સંપૂર્ણ ક્રાંતિની સંજીવની યુવાવર્ગ
October 26, 2019 1 Comment
યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ
સંપૂર્ણ ક્રાંતિની સંજીવની યુવાવર્ગ
કોઈ એક અંગમાં પાક થયો હોય તો ચીરો મૂકીને પરુ કાઢી શકાય છે , પરંતુ આખું શરીર જે પાકી ગયું હોય તો સંપૂર્ણ કાયાકલ્પ માટેના અચૂક ઉપચારો કરવા પડશે . આજે દેશની જે દશા છે તેના માટે નાની મોટી ક્રાંતિઓથી કામ નહિ ચાલે . એના માટે તો સંપૂર્ણ ક્રાંતિ જ કરવી પડશે . આ મહાન સાહસ દેશની યુવાપેઢી જ કરી શકશે . યુવાપેઢી પાસે મને ઘણી આશાઓ છે , તેમને ધ્યાનમાં રાખીને મેં અનેક સપનાં સેવ્યાં છે . ખૂબ ગર્વ અને વિશ્વાસની સાથે કહી શકાય કે રાષ્ટ્રની યુવાચેતના જગી જશે તો ભારતમાતા ફરીથી યશસ્વિની બનશે . યુવાપેઢીની શક્તિ પર વિશ્વાસ રાખીને જયારે હું ભવિષ્યને જોઉં છું ત્યારે મારા મુખ પર ખુશી છવાઈ જાય છે . ભારતનું ભવિષ્ય ઉજજવળ છે , પરંતુ તેની વર્તમાન દુર્દશાથી મને ભયંકર દુખ થાય છે .
– અખંડજ્યોતિ , સપ્ટેમ્બર ૨૦૬ , પૃ . ૬૪
વર્તમાન પર પણ ભરોસો રાખો વડીલ, બધું યોગ્ય રીતે ગોઠવાઇ રહ્યું છે. આ સમયને ધ્યેય સુધી પહોંચવાના માર્ગ તરીકે જુઓ. યુવાનોએ પોતાનું કાર્ય ઘણાં સમય પહેલાં આરંભી દીધું છે.
LikeLike