સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ
October 26, 2019 Leave a comment
સાધુબ્રાહ્મણો માટે સંદેશ
સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ
એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે આ સંસારમાં જે કાંઈ સ્થળ છે તેના મૂળમાં સૂક્ષ્મ કામ કરે છે . શરીર અને સંપત્તિની તથા વ્યક્તિ અને સમાજની ઉન્નતિ કે અવનતિનો આધાર માણસના અંતઃકરણમાં રહેતા વિચારો , ભાવ તથા સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે , તેથી જે શક્તિનો અનંત ભંડાર છે તે તો સરકારની પહોંચની બહાર રહે છે . અંતઃકરણમાં રહેતા વિશ્વાસ , આદર્શો અને વિચારો જ લોકોનાં રસરુચિનું ઘડતર કરે છે . એ રસરુચિ અનુસાર જ લોકશાહી સરકારોને ચાલવું પડે છે .
આ લોકરુચિનું નિર્માણ કરવાનું કામ ધર્મનું છે . બ્રાહ્મણોને મહારાજ અથાત મહાન રાજા કહેવામાં આવે છે કારણ કે રાજ પ્રજાની ભૌતિક સંપત્તિ પર અધિકાર ધરાવે છે , પરંતુ બ્રાહ્મણ ધર્મ અને તત્ત્વજ્ઞાન દ્વારા લોકોના અંતઃકરણ, ચરિત્ર , સ્વભાવ તથા આદર્શોનું નિર્માણ કરે છે . જનરુચિની દિશા બદલવાનું કામ તેમના હાથમાં હોવાના કારણે શક્તિનો ઓત પણ તેમના હાથમાં હોય છે , તેથી જ તેઓ મહારાજ કહેવાય છે . આજે આપણી ઉપર બહુ મોટી જવાબદારી છે . સુરક્ષા અને પુનર્નિર્માણનું બહુ મોટું કામ આપણી સામે રહેલું છે , સરકાર પોતાનું કામ કરી રહી છે . રાજનીતિના અનુભવી લોકોએ એ દિશામાં પ્રવૃત્ત થવું જોઈએ . સાથે સાથે જનરુચિના નિર્માણ માટે એવા બધા જ બ્રાહ્મણોને અખંડજ્યોતિ આમંત્રણ આપે છે . આ તંત્ર સરકારી તંત્રો કરતાં પણ વધારે મહત્ત્વનું , સ્થાયી તથા શ્રેષ્ઠ પરિણામ આપે છે . તે બ્રહ્મપરાયણ આત્માઓ ! આવો , આપણા મહાન પાર્ષિક આદર્શોને બધા લોકોના અંતઃકરણ સુધી પહોંચાડો અને દરેક નાગરિકને એવા શ્રેષ્ઠ વિચારવાળો બનાવો કે તે રાષ્ટ્રની સુરક્ષા કરવામાં મજબૂત ચટ્ટાનની જેમ ઊભો રહે અને પુનર્નિમણિ માટે પોતે કષ્ટ વેઠીને પણ કાર્ય કરતો રહે , હે વિચારકો ! એ ના ભૂલો કે રાજનીતિની તુલનામાં ધર્મ અને દર્શનની શક્તિ અનેકગણી વધારે છે . તેથી આવો , આ મહાન શક્તિને અગ્રત કરીને આપણા રાષ્ટ્રને ઉન્નતિના શિખરે પહોંચાડવા માટે ખરા હૃદયથી પ્રયત્ન કરીએ .
– અખંડજ્યોતિ , ડિસેમ્બર ૧૯૪૭ , પૃ . ૪
પ્રતિભાવો