આજનું પુસ્તક -ઉજજવળ ભવિષ્યની સાર્થક દિશા
February 14, 2021 Leave a comment
દરરોજ એક પુસ્તક અભિયાન
આજનું પુસ્તક -ઉજજવળ ભવિષ્યની સાર્થક દિશા
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો. http://literature.awgp.org/book/ujjval_bhavishy_kee_sarthak_disha/v1
સંસારભરનું જ્ઞાન મેળવવા માટે ઉત્સુક વ્યક્તિઓની મોટી ભૂલ ત્યાંજ થાય છે કે તે જ્ઞાનવાન – વિદ્વાન હોવાનો દાવો તો કરે છે પરંતુ, તે પોતે કોણ છે?, શેના માટે આ સંસારમાં આવ્યો છે?, શું કરવાનુ છે અને ક્યાં જવાનું છે તેનુ થોડું ઘણું પણ જ્ઞાન તેને નથી.મનુષ્ય જીવન ઈશ્વરની વિભૂતિ અને વૈભવમાં સર્વશ્રેષ્ઠ કરુણા – સંપદા છે. આ કલાકૃતિને ઈશ્વરે બહુ ઊંચા અરમાનો સાથે સજાવી છે. ઈશ્વરે મનુષ્યને સૃષ્ટિનો મુકુટમણિ અને પોતાનો રાજકુમાર ઘોષિત કર્યો છે.
જીંદગીનો બોજ તો કોઈપણ પ્રકારે વહન કરી લેવાય છે પણ, એની સાથે આપણને, વિશાળ વિશ્વને અને મોટા અરમાનો સાથે આપણને નિહાલ કરવા વાળા સૃષ્ટિના રચયિતાને શું મળશે ?
૨૧મી સદી ઉજજવળ ભવિષ્યનો ઉદ્દઘોષ જ્યાંથી કર્યો છે એ મહા યુગાંતરીય ચેતનાનું ઉદ્દગમ સ્થાન શાંતિકુંજ છે. સ્થાપના થઈ ત્યારથી નિત્ય-નિયમિત રૂપે લાખોની સંખ્યામાં ગાયત્રી મંત્રના જાપ અને યજ્ઞ દ્વારા દર વર્ષે કરોડો ગાયત્રી મંત્રની આહુતિઓ અપાય છે.
મિશનના સાક્ષીરૂપે અખંડજ્યોતિની સ્થાપના ૯૪ વર્ષથી અનવરત રૂપમાં જ્યોતિર્મય છે. અહીં દિવ્યસત્તા નું સંરક્ષણ અવતરીત થતું અનુભવ કરી શકાય છે. ગાયત્રી માતાની પ્રાણ પ્રતિષ્ઠા, સવિતાદેવતાનું મંદિર, શિવાભિષેક, દેવાત્મા હિમાલયની જ એકમાત્ર પ્રતિક પ્રતિમા, સપ્તઋષિઓની પ્રતિમા અહીં સ્થાપિત છે. આવી ઘણી વિશેષતાઓ શાંતિકુંજમાં છે. અહીંથી નીકળતી સહસ્ત્ર ધારાઓ દેશ-દેશાંતરમાં કાર્યરત જોઈ શકાય છે. ૨૪૦૦ પ્રજ્ઞાપીઠો અને ૨૪૦૦ પ્રજ્ઞા કેન્દ્રોના સમર્થસમૂહ આ ઉદ્દગમ સાથે જોડાયેલા છે.
ઉજજવળ ભવિષ્યનું અવતરણ સુનિશ્ચિત છે. ૨૧મી સદી પરમસત્તા ના તત્વાવધાનમાં સંપન્ન થવા જઈ રહી છે. પણ એના પ્રત્યક્ષ ને પ્રકટ સ્વરુપનો શ્રેય તો શરીરધારી મનુષ્યોમાંથી જ કોઈકને મળવાનો છે.
મહાન કાર્યો સમય અને શ્રમના સહારે જ થઈ શકે છે. વિચારક્રાંતિ આજના યુગની સૌથી મોટી માંગ છે. આપણે અંદર અને બહારથી એવા ઉચ્ચ સ્તરના બનીએ જેવા આપણે બીજાને બનાવવા ઈચ્છીએ છીએ. ચંદનના વૃક્ષની જેમ પ્રતિભાવાન વ્યક્તિજ પોતાના જેવી અન્ય વિભૂતિઓ ઉત્તપન્ન કરી શકે છે. જેમના દ્વારા ઐતિહાસિક કાર્યો અદભૂત – આશ્ચર્યજનક અને ચમત્કાર જેવા પ્રતીત થાય છે. વિશ્વ-વસુધા પર છવાયેલી સમસ્યાઓના સમાધાન અને સંક્ટ નિવારણ માટે આજ શ્રેષ્ઠ સમય છે. પ્રગતિશીલતાને અપનાવવા માટે ની સંવેદનાઓ પ્રગટ કરવા માટેના તત્વોનો સર્વાધિક સમાવેશ આજના પ્રશિક્ષણમાં રહેવો જોઈએ.
મહત્ત્વના મુદ્દા –
🕉️ સ્વરૂપને સમજો અને લક્ષ્યને
ઓળખો
🕉️ સશક્ત શક્તિ ના ઉદ્દગમ સાથે
સંબંધ સ્થાપો
🕉️ વર્તમાન સુયોગ સમજો અને
સમર્થ સત્તા સાથે ભાગીદારી કરો
🕉️ઉજ્જવળ ભવિષ્યનું અવતરણ
સુનિશ્ચિત છે.
🕉️ સ્વયં એવા બનીએ જેવી
અપેક્ષા આપણે બીજાની સાથે રાખીએ
છીએ.
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો
વીડિયો
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો