JP-42. શૃંગી ઋષિનો પુત્રેષ્ટિ યજ્ઞ : અધ્યાત્મનો મર્મ સમજો-પ્રવચન : ૫
February 15, 2021 Leave a comment
શૃંગી ઋષિનો પુત્રેષ્ટિ યજ્ઞ : અધ્યાત્મનો મર્મ સમજો
સાથીઓ! આપણામાંથી દરેકે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. વ્યક્તિત્વના વિકાસની સાથે મંત્ર કામ કરે છે, તંત્ર કામ કરે છે. શૃંગી ઋષિની ઘટના આપે બરાબર યાદ રાખવી જોઈએ. શૃંગી ઋષિની ઘટના એવી છે કે જ્યારે દશરથને ત્યાં કોઈ સંતાન ન થયું તો એમણે ગુરુ વશિષ્ઠજીને કહ્યું કે મહારાજજી! આપતો યોગ, તપ અને મંત્રોમાં ખૂબ શક્તિ છે એમ કહો છો. આપ અમને સંતાન ન આપી શકો? હા, મંત્રથી સંતાન થઈ શકે છે. પુત્રેષ્ટિ યજ્ઞનું શાસ્ત્રોમાં ખૂબ માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે અને કહેવાયું છે કે સંતાન ન હોય તેણે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો જોઈએ. તેનાથી સંતાન થઈ શકે છે. મહારાજજી! આપ તો અમારા ગુરુ છો. વર્ષો વીતી ગયાં, એક પણ બાળક જન્યું નથી અને મારે ત્રણ લગ્ન કરવાં પડ્યાં. હું વૃદ્ધ થઈ ગયો, છતાં આપે હજી સુધી પુત્રેષ્ટિ યજ્ઞ કેમ ન કરાવ્યો?
પુત્રેષ્ટિ યશ કોણ સફળ કરે?
ગુરુ વશિષ્ઠ કહ્યું, “રાજન ! મેં તો બાળકો ઉત્પન્ન કર્યા એટલે મારું ઓજસ અને વર્ચસ જે મંત્ર સાથે જોડાયા થયા પછી ચમત્કાર બતાવે છે એ ઓજસ, વર્ચસ ચાલ્યું ગયું. હવે હું ફક્ત મંત્રનું ઉચ્ચારણ કરી શકું છું, વિદ્યાર્થીઓને ભણાવી શકું છું, તેમને સંભળાવી શકું છું, પણ કોઈ ચમત્કાર બતાવી શકતો નથી. એટલે મારી વાણી દ્વારા બોલાયેલો મંત્ર ફળી શકે નહિ. કોઈ બીજી વ્યક્તિ એવી છે, જે એ જ મંત્ર બોલીને ચમત્કાર બતાવી શકે? હા, એવી એક વ્યક્તિ છે. હું કોશિશ કરીશ કે તેઓ આવે અને આપનો પુત્રેષ્ટિ યજ્ઞ સંપન્ન કરાવે. શૃંગી ઋષિ એવા હતા, જેમના પિતાએ, જેમના ગુરુએ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી તેમને એ જ્ઞાન નહોતું થવા દીધું કે દુનિયામાં સ્ત્રીઓ પણ હોય છે. જંગલમાં રહેતા હતા, ફક્ત પુરુષોનો જ સંપર્ક હતો. સ્ત્રીઓ વિશે કોઈ ચર્ચા જ નહોતી થતી. તેમણે આશ્રમની વ્યવસ્થામાં સ્ત્રીઓનો કોઈ ઉલ્લેખ જ થવા દીધો ન હતો. શૃંગી ઋષિએ કોઈ સ્ત્રીનો ચહેરો જોયો ન હતો.
નિર્મળ – નિષ્પાપ શૃંગી
ગુરુ વશિષ્ઠ જ્યારે રાજા દશરથને આમ કહ્યું ત્યારે તેમણે કહ્યું કે હું આ માની શકતો નથી કે કોઈ માણસ સ્ત્રીને જાણે જ નહિ. ચાલો, આપને બતાવું. ગુરુ વશિષ્ઠ રાજા દશરથને લઈને લોમશ ઋષિના આશ્રમમાં દેવબાળાઓને સાથે લઈને ગયા અને અઠ્ઠાવીસ વર્ષના શૃંગી ઋષિ સામે તેમને ઊભી રાખી દીધી. શૃંગી ઋષિએ પૂછયું કે આપ કોણ છો? અમે વિદ્યાર્થી છીએ. શૃંગી ઋષિએ પૂછયું કે હુંતો અઠ્ઠાવીસ વર્ષનો થઈ ગયો અને મને દાઢીમૂછ આવી ગયાં, તો આપ સૌને દાઢીમૂછ કેમ નથી આવ્યાં? તેમણે કહ્યું કે અમે જે ગુરુકુળમાં ભણીએ છીએ ત્યાં બહુ ઠંડી પડે છે. તેથી ત્યાં બહુ મોટી ઉંમરે મૂછ ઊગે છે. અમારી ઉમર હજી એટલી નથી થઈ, એટલે અમારાં દાઢી મૂછ નથી ઊગ્યાં. તો તો આપનું ગુરુકુળ ઠંડકમાં બહુ સારું રહેતું હશે, આપને ત્યાં બહુ સારાસારાં ફળ ખાવાં મળતાં હશે. હા, અમારે ત્યાં બહુ સારાં ફળ થાય છે. કેવાં ફળ થાય છે, જરા બતાવો ! તેમણે ટોપલીમાંથી કાઢીને મીઠાઈ, ગલાબજાંબુ વગેરે તેમના હાથમાં મૂક્યાં. શૃંગી ઋષિ દોડીને પોતાના પિતા લોમશ ઋષિ પાસે ગયા અને કહ્યું કે બહારથી કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા છે. તેઓ કહે છે કે અમારા ગુરુકુળમાં ઠંડકના કારણે મૂછો નથી ફૂટતી. તેમની ઉંમર પણ મારી જેમ અઠ્ઠાવીસ વર્ષ છે. તેમનાં વૃક્ષો પર એવાં ફળ થાય છે, જે આપણે ક્યારેય ખાધાં નથી. જરા, આપ પણ જુઓ. ગુલાબજાંબુ હાથમાં મૂકી દીધું. લોમશ ઋષિ હસ્યા, આ…હા, શું વાત છે
બ્રહ્મતેજની કિંમત સમજો
લોમશ ઋષિએ બહાર આવીને જોયું તો બહાર ગુરુ વશિષ્ઠ અને રાજા દશરથ ઊભા છે. તેઓ તેમનો ઇરાદો સમજી ગયા. તેમણે કહ્યું કે અમે તો પરીક્ષા લેવા આવ્યા હતા કે આવી પણ કોઈ વ્યક્તિ હોઈ શકે ખરી? હવે અમને વિશ્વાસ થઈ ગયો કે તેઓ જે મંત્ર બોલશે તે ફળશે. મિત્રો ! એ આપ કેમ નથી સમજતા? અક્ષરોને સમજો છો અને તેને મહત્ત્વ આપો છો, ક્રિયાકાંડોને મહત્ત્વ આપો છો, પણ તેની અસલિયતને આપ મહત્ત્વ કેમ નથી આપતા? એ અસલિયત આપ સમજો કે ક્રિયાકાંડો પાછળ, પૂજા ઉપાસનાનાં વિધિવિધાનો પાછળ જે શક્તિ કામ કરે છે, જે ફોર્સ કામ કરે છે, જે તાકાત કામ કરે છે, જે બ્રહ્મતેજ કામ કરે છે તેના કારણે ભગવાને મજબૂર થવું પડે છે, દેવતાઓએ મજબૂર થવું પડે છે, મંત્રોએ પોતાનો ચમત્કાર બતાવવા મજબૂર થવું પડે છે એનું માહાત્મ્ય સમજવા કેમ નથી માગતા? ના સાહેબ! એ તો બહુ મોટી ઝંઝટનું કામ છે. બહું હિંમતનું કામ છે. મોટા તોફાનનું કામ છે. હા બેટા, મોટા તોફાનનું કામ છે. ખેતી કરવી એ બહુ મોટા તોફાનનું કામ છે, ભણવું એ બહુ મોટા તોફાનનું કામ છે. વેપાર કરવો એ બહુ મોટા તોફાનનું કામ છે. પહેલવાન થવું એ બહુમોટા તોફાનનું કામ છે. પ્રત્યેક ચીજ બહુ મોટા તોફાનની છે.
પ્રતિભાવો