JP-42. અધ્યાત્મ એટલું સસ્તું નથી : અધ્યાત્મનો મર્મ સમજો-પ્રવચન : ૬
February 16, 2021 Leave a comment
અધ્યાત્મ એટલું સસ્તું નથી : અધ્યાત્મનો મર્મ સમજો
મિત્રો! અધ્યાત્મક્ષેત્રમાં આગળ વધવાનું – જેમ કે આપે માન્યું છે કે પલાંઠી વાળીને અડધો ક્લાક બેસી જવાનું અને મણકા ફેરવી દેવા, ઘંટડી વગાડવી, આ નાકમાંથી હવા અને પેલા નાક માંથી પાણી કાઢવું. શું આપ આ બધી કરામતને અધ્યાત્મ સમજો છો અને તેનાથી જ બધું મેળવી લેવા માગો છો? ના, અધ્યાત્મ એટલું સતું હોઈ શકે નહિ. અધ્યાત્મ મોઘું છે અને આપે તેની મોંઘી કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. જો આપ કીમતી ચીજો મેળવવા માગતા હો, મોંઘા ચમત્કાર જોવા ઈચ્છતા હો, તો મિત્રો! આપે કર્મકાંડની સાથે, ક્રિયાયોગની સાથે ભાવયોગનો સમન્વય કરવો જોઈએ. કાલે મેં આના તરફ સંકેત કર્યો હતો અને એક એક કર્મકાંડ વિશે કહ્યું હતું કે કર્મકાંડ આપણને ભાવ યોગ તરફ ઘસડી જાય છે, તે આપણી ભાવનાઓને વિકસિત કરે છે, તે આપણા દૃષ્ટિકોણને શુદ્ધ કરે છે અને આપણા ક્રિયાકલાપ અંગે દિશા આપે છે, પ્રેરણા આપે છે કે આપણા જીવનનો કાર્યક્રમ કેવો હોવો જોઈએ અને આપણી વિચારવાની રીત કેવી હોવી જોઈએ. આ સમસ્ત ક્રિયાકલાપ આપણને એ દિશા તરફ લઈ જાય છે, જેથી આપણા વ્યક્તિત્વ તથા અંતરાત્મામાં રહેલી શક્તિ ઉપર ચડેલી મલિનતા તથા મનોવિકારો દૂર થાય. બસ, આ છે કર્મકાંડનો ઉદેશ, બીજો કોઈ ઉદેશ નથી.
ભગવાન માત્ર વ્યક્તિત્વ જુએ છે
મિત્રો, આપ વિચારતા હશો કે કર્મકાંડોથી પ્રભાવિત થઈને ભગવાન ખેંચાઈને ચાલ્યા આવતા હશે, ભગવાન પ્રસન્ન થઈ જતા હશે, પણ ખરેખર એવું નથી. ભગવાન ખૂબ સમજદાર વ્યક્તિનું નામ છે. ભગવાન બહુ બુદ્ધિમાન અને દૂરદર્શી શક્તિનું નામ છે, દીર્ધદષ્ટિવાળી વ્યક્તિનું નામ છે. તેને આપણે રમકડાંથી અને છૂટકત્રુટક મંત્રોનું ઉચ્ચારણ કરીને તથા ચોખા આમતેમ ફેંકીને ફોસલાવી શક્તા નથી. બેટા, ભગવાનને રીઝવવા માટે તેમને જે ચીજ પસંદ હોય એવી ચીજોની જરૂર છે. ભગવાન મનુષ્યના વ્યક્તિત્વ સિવાય બીજું કંઈજ જોવા માગતા નથી. આપને કર્મકાંડ કેવા આવડે છે કે નથી આવડતાં એ જોવાની ભગવાનને ફુરસદ નથી. આપ વાલ્મીકિની જેમ “રામ રામ” ને બદલે “મરા મરા કહેવા લાગો તો પણ ભગવાનને કોઈ ફરિયાદ નથી. આપ “મરા મરા’ કહો કે “રામ રામ કહે. નાસાહેબ! “રામરામ કહેવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને “મરા મરા’ કહેવાથી નારાજ થઈ જાય છે. “મરા મરા’ કહેવાથી દેવી નારાજ થઈ જાય છે. બેટા, મને ખબર નથી કે “મરા મરા” કહેવાથી કઈ દેવી નારાજ થઈ જાય છે અને રામ રામ’ કહેવાથી કયા ભગવાન પ્રસન્ન થઈ જાય છે. ના મહારાજજી ! ચંદનની માળા ફેરવવાથી શંકરજી પ્રસન્ન થાય છે અને રુદ્રાક્ષની માળા ફેરવવાથી શંકરજી નારાજ થઈ જાય છે. બેટા, મને ખબર નથી.
ભગવાનને બાળક સમજો છો?
મિત્રો, આપ શું એમ સમજો છો કે શંકરજી એટલા બુદ્ધિહીન અને અણસમજુ છે કે ચંદનની માળાથી તેઓ ખુશ થઈ જાય અને દ્રાક્ષની માળાથી નારાજ થઈ જાય? એવું તો બાળકો કરે છે. આપ સફેદ રંગનો ફુગ્ગો લઈ આપો તો બાળક નારાજ થઈ શકે છે અને કહે છે કે મને તો ગુલાબી રંગનો જોઈએ, સફેદ રંગનો નહિ લઉં. શંકરજી કઈ માળા પહેરશે – ચંદનની કે રુદ્રાક્ષની? ના સાહેબ, હું તો રુદ્રાક્ષની પહેરીશ, ચંદનની નહિ. બાળક જેવી વર્તણૂક ભગવાન શંકરની હશે એવો આપનો ખ્યાલ છે. પણ એવું હોઈ શકે નહિ. જો આપ એમ માનતા હો કે શંકર ભગવાન બાળક નથી, સમજદાર છે તો પછી આપે બીજી રીતે વિચાર કરવો પડશે. તો આપે માળાઓની પરખ કરવાની, શંકરજીને પ્રસન્ન કરવાની તથા એ દુકાનદારના દરવાજે નાક ઘસવાની જરૂર નહિ પડે. કેમ સાહેબ ! આ રુદ્રાક્ષની માળા અસલી છે કે નકલી? શું મતલબ છે આપનો ? મતલબ એમ છે કે અસલી રુદ્રાક્ષની માળા હશે તો શંકરજી પ્રસન્ન થઈ શકે છે અને નકલી હોય તો નારાજ થઈ શકે છે. આ…હા ? તો
આ ચક્કર છે? આ મામલો છે? શંકરજી અસલી રુદ્રાક્ષથી પ્રસન્ન થઈ જાય છે અને નકલીથી નારાજ થઈ જાય છે ?
બધો ખેલ ભાવનાઓનો
બુદ્ધિહીન માણસ એમ સમજે છે કે માળાઓના અસલી-નકલીપણામાં શંકરજીની પ્રસન્નતા અને નારાજગી ટકેલાં છે, પણ એવું બિલકુલ નથી. આપ માટીની ગોળીઓથી બનેલી માળાથી જપ કરી લો, તો પણ શંકરજી માટીના બનેલા દ્રોણાચાર્યે જેવો ચમત્કાર બતાવ્યો હતો એવો જ ચમત્કાર બતાવી શકે છે. આ તમામ ખેલ ભાવનાઓનો છે, શ્રદ્ધાનો ખેલ છે, માન્યતાઓનો ખેલ છે. આ લાકડાનો ખેલ નથી. તાંબાના વાસણનું પંચપાત્ર બનાવી દો, તો કેવું હોઈ શકે? સ્ટીલનું પંચપાત્ર બનાવી દો, તો કેવું હોઈ શકે? બેટા, માટીનું પણ બનાવી લે અને જો તારી પાસે કોઈ પંચપાત્ર ન હોય તો હથેળીમાં પાણી લઈને કામ કરે. એનાથી કોઈ ફરક નથી પડતો. મહારાજજી ! એ તો કર્મકાંડોનો, વિધિવિધાનોનો સવાલ છે. છે તો સાચું બેટા ! કર્મકાંડોનો, વિધિવિધાનોનો આખો ને આખો ઢાંચો આપને સાવધાન રાખવા, સતર્ક રાખવા, જાગરૂક રાખવા, નિયમોનું પાલન કરવા માટે બનાવવામાં આવ્યો છે. એટલે એનું સ્વરૂપ તો સાચું છે અને એ રહેવું જોઈએ, જેથી માણસનું એટેન્શનમાં રહેવાનું, સાવધાન રહેવાનું, જાગરૂક રહેવાનું, વિધિ અને વ્યવસ્થા સાથે કામ કરવાનું, અનુશાસનના નિયમોનું પાલન કરવાનું ધ્યાન જળવાઈ રહે. નહિતર ઢીલોપોચો માણસ બધું કામ બગાડી નાંખશે. એટલે અનુશાસન જાળવી રાખવા માટે શાસ્ત્રકારોએ જે મર્યાદાઓ બતાવી છે તેનું રક્ષણ થવું જોઈએ. તેનો હું હિમાયતી છું, વિરોધી નથી, પરંતુ જો આપ એમ માનતા હો કે તેના દ્વારા જ અમારો ઉદેશ પૂરો થઈ શકે છે, તો એ ખોટું છે. આજની વાત સમાપ્ત.
| ૐ શાંતિઃ |
પ્રતિભાવો