જીવનયાત્રાના ગંભીર પર્યવેક્ષણની જરૂર – અમારું વીલ અને વારસો, પં. શ્રીરામ શર્મા આચાર્ય
October 29, 2020 Leave a comment
ભારતના મહાન યાત્રા સ્થાનને પ્રાચીનકાળથી અનેક ઋષિમુનિઓને પણ પ્રેરણા આપતા રહેલા એવા હિમાલયની ત્રણ વખતની યાત્રા આચાર્ય શ્રીરામની પ્રેરણાનું મહાન સ્થાન બની રહ્યું છે . ગાયત્રી મહામંત્રનું માહત્મ્ય યુગ યુગથી ભારતના બધા આધ્યાત્મ દ્રષ્ટાઓએ સ્વીકારેલું છે . પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માત્ર ગાયત્રી મંત્રના સાધક જ નથી પરંતુ એની મહાસાધના કરીને એમણે આત્મસાક્ષાત્કાર કરી એનું ઊંડું સંશોધન કરી અનેક ગ્રંથો તૈયાર કરી સૌને પ્રેરણા આપતું વિશાળ સાહિત્ય તૈયાર કર્યું છે એ નાનીસૂની સિદ્ધિ નથી . એક માનવી જાગ્રત જીવન સાધના દ્વારા પોતે કેવી મહાન સિદ્ધિ કરી શકે છે અને એ સિદ્ધિ દ્વારા અનેક માનવીઓને સાધકોને સાધના માટે કેવી પ્રેરણા આપી શકે છે તેનું દર્શન સમગ્ર પુસ્તકમાં પ્રતિપળે થાય છે . અમારું વિલ અને વારસો : ” એ એક સાધક ગુરુના જીવનની અનુભવ કથા
પ્રતિભાવો