કર્મચારીઓની ઈમાનદારી જરૂરી
October 26, 2019 Leave a comment
સરકારી સેવકો માટે સંદેશ
કર્મચારીઓની ઈમાનદારી જરૂરી
અનીતિને રોકવી તથા સાધનો વધારવાં તે શાસનનું કામ છે . બધાને એકસરખી તક મળે તથા સરખો ન્યાય મળે એવી સ્થિતિ પેદા કરવાની જવાબદારી રાજ્યની માનવામાં આવી છે . આ જવાબદારીને પૂરી કરવા માટે સરકારી કર્મચારીઓએ ન્યાય અને કાયદા પ્રત્યે ખૂબ નિષ્ઠવાન, નિર્લોભી , નિષ્પક્ષ તથા કર્તવ્યપરાયણ બનવું જોઈએ , કાયા તો પોથીઓમાં રહે છે . તેમનું પાલન કરવું તથા કરાવવાનું કામ રાજયના કર્મચારીઓનું છે . જે તેઓ ચરિત્રવાન તથા આદર્શવાદી હોય તો જ પ્રજાને સુખશાંતિ પ્રાપ્ત થઈ શકે છે . જે આ કર્મચારી વર્ગ પોતાનાં કર્તવ્યો અને જવાબદારીઓની ઉપેક્ષા કરે તો પ્રજાને ન્યાય પરથી વિશ્વાસ ઊઠી જશે અને દરેક ક્ષેત્રમાં અનીતિ ફેલાશે , ભ્રષ્ટાચાર તથા લાંચરુશવત વધશે . દુષ્ટ લોકો અધિકારીઓને પોતાના પક્ષમાં કરીને જનતાને ત્રાસ આપશે , કરચોરી કરશે તથા અનેક પ્રકારના ગુના નિર્ભયતાથી કરશે . અપરાધોને રોકવા માટે બીજા બધા ઉપાયોની તુલનામાં કર્મચારીઓની ઈમાનદારી વધારે મહત્ત્વપૂર્ણ સાબિત થશે . જે તેઓ ઈમાનદાર નહિ હોય તો અનેક યોજનાઓ નિષ્ફળ જશે અને લોકોનું કલ્યાણ નહિ થાય કે તેમની સમસ્યાઓનું સમાધાન પણ નહિ થાય .
– અખંડજ્યોતિ , માર્ચ ૧૯૩ , પૃ . ૨૧
પ્રતિભાવો