૨. ગાયત્રી સૂક્ષ્મ શક્તિઓનો સ્રોત, ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧
February 27, 2021 Leave a comment
ગાયત્રી સૂક્ષ્મ શક્તિઓનો સ્રોત
આ અગાઉનાં પ્રકરણમાં બતાવ્યું છે તે મુજબ એક અવ્યય નિર્વિકાર અજર અમર પરમાત્માની એકોડહં બહુસ્યામિહં, એકલો છું તે બહુ થઈ જાઉં,’ એવી એ ઇચ્છા જ શક્તિ બની ગઈ. એ ઇચ્છા, સ્ફુરણા યા શક્તિને જ બ્રહ્મા પત્ની કહેવામાં આવે છે. આમ બ્રહ્મ એકમાંથી બે થઈ ગયું. તેથી એને આપણે લક્ષ્મીનારાયણ, સીતારામ, રાધેશ્યામ, ઉમામહેશ, શક્તિશિવ, માયાબ્રહ્મ, પ્રકૃતિપરમેશ્વર આદિ નામોથી સંબોધવા લાગ્યા.
આ શક્તિ મારફત અનેક પદાર્થો તથા પ્રાણીઓનું નિર્માણ થવાનું હતું. તેથી તેને પણ ત્રણ ભાગોમાં વહેંચી નાખવી પડી જેથી અનેક પ્રકારનાં સંમિશ્રણ તૈયાર થઈ શકે અને વિવિધ ગુણ, કર્મ સ્વભાવવાળા જડચેતન પદાર્થો બની શકે. બ્રહ્મશક્તિના આ ત્રણ ટુકડા-(૧) સત્ (૨) રજસ્ (૩) તમસ્ એવાં નામથી ઓળખાવા લાગ્યા. સત્ નો અર્થ છે-ઈશ્વરનું દિવ્ય તત્ત્વ. તમ્ નો અર્થ છે નિર્જીવ પદાર્થોમાં પરમાણુઓનું અસ્તિત્વ. રજનો અર્થ છે જડ પદાર્થો અને ઈશ્વરીય દિવ્ય તત્ત્વોના સંમિશ્રણમાંથી ઉત્પન્ન થયેલું આનંદદાયક ચૈતન્ય. આ ત્રણ તત્ત્વો મૂળ સૃષ્ટિનું મૂળ કારણ છે. એ સિવાય સ્થૂળ ઉપાદાનના રૂપમાં માટી, પાણી, હવા, અગ્નિ, આકાશ એ પાંચે સ્થૂળ તત્ત્વો બીજાં પણ ઉત્પન્ન થાય છે. આ તત્ત્વોના પરમાણુઓ તથા એમની શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ તન્માત્રાઓ દ્વારા દશ્ય સૃષ્ટિનું બધું કાર્ય ચાલે છે. પ્રકૃતિના બે ભાગ છે સૂક્ષ્મ પ્રકૃતિ, જે શક્તિ પ્રવાહના રૂપમાં કામ કરે છે, તે સત્-રજસ અને તમસ્ મયી છે. સ્થૂલ પ્રકૃતિ, જેનાથી દશ્ય પદાર્થોનું નિર્માણ અને ઉપયોગ થાય છે, તે પરમાણુમયી છે. એ માટી, પાણી, હવા વગેરે સ્થૂળ પાંચ તત્ત્વોને આધારે પોતાની પ્રક્રિયા ચાલુ રાખે છે.
ઉપરની હકીકત પરથી વાંચકો સમજી ગયા હશે કે પહેલાં એક બ્રહ્મ હતું. એની સ્ફુરણાથી આદિશક્તિનો આવિર્ભાવ થયો. એ આદિશક્તિનું નામ જ ગાયત્રી છે. જેવી રીતે બ્રહ્મ પોતાના બે ભાગો બનાવી લીધા છે તેવી રીતે આદિશક્તિ ગાયત્રીએ પણ પોતાના ત્રણ ભાગો બનાવી લીધા છે. (૧) સત્ જેને “હીં અથવા સરસ્વતી કહેવામાં આવે છે. (૨) રજસ્ જેને “શ્રી’ અથવા લક્ષ્મી કહેવામાં આવે છે. (૩) તમસ્ જેને “કલીં અથવા કાલી કહેવામાં આવે છે. વસ્તુતઃ સત્ અને તમસ્ બે જ વિભાગો થયા. એ બન્નેના મળવાથી જે ધારા ઉત્પન્ન થઈ, તે રજસ્ કહેવાય છે. જેમ ગંગા, યમુના જ્યાં મળે છે, ત્યાં એમની મિશ્રિત ધારાને સરસ્વતી કહેવામાં આવે છે તેમ સરસ્વતી જેવી કોઈ જુદી નદી નથી. તેમ એ બે નદીઓ મળવાથી રજસ્ ઉત્પન્ન થયું અને એ ત્રિધા પ્રકૃતિ કહેવાઈ.
અદ્વૈતવાદ, દ્વેતવાદ, ત્રૈતવાદનો બહુ જ ઝઘડો થતો જોવામાં આવે છે. માત્ર એને સમજવામાં જ ફેર છે. બ્રહ્મ, જીવ, પ્રકૃતિ એ ત્રણ જ અસ્તિત્વમાં છે. પહેલાં એક બ્રહ્ય હતું. એ ઠીક છે, તેથી અદ્વૈતવાદ પણ ઠીક છે, પછી બ્રહ્મ અને શક્તિ (પ્રકૃતિ) એમ બે થઈ ગયાં, તેથી અદ્વૈતવાદ પણ ઠીક છે. પ્રકૃતિ અને પરમેશ્વરના સંગથી જે રસાનુભૂતિ અને ચૈતન્ય મિશ્રિત રજસત્તા ઉત્પન્ન થઈ, તે જીવ કહેવાઈ. આ પ્રકારે ઈશ્વર, જીવ, પ્રકૃતિ ત્રણેયનું અસ્તિત્વ માનવું પણ ઠીક છે. એ પ્રકારે ત્રેતવાદતા પણ ઠીક છે. મુક્તિ થયા પછી જીવસત્તા નષ્ટ થાય છે. એનાથી પણ સ્પષ્ટ થાય છે કે જીવધારીની જે વર્તમાન સત્તા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઉપર આધારિત છે તે એક મિશ્રણ માત્ર છે.
તત્ત્વદર્શનના ગંભીર વિષયમાં પ્રવેશ કરીને આત્માના સૂક્ષ્મ વિષયો પર પ્રકાશ પાડવાનો અહીં અવસર નથી. આ પંક્તિઓમાં તો સ્કૂલ અને સૂક્ષ્મ પ્રકૃતિના ભેદ બતાવવાના છે, કેમ કે વિજ્ઞાનના બે ભાગ અહીંથી જ થાય છે. મનુષ્યની દ્વિધા પ્રકૃતિ અહીંથી જ બને છે. પંચતત્ત્વો દ્વારા કામ કરનારી સ્થૂળ પ્રકૃતિનું અન્વેષણ કરનારા મનુષ્યો ભૌતિક વિજ્ઞાની કહેવાય છે. એમણે પોતાના બુદ્ધિબળથી પંચતત્ત્વોના ભેદો, ઉપભેદોને જાણીને તેમાંથી લાભ ઉઠાવવાની અનેક તરકીબો શોધી કાઢી છે અને એમાંથી અનેક લાભો પ્રાપ્ત કર્યા છે. રસાયણ, કૃષિ, વિદ્યુત, વરાળ, શિલ્પ, સંગીત, ભાષા, સાહિત્ય, વાહન, ગૃહ નિર્માણ, ચિકિત્સા, શાસન, ખગોળ વિદ્યા, અસ્ત્રશસ્ત્ર, દર્શન, ભૂ પરિશોધન આદિ અનેક પ્રકારનાં સુખસાધનો શોધી કાઢ્યો અને રેલવે, મોટર, તાર, ટપાલ, રેડિયો, ટેલિવિઝન, ફોટો, ઘડિયાળ વગેરે વિવિધ વસ્તુઓ બનાવવાનાં મોટાં મોટાં યંત્રો નિર્માણ કર્યા. ધન, સુખ, સગવડો અને આરામનાં સાધનો સુલભ થયો. આ માર્ગથી જે લાભો મળે છે એને શાસ્ત્રીય ભાષામાં “પ્રેય” અથવા “ભોગ” કહેવામાં આવે છે. આ વિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન કહેવાય છે. એ સ્થળ પ્રકૃતિના ઉપયોગની વિદ્યા છે.
સૂક્ષ્મ પ્રકૃતિ એ છે કે જે આદ્યશક્તિ ગાયત્રીમાંથી ઉત્પન્ન થઈને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગામાં વહેંચાઈ જાય છે. આ સર્વવ્યાપી શક્તિ નિઝર પંચતત્ત્વોથી પણ ઘણી વધારે સૂક્ષ્મ છે. જેમ નદીઓના પ્રવાહમાં જળની લહરીઓ વાયુ સાથે અથડાવાથી “કલકલ’ને મળતો ધ્વનિ થયા કરે છે, તેવો જ ત્રણ પ્રકારનો સૂક્ષ્મ ધ્વનિ પ્રકૃતિની શક્તિ ધારાઓમાંથી ઊઠે છે. સત્ પ્રવાહમાં હીં રજસ્ પ્રવાહમાં “શ્રી” અને તમસ્ પ્રવાહમાં “કલીં’ શબ્દને મળતો ધ્વનિ ઉત્પન્ન થાય છે. એનાથી પણ સૂક્ષ્મ તો બ્રહ્મનો ઓમકાર ધ્વનિ પ્રવાહ છે. નાદયોગની સાધના કરનારાઓ ધ્યાનમગ્ન થઈને આ ધ્વનિઓ પકડે છે અને એમની મદદથી સૂક્ષ્મ પ્રકૃતિને પણ પાર કરીને બ્રહ્મસાયુજ્ય સુધી પહોંચે છે. એ યોગ સાધનાપંથ ગાયત્રી મહાવિજ્ઞાનના ત્રીજા ખંડમાં વાંચકો આગળ રજૂ કરવામાં આવશે.
પ્રાચીનકાળમાં આપણા પૂજ્ય પૂર્વજોએ, ઋષિમુનિઓએ પોતાની સુતીક્ષ્ણ દૃષ્ટિથી વિજ્ઞાનના આ સૂક્ષ્મ તત્ત્વને પકડ્યું હતું. એની જ શોધ અને સફળતામાં પોતાની શક્તિઓ કામે લગાડી હતી. ફળસ્વરૂપ વર્તમાનકાળના યશસ્વી ભૌતિકવિજ્ઞાન કરતાં અનેકગણા લાભાન્વિત થવામાં સમર્થ થયા હતા. તેઓ આદ્યશક્તિના સૂક્ષ્મ શક્તિ પ્રવાહો પર પોતાનો અધિકાર સ્થાપી શક્યા હતા. એ તો દેખીતું સત્ય છે કે, મનુષ્યના શરીરમાં અનેક પ્રકારનાં સૂક્ષ્મ વિદ્યુત શક્તિઓનાં કેન્દ્ર છે. એમને જાગૃત કરવાથી અનેક પ્રકારની શક્તિઓનો આવિર્ભાવ થાય છે. આપણા ઋષિમુનિઓ યોગસાધના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં છૂપાં રહેલા શક્તિકેન્દ્રોને, ચક્રોને, ગ્રંથિઓને, ભ્રમરોને, માતૃકાઓને, જ્યોતિઓને જગાડતા હતા અને એ જાગરણથી જે શક્તિ પ્રવાહો ઉત્પન્ન થતા હતા, એમને આદ્યશક્તિના ત્રિવિધ પ્રવાહોમાંથી જેની સાથે જરૂર પડતી તેની સાથે સંબંધિત કરી દેતા હતા. જેમ કે રેડિયો-સ્ટેશનના ટ્રાન્સમીટર યંત્રને જ્યારે કોઈ બીજા રેડિયો સ્ટેશનના ધ્વનિપ્રેષક સાથે જોડવામાં આવે છે, ત્યારે બંનેની વિદ્યુતશક્તિ એકસરખી થવાને કારણે પરસ્પર સંબંધિત થઈ જાય છે તથા એ સ્ટેશનો વચ્ચે વાર્તાલાપોનો, સંવાદોના આદાન-પ્રદાનનો વ્યવહાર ચાલુ થઈ જાય છે. આ પ્રકારે સાધના દ્વારા શરીરમાં ગુપ્ત અને સુષુપ્ત પડેલાં કેન્દ્રોને જાગૃત કરવાથી સૂક્ષ્મ પ્રકૃતિના શક્તિપ્રવાહો સાથે સંબંધ સ્થાપિત થઈ જાય છે ત્યારે મનુષ્ય અને આદ્યશક્તિ પરસ્પર જોડાઈ જાય છે. આ સંબંધને લીધે મનુષ્ય એનાથી આદ્યશક્તિના ગર્ભનાં રહસ્યોને સમજવા લાગે છે અને પોતાની ઈચ્છાનુસાર તેનો ઉપયોગ કરી શકે છે. કેમ કે જગતમાં જે કંઈ છે તે બધું આદ્યશક્તિની અંદર છે, તેથી એની સાથે જોડાયેલી વ્યક્તિ પણ જગતના બધા પદાર્થો અને સાધનો સાથે પોતાનો સંબંધ સ્થાપી શકે છે.
વર્તમાનકાળમાં વૈજ્ઞાનિકો પંચતત્ત્વોની સીમા સુધી સીમિત સ્થૂળ પ્રકૃતિની સાથે એના પરમાણુઓની સાથે સંબંધ સ્થાપિત કરવાને માટે મોટાં મોટાં કીમતી મશીનોનો વિદ્યુત, વરાળ, ગેસ, પેટ્રોલ આદિનો પ્રયોગ કરીને કેટલાક આવિષ્કારો કરે છે અને થોડો ઘણો લાભ મેળવે છે. આ રીતે ભારે શ્રમસાધ્ય, કષ્ટસાધ્ય, ધનસાધ્ય અને સમયસાધ્ય હોય છે. એમાં ભવિષ્યમાં ખરાબી, ભાંગફોડ અને ફેરફારની ખટપટ પણ રહ્યા જ કરે છે એ યંત્રોની સ્થાપના, રક્ષણ અને નિર્માણને માટે હંમેશાં કામ ચાલુ રાખવું પડે છે તથા એની સ્થાન બદલી તો વધારે જ કઠિન હોય છે. એવી ઝંઝટ ભારતીય યોગવિજ્ઞાનના વિજ્ઞાનવેત્તાઓ સામે ન હતી. તેઓ કોઈ પણ યંત્રની મદદ વિના અને સંચાલક તેમજ વિદ્યુત, પેટ્રોલ વગેરે વિના જ કેવળ પોતાના શરીરનાં શક્તિકેન્દ્રોનો સંબંધ સૂક્ષ્મ પ્રકૃતિ સાથે જોડીને એવાં એવાં આશ્ચર્યકારક કાર્યો કરતા હતા, જેની સંભાવના વિશે આજના ભૌતિક વિજ્ઞાનીઓ સમજવા સમર્થ થયા નથી.
મહાભારત વગેરે અને લંકા-યુદ્ધમાં જે અસ્ત્રશસ્ત્રો વપરાયાં હતાં તેમાંના બહુ જ થોડાંનું ઝાંખું રૂપ અત્યારે આપણે જોઈએ છીએ. રડાર, ગૅસ, બોંબ, અણુબોંબ, રોગ-કટાણું-બોંબ, પરમાણુ-બોંબ, મૃત્યુ-કિરણ આદિનું ઝાંખું ચિત્ર અત્યારે કેટલાય પ્રયત્ન તૈયાર થવા પામ્યું છે. પ્રાચીનકાળમાં મોહનાસ્ત્ર, બ્રહ્મપાશ, નાગપાશ, વરૂણાસ્ત્ર, આગ્નેય બાણ તેમજ શત્રુને માર્યા પછી પાછા ફરનારાં બાણો વપરાતાં હતાં. શબ્દવેધ પણ પ્રચલિત હતો. એવાં અસ્ત્ર શસ્ત્રો કોઈ પણ જાતનાં મશીનોથી નહીં પણ મંત્રબળથી ચલાવાતાં હતાં. મંત્રબળથી “કૃત્યા” અથવા “ઘાત ચલાવાતી હતી જે શત્રુને તે ગમે ત્યાં છુપાયો હોય ત્યાંથી શોધી કાઢીને મારી નાખતી હતી. લંકામાં બેઠેલો રાવણ અને અમેરિકામાં બેઠેલો અહિરાવણ પરસ્પર સારી રીતે વાતો કરી શકતા હતા. એમને કોઈ રેડિયો યંત્ર કે ટ્રાન્સમીટરની જરૂર પડતી ન હતી. પેટ્રોલ વગર જ વિમાનો ઊડતાં હતાં.
અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓનું યોગશાસ્ત્રોમાં અનેક ઠેકાણે વર્ણન કરવામાં આવ્યું છે. ગાયત્રી અગ્નિમાં પ્રવેશ કરવો, પાણી પર ચાલવું, વાયુની જેમ ઝડપથી દોડવું, મનુષ્યોની પશુપંખીઓ સાથે તેમજ પશુપંખીની મનુષ્યો સાથે શરીરની અદલાબદલી કરવી, શરીરને બહુ જ નાનું કે બહુ જ મોટું, હલકું યા ભારે બનાવવું, શાપથી અનિષ્ટ ઉત્પન્ન કરી દેવું, વરદાનોથી ઉત્તમ લાભોની પ્રાપ્તિ, મૃત્યુને રોકવું, પુત્રેષ્ટિ યજ્ઞ, ભવિષ્યનું જ્ઞાન, બીજાના અંતઃકરણની જાણ, ક્ષણભરમાં યથેચ્છ ધન,
ઋતુ, નગર, જીવ, જંતુ, ગણ આદિ ઉત્પન્ન કરવાં, સમસ્ત બ્રહ્માંડની હિલચાલથી વાકેફ થવું, કોઈ પણ વસ્તુનું રૂપાંતર કરી નાખવું, ભૂખ, તરસ, નિદ્રા, શરદી-ગરમી પર વિજય, આકાશમાં ઊડવું આદિ અનેક આશ્ચર્ય ઉપજાવે એવાં કાર્યો કેવળ મંત્રબળથી, યોગશક્તિથી, અધ્યાત્મ વિજ્ઞાનથી થતાં હતાં અને એ વૈજ્ઞાનિક પ્રયોજનોને માટે કોઈ પણ જાતનાં મશીન, પેટ્રોલ, વીજળી આદિની જરૂર પડતી નહીં. પરંતુ એ કાર્યો શારીરિક વિદ્યુત અને પ્રકૃતિના સૂક્ષ્મ પ્રવાહના સંબંધથી સારી રીતે થતાં. એ ભારતીય વિજ્ઞાન હતું, જેનો આધાર હતી-સાધના.
સાધના દ્વારા કેવળ તમતત્ત્વ સાથે સંબંધ ધરાવવા ઉપરોક્ત પ્રકારના ભૌતિક ચમત્કારો જ નહીં, પણ રજસ્ અને સત્ત્વ ક્ષેત્રના લાભો અને આનંદ પણ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાતા હતા. હાનિ, શોક, વિયોગ, આપત્તિ, રોગ, આક્રમણ, વિરોધ, આઘાત આદિની દુઃખી પરિસ્થિતિઓમાં પડીને જ્યાં સાધારણ મનોભૂમિકાવાળા મનુષ્યોમાં મૃત્યુ તુલ્ય કષ્ટ થાય છે, ત્યાં આત્મશક્તિના ઉપયોગની વિદ્યા જાણનાર વ્યક્તિ વિવેક, જ્ઞાન, વૈરાગ્ય, સાહસ, આશા અને ઈશ્વર વિશ્વાસના આધારે સહેલાઈથી એ મુસીબતોને પાર કરે છે અને ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાના આનંદને વધારવાનો માર્ગ શોધી કાઢે છે. જેનું શારીરિક અને માનસિક સ્વાથ્ય આત્મબળને કારણે ઠીક બન્યું છે, તેને મોટા મોટા અમીરોથી પણ અધિક આનંદમય જીવન ગુજારવાનું સૌભાગ્ય અનાયાસે પ્રાપ્ત થાય છે. રજસ્ શક્તિનો આ ઉપયોગ જાણવાનો આ લાભ ભૌતિક વિજ્ઞાનથી મળનાર લાભો કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે.
“સત્’ તત્ત્વના લાભોનું વર્ણન કરવું એ તો કલમ અને વાણી એ બંનેની શક્તિની બહારનું છે. ઈશ્વરીય દિવ્ય તત્ત્વોની જ્યારે આત્મામાં વૃદ્ધિ થાય છે ત્યારે કરુણા, મૈત્રી, ત્યાગ, સંતોષ, શાંતિ, સેવાભાવ, આત્મીયતા, સત્યનિષ્ઠા, ઈમાનદારી, સંયમ, નમ્રતા, પવિત્રતા, શ્રમપરાયણતા, ધર્મપરાયણતા આદિ સદ્ગણોની માત્રા દિનપ્રતિદિન વધતી જાય છે. પરિણામે જગતમાં એને માટે પ્રશંસા, કૃતજ્ઞતા, પરોપકાર, શ્રદ્ધા, સહાય અને સન્માનના ભાવો વધે છે અને એને પ્રત્યુપકારથી સંતુષ્ટ કરતા રહે છે. આ ઉપરાંત આ સદ્ગુણો એટલા મધુર છે કે જેના હૃદયમાં એમનો નિવાસ થાય છે ત્યાં આત્મસંતોષની નિર્ઝરિણી સર્વદા વહેતી જ રહે છે. એવા લોકો જીવિત અવસ્થામાં હોય કે મૃત અવસ્થામાં એમને જીવનમુક્તિ, સ્વર્ગ, પરમાનંદ, બ્રહ્માનંદ, આત્મદર્શન, પ્રભુપ્રાપ્તિ, બ્રહ્મનિર્માણ, તુરીયાવસ્થા, નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત થતું રહે છે. આ જ તો જીવનનું લક્ષ્ય છે ને ! એ મળ્યાથી આત્મા પરમ તૃપ્તિના આનંદ સાગરમાં નિમગ્ન થઈ જાય છે.
આદ્યશક્તિ ગાયત્રીની સત્, રજસ્ અને તમસ્ મયી ધારાઓ સુધી પહોંચનારો સાધક આધ્યાત્મિક, માનસિક અને શારીરિક ત્રણ પ્રકારનાં સુખસાધનો સુગમતાથી પ્રાપ્ત કરે છે. સરસ્વતી, લક્ષ્મી અને કાલીની સિદ્ધિઓ અલગ અલગ પણ પ્રાપ્ત કરી શકાય છે. પાશ્ચાત્ય દેશોના ભૌતિક વિજ્ઞાનીઓ કલી તત્ત્વનું, કાલી શક્તિનું સંશોધન કરવામાં મશગુલ છે. બુદ્ધિવાદી, ધર્મપ્રચારક, સુધારવાદી ગાંધીવાદી સમાજસેવક, વેપારી, મજૂર, ઉદ્યોગપરાયણ, સમાજવાદી સામ્યવાદી એ બધા શક્તિની સુવ્યવસ્થામાં, લક્ષ્મીના આયોજનમાં લાગી ગયા છે. યોગી, બ્રહ્મવેત્તા, અધ્યાત્મવાદી, તત્ત્વવેત્તા, ભક્તદાર્શનિક તેમજ પરમાર્થી વ્યક્તિ “હીં તત્ત્વની, સરસ્વતીની આરાધના કરી રહ્યા છે. આ ત્રણે વર્ગના લોકો ગાયત્રીની આદ્યશક્તિના એક એક ચરણના ઉપાસકો છે. ગાયત્રીને ‘ત્રિપદા” કહેવામાં આવે છે. એનાં ત્રણ ચરણ છે. એ ત્રિવેણી ઉપર્યુક્ત ત્રણેય ઉદ્દેશોને પૂર્ણ કરવાવાળી છે. માતા બાળકનાં બધાં કામો કરે છે. આવશ્યકતાનુસાર એ તેના માટે ભંગીનું, રસોયણનું, દાયણનું, દરજીનું, ધોબીનું અને ચોકીદારનું કામ કરે છે. આજે પણ જે લોકો આત્મશક્તિને આદ્યશક્તિ સાથે જોડવાની વિદ્યા જાણે છે અને પોતાને તેની સુસંતતિ તરીકે પુરવાર કરે છે, તેઓ ગાયત્રીમાતા પાસેથી ઇચ્છિત લાભ પ્રાપ્ત કરી શકે છે.
જગતમાં દુ:ખનાં ત્રણ કારણો છે. (૧) અજ્ઞાન, (૨) અશક્તિ અને (૩) અભાવ. આ ત્રણે દુ:ખોને ગાયત્રીની સૂક્ષ્મ પ્રકૃતિની ત્રણ ધારાઓનો સદુપયોગ કરવાથી દૂર કરી શકાય છે. અહીં અજ્ઞાનને, “શ્રી અભાવને અને “કલીં અશક્તિને દૂર કરે છે. ભારતીય સૂક્ષ્મવિદ્યાના વિશેષજ્ઞોએ સૂક્ષ્મ પ્રકૃતિ પર અધિકાર જમાવીને ઇચ્છિત આનંદ પ્રાપ્ત કરવા માટે જે વિજ્ઞાનનો આવિષ્કાર કર્યો હતો તે અનેક દષ્ટિએ અસાધારણ અને મહાન છે. એ આવિષ્કારનું નામ છે સાધના. સાધનાથી સિદ્ધિ મળે છે. ગાયત્રી સાધના પણ અનેક સિદ્ધિઓની જનની છે.
પ્રતિભાવો