સાધુબ્રાહ્મણો પોતાનું કર્તવ્યનિભાવે
October 26, 2019 Leave a comment
સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
સાધુબ્રાહ્મણો પોતાનું કર્તવ્યનિભાવે
સાધુબાબોનું એ પરમપવિત્ર કર્તવ્ય છે કે આજે તેઓ જે ધર્મનો આશરો લઈને પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે અને લોકસન્માન મેળવે છે તે ધર્મના રક્ષણ માટે તેમણે કંઈક કામ કરવું જોઈએ . એ માટે થોડુંક કષ્ટ પણ સહન કરવું જોઈએ . આજે ધર્મ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે . દેશની સુરક્ષા અને પ્રગતિનો પ્રશ્ન છે , તેથી આદર્શોનું રક્ષણ કરવા માટે તેમણે સમય કાઢવો જ જોઈએ , આવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ દક્ષિણા મેળવવાનો અને પગ પૂજાવાનો ધંધો કરતા રહે અને પોતાના કર્તવ્યને ભૂલી જાય તો આગામી પેઢીઓ તેમને માફ નહિ કરે અને એક સામાન્ય નાગરિક જેટલું સન્માન પણ નહિ આપે , તેમની નાજની અકર્મણ્યતા ભવિષ્યમાં સાધુઓ તથા બાહ્મણોના મહત્ત્વ તથા ગૌરવને નષ્ટ કરી નાખશે , તેથી તેમણ વેળાસર ચેતી જવું જોઈએ .
– અખંડજ્યોતિ , ડિસેમ્બર ૧૯૬૫ , પૃ . ૪૧ , ૪૨ ,
પ્રતિભાવો