સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા કરે
October 26, 2019 1 Comment
સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા કરે
સજ્જનો તથા સાચા સાધુઓએ વર્ગવાદના કાદવમાંથી બહાર નીકળીને સમાજસેવાના કામમાં લાગી જવું જોઈએ . તેમણે એક સ્થળે રહીને પૂજાપાઠ કરવાના બદલે ગામેગામ તથા ઘેરેઘેર ફરીને ધર્મના ઉદ્ધાર તથા સમાજ સુધારણાનો શંખ ફૂંકવો જોઈએ . આજના મુશ્કેલીઓ ભર્યા યુગમાં અભાવો વચ્ચે જીવતી જનતાની સહજ શ્રદ્ધાનું શોષણ કર્યા વગર અને સમાજ પર બોજ બન્યા વગર તેમણે સંજ્ઞાનના પ્રચાર પ્રસારનું કામ કરવું જોઈએ . તેમણે આજના કહેવાતા સાધુઓ પર લાગેલા કલંકને ધોઈ નાખવા માટે પ્રાચીન સાધુપરંપરાને સાચા અર્થમાં અગ્રત કરીને એ સાબિત કરવું જોઈએ કે ઋષિમુનિઓના સમયની સાધુતા મરી પરવારી નથી . પ્રાચીન કાળના સાચા સાધુઓના કારણે ભારતનો ધર્મ , તેની સભ્યતા , સંસ્કૃતિ તથા સમાજ આખા સંસારમાં સર્વશ્રેષ્ઠ હતાં . સાધુસમાજને કોઈ કૌટુંબિક જવાબદારીઓ નથી હોતી . એના લીધે તેમની પાસે ભરપુર સમય હોય છે . સાધુઓ પાસે પ્રાચીનકાળની બધી જ પરિસ્થિતિઓ આજે પણ હાજર છે . તેમનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ લોક તથા પરલોક બંનેને સુધારી શકે છે . આ કામ તેમણે કરવું જોઈએ , નહિ તો સંસારમાં બુદ્ધિવાદ ખૂબ ઝડપથી વધી રહ્યો છે . જો તેઓ પોતાનું કર્તવ્ય નહિ નિભાવે તો તેમની કેવી દશા થશે તે તેઓ સારી રીતે સમજી શકે છે . .
– અખંડજ્યોતિ , એપ્રિલ ૧૯૬૭ , પૃ . ૨૪ –
jaigurudev
LikeLike