SJ-01 : માર્ગદર્શક દ્વારા ભાવિ જીવનક્રમ સંબંધી નિર્દેશ-૦૪, મારું વિલ અને વારસો
February 19, 2021 Leave a comment
માર્ગદર્શક દ્વારા ભાવિ જીવનક્રમ સંબંધી નિર્દેશ
મારો અનુભવ એવો રહ્યો છે જેટલી ઉત્સુકતા સાધકોને સિદ્ધપુરુષ શોધવાની હોય છે એનાથી અનેકગણી ઉત્કંઠા સિદ્ધપુરુષને સુપાત્ર સાધકો શોધવાની હોય છે. સાધક સુપાત્ર જોઈએ. જેણે પોતાનું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર શુદ્ધ બનાવી લીધા હોય તે જ સાચો સાધક છે. એણે માર્ગદર્શક શોધવા નથી પડતા, પરંતુ તેઓ પોતે દોડતા એની પાસે આવે છે અને આંગળી પકડીને એને આગળ ચાલવાનો રસ્તો બતાવે છે. જ્યાં તેઓ લથડી પડે છે ત્યાં ખોળામાં બેસાડીને, ખભા પર બેસાડીને રસ્તો પાર કરાવે છે. મારી બાબતમાં આવું જ બન્યું છે. ઘેર બેઠા પધારીને મને વધારે સામર્થ્યવાન બનાવવા માટે ર૪ વર્ષનાં ગાયત્રી મહાપુરશ્ચરણ એમણે કરાવ્યાં તથા એની પૂર્ણાહુતિમાં હજાર કુંડી ગાયત્રી યજ્ઞ સંપન્ન કરાવ્યો. ધર્મતંત્રથી લોકશિક્ષણ માટે એક લાખ અપરિચિત વ્યક્તિઓને માત્ર પરિચિત જ નહિ, પરંતુ ઘનિષ્ઠ બનાવીને ખભેખભો મિલાવીને ચાલવા યોગ્ય બનાવી દીધા.
પોતાના પ્રથમ દર્શન વખતે જ ચોવીસમા પુરશ્ચરણ પૂરાં કરવાની તથા ચાર વખત એક એક વર્ષ માટે હિમાલય બોલાવવાની વાત ગુરૂદેવે કહી હતી.મને હિમાલય વારંવાર બોલાવવાનાં અનેક કારણ હતાં. એમાંનું એક એ કે સૂમસામ પ્રકૃતિના સાંનિધ્યમાં, પ્રાણીઓ તથા સગવડોના અભાવમાં આત્માને એકલતા સાલતી તો નથી? બીજું એ કે આ ક્ષેત્રમાં રહેનારાં હિંસક પશુઓની સાથે મિત્રતા કેળવવા જેટલી આત્મીયતાનો વિકાસ થયો છે કે નહિ. ત્રીજું એ કે એ આખું ક્ષેત્ર દેવાત્મા છે. એમાં ઋષિઓએ માનવ શરીરમાં રહીને દેવત્વ વધાર્યું અને દેવમાનવરૂપે એવી ભૂમિકા નિભાવી, જે સાધન અને સહયોગના અભાવે સામાન્ય માણસ માટે નિભાવવી શક્ય ન હતી. એનો મને પ્રત્યક્ષ ખ્યાલ આપવાનો હતો.
એમનો મૂક નિર્દેશ એ હતો કે પ્રાપ્ત કરેલા આત્મબળનો ઉપયોગ ભવિષ્યમાં એવાં પ્રયોજનો માટે મારે એકસાથે કરવાનો છે જે ઋષિઓએ સમયાંતરે તત્કાલીન સમસ્યાઓના ઉકેલ માટે પોતાના પ્રબળ પુરુષાર્થથી સંપન્ન કર્યા હતાં. આ સમય એવો છે, જેમાં અસંખ્ય અભાવોની એક સાથે પૂર્તિ કરવાની છે. સાથે સાથે એક સામટીં આવી પડેલી વિપત્તિઓની સામે ઝઝૂમવાનું છે. આ બંને કાર્યોઆ ઉત્તરાખંડ કુરુક્ષેત્રમાં ભૂતકાળમાં સંપન્ન થયાં છે. પુરાતન દેવતાઓ-ઋષિઓમાંથી કેટલાક આંશિક રૂપે સફળ આવનારી જવાબદારીઓની પહેલેથી જાણકારી મળી જાય અને પૂર્વજો કઈ રીતે દાવપેચ અજમાવીને વિજય મેળવતા હતા, એ જાણી લેવાથી કંઈક સરળતા રહે. આ ત્રણેય પ્રયોજન સમજવા, અપનાવવા અને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે જ મારી ભાવિ હિમાલય યાત્રાઓ થવાની છે એવો એમનો નિર્દેશ હતો. આગળ એમણે બતાવ્યું કે, “અમારા લોકોની જેમ તારે પણ સૂક્ષ્મ શરીરથી અત્યંત મહત્ત્વપૂર્ણ કામ કરવાનાં છે. એનો પૂર્વાભાસ કરવા માટે તારે એ શીખવું પડશે કે સ્થૂળ શરીરથી હિમાલયના ક્યા ભાગમાં કેટલા સમય સુધી ક્વી રીતે રહી શકાય છે અને નિર્ધારિત ઉદેશને પૂર્ણ કરવામાં સંલગ્ન રહી શકાય છે.”
સામાન્ય ઠંડી-ગરમીની ઋતુમાં જીવનજરૂરી બધી જ વસ્તુઓ મળી જાય છે. શરીર પર પણ ઋતુઓની અસહ્ય અસર થતી નથી, પરંતુ હિમાલય ક્ષેત્રના સગવડ વગરના પ્રદેશમાં સ્વલ્પ સાધનોની મદદથી કઈ રીતે રહી શકાય એ પણ એક કલા છે, સાધના છે. જેવી રીતે નટ શરીરની સાધના કરીને અનેક પ્રકારના ખેલોનો અભ્યાસ કરે છે. એવી જ રીતે તદ્દન એકલા રહેવાનો એ અભ્યાસ છે. પાંદડાં અને કંદમૂળની મદદથી નિર્વાહ કરવો પડે છે અને હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને પોતાના પ્રાણ બચાવવા પડે છે.
જયાં સુધી સ્થૂળ શરીર હોય ત્યાં સુધી બધી ઝંઝટ રહે છે સૂક્ષ્મ શરીરમાં જતા રહ્યા પછી સ્થૂળ શરીરની જે જરૂરિયાત હોય છે તે બધી ટળી જાય છે, ઠંડી-ગરમીથી બચવું, ભૂખતરસ મટાડવી, નિદ્રા અને થાકનો ભાર – આ બધી ઝંઝટ એ સ્થિતિમાં રહે છે. પગે ચાલીને માણસ થોડેક દૂર સુધી જ જઈ શકે છે, પરંતુ સૂક્ષ્મ શરીર દ્વારા એક દિવસમાં સેંકડો યોજનાનો પ્રવાસ થઈ શકે છે. એકસાથે એક મુખથી હજારો વ્યક્તિઓના અંતઃકરણ સુધી પોતાનો સંદેશ પહોંચાડી શકાય છે. સૂક્ષ્મ શરીરધારી બીજાઓને એટલી બધી મદદ કરી શકે છે જે સ્થૂળ શરીરથી શક્ય નથી. એથી સિદ્ધપુરુષો સૂક્ષ્મ શરીર દ્વારા કામ કરે છે. એમની સાધનાઓ પણ સ્થૂળ શરીરવાળા માનવો કરતાં જુદી હોય છે.
સ્થૂળ શરીરધારીઓની સીમા નાની હોય છે. એમની ઘણી ખરી શક્તિ તો શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં તથા દુર્બળતા, રુગ્ણતા, જીર્ણતા વગેરે અવરોધોને દૂર કરવામાં ખર્ચાઈ જાય છે, પરંતુ સ્થૂળ શરીરનો લાભ એ છે કે પ્રત્યક્ષ દેખી શકાય એવું કાર્યતો સ્થૂળ શરીરથી જ થઈ શકે છે. એ કક્ષાની વ્યક્તિઓ સાથે હળવું મળવું, આદાન પ્રદાન કરવું તે શરીરની મદદથી જ થઈ શકે છે. આથી લોકો સાથે સંપર્ક ચાલુ રાખવા માટે પ્રત્યક્ષ શરીર પાસેથી જ કામ લેવું પડે છે. તે જીર્ણ થતાં અશક્ત થઈ જાય છે અને તેનો ત્યાગ કરવો પડે છે. આવી સ્થિતિમાં એના દ્વારા શરૂ કરેલાં કાર્યો અધૂરાં રહી જાય છે. આથી જેમણે લાંબા સમય સુધી રહેવું હોય અને મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓનાં અંતરમાં પ્રેરણાઓ તથા ક્ષમતાઓ ભરીને તેમની પાસે મોટાં કામો કરાવતાં રહેવું હોય એમણે સૂક્ષ્મ શરીરમાં જ પ્રવેશ કરવો પડે છે.
“જ્યાં સુધી તારા સ્થૂળ શરીરની જરૂર હશે ત્યાં સુધી તે કામ કરશે. ત્યારબાદ એ છોડીને સૂક્ષ્મ શરીરમાં જવું પડશે. તે વખતે તારી સાધનાઓ જુદી હશે અને ક્ષમતાઓ અનેકગણી વધી ગઈ હશે. વિશિષ્ટ વ્યક્તિઓ સાથે સંપર્ક રહેશે. મોટાં કાર્યો આ રીતે થઈ શકશે.”
ગુરુદેવે કહ્યું, “ઉચિત સમયે તારો પરિચય દેવાત્મા હિમાલય ક્ષેત્ર સાથે કરાવવો પડશે. ગોમુખની નીચે સુધી સંત મહાપુરુષો સ્થૂળ શરીરમાં નિવાસ કરે છે. આ ક્ષેત્રમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ છે. એમની વચ્ચે રહેવાનો અભ્યાસ કરવા માટે એક વરસ ત્યાં નિવાસ કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત હિમાલયનું હ્દય જેને અધ્યાત્મનું કુવકેન્દ્ર કહે છે, તેમાં ચાર ચાર દિવસ રોકાવું પડશે, આપણે સાથે જ રહીશું. સ્થૂળ શરીર જેવી સૂક્ષ્મ શરીરની સ્થિતિ બનાવતા રહીશું. ત્યાં કોણ રહે છે, કઈ સ્થિતિમાં રહે છે. તારે કઈ સ્થિતિમાં રહેવું પડશે એની પણ તને ખબર પડી જશે. બંને શરીરોનો – બંને ક્ષેત્રોનો અનુભવ ક્રમશઃ વધતો રહેતાં તું એવી સ્થિતિમાં પહોંચી જઈશ કે જેમાં ઋષિઓ પોતાના નિર્ધારિત સંકલ્પને પૂર્ણ કરવામાં મગ્ન રહે છે. ટૂંકમાં, તને ચાર વખત બોલાવવાનો ઉદ્દેશ્ય આ જ છે. એ માટે જે અભ્યાસ કરવો પડશે, જે પરીક્ષા પાસ કરવી પડશે એ ઉદ્દેશ્ય પણ તને બોલાવવા પાછળ રહેલો છે. તારી અહીંની પુરશ્ચરણ સાધનામાં એ વિશિષ્ટ પ્રયોગથી કોઈ વિઘ્ન નહિ આવે. –
સૂક્ષ્મ શરીરધારીઓ એ ક્ષેત્રમાં આજે નિવાસ કરે છે. હિમયુગ પછી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. જ્યાં ધરતીનું સ્વર્ગ હતું ત્યાંનું વાતાવરણ હવે દેવતાઓ માટે ઉપયુક્ત રહ્યું નથી. તેથી તેઓ અંતરિક્ષમાં રહે છે.
પૂર્વકાળમાં ઋષિગણ ગોમુખથી કૃષિકેશ સુધી પોતપોતાની રુચિ અને સુવિધા મુજબ રહેતા હતા. તે ક્ષેત્ર અત્યારે પર્યટકો, તીર્થયાત્રીઓ અને વ્યવસાયી મનુષ્યોથી ભરાઈ ગયું છે. આથી તેને એમના માટે છોડી દેવામાં આવ્યું છે. અનેક દેવમંદિર ત્યાં બની ગયાં છે, જેથી યાત્રીઓનું કુતૂહલ, પુરાતનકાળનો ઈતિહાસ અને ત્યાંના નિવાસીઓનો નિર્વાહ ચાલતો રહે.
મને જણાવવામાં આવ્યું છે કે થિયોસોફીની સંસ્થાપિકા બ્લવેસ્ટી સિદ્ધ પુરુષ હતાં. એવી માન્યતા છે કે તેઓ સ્થૂળ શરીરમાં રહીને પણ સૂક્ષ્મ શરીરધારીઓ સાથે સંપર્ક રાખતાં હતાં. એમણે પોતાનાં પુસ્તકોમાં લખ્યું છે કે દુર્ગમ હિમાલયમાં “અદશ્ય સિદ્ધ પુરુષોની પાર્લમેન્ટ’ છે. એ જ રીતે એ ક્ષેત્રના દિવ્ય નિવાસીઓને “અદશ્ય સહાયક’ પણ કહેવામાં આવ્યા છે. ગુરુદેવે કહ્યું, “એ બધું સાચું છે. તું તારાં દિવ્ય ચક્ષુઓથી એ બધું હું જ્યાં રહું છું એ હિમાલય ક્ષેત્રમાં જોઈ શકીશ.” તિબેટક્ષેત્ર એ વખતે હિમાલયની હદમાં આવતું. હવે તે સીમા ઘટી ગઈ છે, છતાં પણ બ્લેટ્સીનું કથન સાચું છે. સ્થૂળ શરીરધારી તે જોઈ શકતા નથી, પણ મને મારા માર્ગદર્શક ગુરુદેવની મદદથી એ જોવાનું આશ્વાસન મળી ગયું.
ગુરુદેવે કહ્યું, “મારા બોલાવવાની પ્રતીક્ષા કરતો રહેજે. જ્યારે પરીક્ષાની સ્થિતિ માટે ઉપયુક્તતા અને જરૂરિયાત સમજાશે ત્યારે જ બોલાવવામાં આવશે. પોતાના તરફથી એની ઈચ્છા કે પ્રતીક્ષા ન કરીશ. પોતાની જાતે જિજ્ઞાસાવશ એ તરફ પ્રયાણ કરીશ નહિ. એ બધું નિરર્થક જશે. તારા સમર્પણ પછી એ જવાબદારી મારી બની જાય છે.” આટલું કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા.
પ્રતિભાવો