયછે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે 8 લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે.

લીલી પરિક્રમાનો રૂટ:

લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરથીથાય છે. પરિક્રમાનો  રસ્તો કુલ 36 કિલોમીટરલાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલો માંથી પસાર થાય છે.જેમાંવચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જેકુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસકરાવે છે. આ 36 કિલો મીટરલાંબી પરિક્રમામાં ઘણાંમંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા,સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવનાથ.

અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:

ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર

ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર

માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર

બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર 

લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે:   પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોનીવચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચનાં. જેમાં પહેલાંચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું.

ઈંટવા ઘોડી: જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથાઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અનેપથરાળ છે.નાળ–પાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણીઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડીમાળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.

પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અનેઆરોગ્ય કેન્દ્ર વિશે:

લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવાઆપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલોઊભા કરે છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજનપીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવાંએક નહીં અનેક અન્નક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતાજોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક–ઠેકાણે ભજન મંડળીઓરાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. આ ઉપરાંતપરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટેકામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે.    

પરિક્રમા સુધી પહોંચવા માટે:

જૂનાગઢની આજુબાજુના જિલ્લામાં રહેતાં લોકો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢ સુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢસુધી પહોંચી શકે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: