બ્રાહ્મણ બનો , બ્રહ્મયજ્ઞ કરો

સાધુબ્રાહ્મણો માટે સંદેશ

બ્રાહ્મણ બનો , બ્રહ્મયજ્ઞ કરો

શુભ સંકલ્પોનો પણ એટલો ઉચ્ચ કોટિનો છે કે તેની સરખામણીમાં મોટી સેવા , મોટા ઉપકાર કે દાનપુણ્ય પણ તુચ્છ છે . હંમેશાં શુભ વિચારોની સામગ્રી જીવનરૂપી યજ્ઞમાં હોમવાનો બહ્મયજ્ઞ બધા યજ્ઞોમાં સૌથી ઉચ્ચકોટિનો છે , વિચાર એક મૂર્તિમંત પદાર્થ છે . તે વરાળની જેમ ઊડે છે અને વાદળોની જેમ વરસે છે , જયારે આપણા મગજમાંથી કોઈ સારી કે ખરાબ વિચાર નીકળે છે ત્યારે તે આકાશમાં ઊડી જાય છે અને આમતેમ ઘુમરાતો રહે છે . રેડિયો સ્ટેશનથી બ્રોડકાસ્ટ કરેલા તરંગો રેડિયો ઉપર સ્પષ્ટ રીતે સંભળાય છે , એ જ રીતે તે વિચારો જે લોકોના મનમાં એવા જ ભાવ જાગતા હોય તેમના મસ્તક સાથે ટકરાય છે .

જો આપણે હંમેશાં સારા વિચાર કરતા હોઈએ તો તે વિચારો એવા વિચારવાળા બીજા લોકોને ખૂબ પ્રોત્સાહન આપશે . વિચારોનો કદાપિ નાશ થતો નથી . તેમની ફેલાવાની શક્તિ ખૂબ તેજ હોય છે . તે થોડીક ક્ષણોમાં જ પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જાય છે . જો કોઈ માણસ સત્યના માર્ગે ચાલવાનો વિચાર કરતો હોય ત્યારે વાતાવરણમાં રહેલા એવા શુભ વિચારો તેની પાસે પહોંચી જાય છે અને તે તેના ઉત્સાહને બમણો કરી દે છે . એના પરિણામે તે શુભ કર્મ કરે છે અને ધીમે ધીમે એ જ માર્ગે આગળ વધે છે . તેના પ્રયત્નથી બીજા લોકો પર આવો જ ઉપકાર થાય છે . આ ક્રમ આગળ વધે છે અને સંસારમાં દૈવી સંપત્તિનો વિકાસ થાય છે , ધર્મની ઉન્નતિ થાય છે તથા દુનિયામાં સુખશાંતિ વધે છે ,

તમારા નાનકડા શુભ વિચારથી આટલું મોટું કામ થાય છે , તેથી તમને તેનું બહુ મોટું પુણ્ય મળશે . હંમેશાં શુભ વિચારો કરવા , સત્ય , પ્રેમ , ન્યાય , ઉદારતા , સહાનુભૂતિ , દયા વગેરેની ભાવના મનમાં ધારણ કરવી અને એવા જ વિચારો બીજા લોકોના મનમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ભરવાનો પ્રયત્ન કરવો તે અખંડ બ્રહ્મયજ્ઞ છે . અખંડ શબ્દ એટલા માટે જોડવામાં આવ્યો છે કે ક્યારેક શુભ તો ક્યારેક અશુભ , ક્યારેક સારા તો ક્યારેક ખરાબ વિચાર કરવાથી એટલો લાભ થતો નથી . જેમ સારા વિચારો સંસારનું કલ્યાણ કરે છે એ જ રીતે ખરાબ વિચારો અનિષ્ટ પણ કરે છે . ક્યારેક ઇષ્ટ તો ક્યારેક અનિષ્ટ વિચાર કરવા તે સારી બાબત નથી , તેથી જે કોઈ કાર્ય કરીએ તેમાં ઉપેક્ષાભાવ ન હોવો જોઈએ . જે રીતે આપણે દરરોજ શૌચ જઈએ છીએ , સ્નાન કરીએ છીએ , ભોજન કરીએ છીએ તથા સૂઈએ છીએ એ જ રીતે પોતે સારા વિચાર કરવા , જોઈએ અને બીજા લોકોને પણ સારો ઉપદેશ આપવો જોઈએ .

વિચારોની અનંત શક્તિનો અનુભવ કરો અને તેમનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા રહો . ગમે તેની સાથે વાતચીત કરવાની તક મળે ત્યારે તેની સાથે સત્ય , પ્રેમ અને ન્યાયની ચર્ચા કરો . તેને બૂરાઈ છોડીને ભલાઈ શીખવાની સલાહ આપો . આ સુધાર દ્વારા આપણે તેના પ્રત્યેના સાચા પ્રેમનો પરિચય આપી શકીશું . કોઈને મીઠાઈ આપીએ તો તે એવું માને છે કે તેને મારા પર પ્રેમ છે , પરંતુ બ્રાહ્મણ આ મૂર્ખતાને સમજે છે . તે મીઠાઈ દ્વારા નહિ , પરંતુ શ્રેષ્ઠ વિચારો દ્વારા તેને નક્કર લાભ પહોંચાડે છે . દુનિયા બ્રહ્મયજ્ઞનું મહત્ત્વ નથી સમજતી , પરંતુ આધ્યાત્મિક માણસને તેમાં બહુ મોટો લાભ દેખાય છે . આપણે અખંડ બ્રહ્મયજ્ઞને નિરંતર ચાલુ રાખીને પ્રાણીમાત્ર પ્રત્યે ઉચ્ચ કક્ષાનો પ્રેમ પ્રદર્શિત કરીને આપણું કલ્યાણ કરી શકીએ છીએ .

– અખંડજયોતિ , ફેબ્રુઆરી ૧૯૪૨ , પૃ . ૧૦

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: