SJ-01 : મહામાનવ બનવાની વિદ્યા જે હું શીખ્યો અને અપનાવી-૧૩, મારું વિલ અને વારસો
February 28, 2021 Leave a comment
મહામાનવ બનવાની વિદ્યા, જે હું શીખ્યો અને અપનાવી
આગળનો પ્રસંગ શરૂ કરતાં પહેલાં હું મારી જીવન સાધના સાથે, મારી આત્મિક પ્રગતિ સાથે જોડાયેલાં ત્રણ મહત્ત્વપૂર્ણ ચરણની વ્યાખ્યા આપી દઉં એ યોગ્ય ગણાશે. મારી સફળ જીવનયાત્રાનું આ કેન્દ્ર બિન્દુ રહ્યું છે.
જો આત્મકથા વાંચનારને આ માર્ગે ચાલવાની ઈચ્છા થાય, “પ્રેરણા મળે, તો આ તત્ત્વદર્શનને તે પણ જીવનમાં ઉતારે, જેને મેં જીવનમાં ઉતાર્યું છે. અલૌકિક રહસ્યનો પ્રસંગ વાંચવામાં, સાંભળવામાં સારો લાગે છે, પણ તે અમુક વિશિષ્ટ વ્યક્તિઓ સુધી જ મર્યાદિત રહે છે. એનાથી હિપ્નોટાઈઝ થઈને કોઈ એ કર્મકાંડનું પુનરાવર્તન કરી હિમાલય જવા ઈચ્છે તો એ કશું પ્રાપ્ત કરી શકતો નથી. આ કાયામાં રહેલો આત્મા જે મહત્ત્વનો પાઠ શીખ્યો છે તે છે સાચી ઉપાસના. સાચી જીવનસાધના અને સમષ્ટિની આરાધના. આ જ એ માર્ગ છે જે વ્યક્તિને નરમાનવમાંથી દેવમાનવ, ઋષિ અને દેવદૂતના સ્તર સુધી પહોંચાડે છે. જીવન જીવવા માટે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જરૂર પડે છે.
સાહિત્યના સર્જન માટે કલમ, શાહી અને કાગળ જોઈએ. પાક ઉગાડવા માટે બીજ અને ખાતર – પાણીની વ્યવસ્થા કરવી પડે છે. આ ત્રણેય પોતપોતાના સ્થાને મહત્ત્વનાં છે. આમાંથી એકની પણ ઉપેક્ષા કરી શકાતી નથી. આત્માની પ્રગતિ માટે ઉપાસના, સાધના અને આરાધના આ ત્રણેના સમાન સમન્વયની જરૂર પડે છે. એમાંથી કોઈ એકના સહારે લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી, એમાંથી એકેય એવું નથી, જેને છોડી શકાય.
પ્રતિભાવો