SJ-01 : ઉપાસનાનું સાચું સ્વરૂપ-૧૪, મારું વિલ અને વારસો
March 1, 2021 Leave a comment
ઉપાસનાનું સાચું સ્વરૂપ
ભૂલ એ થતી રહે છે કે જે પક્ષ આમાં સૌથી ગૌણ છે, તેને પૂજા પાઠની ઉપાસના માની લેવામાં આવ્યો અને તેટલામાં જ આદિ-અંત ગણી લેવામાં આવ્યા. પૂજાનો અર્થ છે- હાથ તથા વસ્તુ દ્વારા ભગવાનને વિનંતી. આપવામાં આવેલ છૂટકતૂટક ઉપચાર. ભેટ: પાઠનો અર્થ છે – ઈશ્વરનાં ગુણગાન જેમાં અતિશયોક્તિ હોય છે. ઈશ્વર એટલે કે દેવતાને બહુ નીચા સ્તરના સમજવામાં આવે છે. જેમને પ્રસાદ, નૈવેદ્ય, નાળિયેર જેવી વસ્તુઓ જાણે મળતી જ ન હોય. એ મળતાં જાણે ફુલાઈને કૃપા કરશે, જાણે કે જાગીરદારોની જેમ પ્રસંશા સાંભળી ન્યાલ કરી દેવાની એમને ટેવ ન હોય ! એવી માન્યતા રાખનાર ભગવાનના સ્તરની બાબતમાં હમેશાં અજાણ હોય છે અને બાળકોની જેમ ભગવાનને અણસમજુ માને છે, જેમને રમકડાંથી સમજાવી શકાય, મનોકામના પૂર્ણ કરવા માટે લલચાવી શકાય છે. પછી ભલે તે યોગ્ય હોય કે અયોગ્ય હોય. ન્યાય સંગત હોય કે અન્યાયપૂર્ણ. સામાન્ય માણસ આવી ભ્રાંતિનો શિકાર બનેલા છે. કહેવાતા ભક્તોમાંથી કેટલાક સંપત્તિ, સફળતા, સ્વર્ગ, મુક્તિ અને સિદ્ધિ મેળવવાની ચિંતામાં રહે છે. કેટલાક પર ઈશ્વરનાં દર્શનનું ભૂત સવાર થયેલું હોય છે. માળા ફેરવનારા અને અગરબત્તી કરનારાઓમાંથી મોટા ભાગના લોકો આવા જ હોય છે. મોટે ભાગે ઉપાસનાને આટલે સુધી જ સીમિત માનવામાં આવે છે. જે લોકો આમાંનું કંઈક કરે છે, તે પોતાને ભક્ત સમજે છે અને બદલામાં જો ઈચ્છા પૂર્ણ ન થાય તો ભગવાનને હજારગણી ગાળો દે છે. કેટલાક સસ્તાનુ આ ખોળે છે. ઘણા ભક્તો મૂર્તિઓ કે સંતોનાં દર્શન કરીને જ માને છે કે આ ઉપકારના બદલામાં ભગવાન જખ મારીને પણ મનોકામનાઓ પૂરી કરશે.
અક્કલ વગરની કેટલીક માન્યતાઓ સમાજમાં પ્રચલિત છે. લોકો એના પર વિશ્વાસ કરે છે અને અપનાવે પણ છે. એમાંની એક એ પણ છે કે આત્મિક ક્ષેત્રની ઉપલબ્ધિઓ માટે દર્શન – ઝાંખી કે પૂજા-પાઠ જેવા નુસખા અપનાવી લેવા માત્રથી કામ ચાલી જવું જોઈએ, પરંતુ હકીકતમાં એવું નથી. જો એમ હોય તો મંદિરના દર્શનાર્થીઓ અને પૂજાપાઠ કરનારાઓ ક્યારનાય આસમાનના તારા મેળવવામાં સફળ થઈ ગયા હોત. સમજવું જોઈએ કે જે વસ્તુ જેટલી મહત્ત્વપૂર્ણ ધ્યેય, એના કરતાં એનું મૂલ્ય વધારે હોવું જોઈએ. વડાપ્રધાનના મંત્રીમંડળના સભ્ય બનવા માટે લોકસભાની ચૂંટણી જીતવી જોઈએ. ઉપાસનાનો અર્થ છે પાસે બેસવું. એનો અર્થ એ નથી કે મસાફરી દરમિયાન એકબીજાની પાસે બેસવું. જેમ બે ગાઢ મિત્રો શરીરથી જુદા હોય છે, પણ એમનો આત્મા એક હોય છે એ જ રીતે ભક્ત અને ભગવાનનો સંબંધ હોય છે. સાચી નિકટતાને આવા ગંભીર અર્થમાં લેવી જોઈએ. સમજવું જોઈએ કે આમાં કોઈએ કોઈ માટે સમર્પણ કરવું પડશે, કાં તો ભગવાન પોતાના નિયમ, વિધાન, મર્યાદા, અનુશાસન વગેરે છોડીને ભક્તની પાછળ ફરે અને જે કાંઈ સારુ ખોટું માગે તે આપ્યા કરે અથવા તો બીજો ઉપાય એ છે કે ભક્ત પોતાનું જીવન ભગવાનની મરજીને અનુરૂપ બનાવવા માટે આત્મસમર્પણ કરવું પડે છે.
મને મારા માર્ગદર્શક જીવનચર્યાને આત્મોત્કર્ષના ત્રિવિધ કાર્યક્રમોમાં નિયોજિત કરવા સૌ પ્રથમ ઉપાસનાનું તત્ત્વદર્શન અને સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું, “ભગવાન તારી મરજી મુજબ નહિ નાચે. તારે જ ભગવાનના ભક્ત બનીને તેમના સંકેતો પર ચાલવું પડશે. જો તું આવું કરી શકીશ તો જ ભગવાન સાથે તદ્રુપ થવાનો લાભ મેળવી શકીશ.”
ઉદાહરણ આપતાં એમણે સમજાવ્યું કે બળતણની કિંમત કોડી જેટલી હોય છે, પણ જ્યારે તે અગ્નિ સાથે એકરૂપ થાય છે ત્યારે અગ્નિના બધા જ ગુણ તેનામાં આવી જાય છે. અગ્નિ બળતણ નથી બનતો, પણ બળતણે અગ્નિરૂપ બનવું પડે છે. નાળું નદીમાં ભળી જઈ નદી જેવું પવિત્ર અને મહાન બની જાય છે. પણ એવું કદી બનતું નથી કે નદી નાળામાં ભળે અને ગંદી થઈ જાય. પારસને સ્પર્શીને લોખંડ સોનું બની જાય છે. કોઈ ભક્ત એવી આશા રાખે કે ભગવાન એના ઈશારા પર નાચશે તો એ આત્મ-વંચના જ છે. ભક્ત જ ભગવાનના સંકેતો પર કઠપૂતળીની જેમ નાચવું પડે છે. ભક્તની ઈચ્છાઓ ભગવાન પૂરી કરતા નથી પણ ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે ભક્ત આત્મસમર્પણ કરવું પડે છે. ટીપાએ સમુદ્રમાં એકરૂપ થવું પડે છે. સમુદ્ર ટીપું બનતો નથી. આ છે ઉપાસનાનું એકમાત્ર તત્ત્વદર્શન. જે ભગવાન પાસે બેસવા ઈચ્છે તે એના નિર્દેશ અને અનુશાસનનો સ્વીકાર કરે. એનો અનુયાયી, સહયોગી બને.
મારે એવું જ કરવું પડ્યું છે. ભગવાનની ઉપાસના ગાયત્રી માતાના જપ અને સૂર્યદેવના ધ્યાન દ્વારા કરતો રહ્યો. એવી જ ભાવના રાખી છે કે શ્રવણકુમારની જેમ હું તમને બંનેને તીર્થયાત્રા કરાવવાના આદર્શનું પરિપાલન કરીશ. તમારી પાસે કશું જ માગીશ નહિ. આપનો સાચો પુત્ર કહેવડાવી શકે તેવું વ્યક્તિત્વ બનાવીશ. તમારો પુત્ર નાલાયક પાક્યો એવી બદનામી નહિ થવા દઉં.
ધ્યાનની સુવિધા માટે ગાયત્રીને માતા અને સૂર્યદેવને પિતા માન્યા તો સાથે એ પણ અનુભવ કર્યો કે તેઓ સર્વ વ્યાપક અને સૂક્ષ્મ છે. એવી માન્યતાના કારણે એમનાથી મારા રોમેરોમમાં અને મારાથી એમના દરેક તરંગમાં ભળી જવાનું શક્ય બન્યું. મિલનનો આનંદ આના કરતાં ઓછી આત્મીયતામાં આવતો જ નથી. જો એમને માત્ર વિશિષ્ટ વ્યક્તિ જ માન્યા હોત તો બન્ને વચ્ચે એક અંતર રહેતા અને ભળી જઈને આત્મસાત્ થવાની અનુભૂતિમાં વિઘ્ન ઊભું થાત.
અભ્યાસના આરંભિક પગથિયા પર પોતાને વેલ અને ભગવાનને વૃક્ષ માની તેમની પર વીંટળાઈને એટલી ઊંચાઈ સુધી પહોંચવાની માન્યતા બરાબર છે. એ જ રીતે પોતાને બંસી અને ભગવાનને વાદક માનીને એમના દ્વારા અનુશાસિત-અનુપ્રાણિત રહેવાનું ધ્યાન પણ સગવડભર્યું રહે છે. બાળકના હાથમાં દોરી હોય અને એના ઈશારા પર પતંગ આકાશમાં ઊડે એ ધ્યાન પણ ઉત્સાહવર્ધક છે. આ ત્રણેય ધ્યાન મેં સમય સમય પર કર્યા છે અને એનાથી ઉત્સાહવર્ધક અનુભૂતિઓ મેળવી છે, પણ વધારે સુખદ અને પ્રાણવાન અનુભૂતિ એકાકાર અનુભવમાં થઈ છે. પતંગિયાનું દીવા પર આત્મસમર્પણ કરવું, પત્નીએ પતિના હાથોમાં પોતાનું શરીર, મન, અને ધનવૈભવ સોપી દેવો એ ભક્તનું ભગવાન સાથે તાદાત્ય સાધવાનો એક સારો અનુભવ છે. ઉપાસનાકાળમાં આ કૃત્ય અપનાવી જપ અને ધ્યાનની પ્રક્રિયા પૂરી કરી છે.
મારી ઉપાસના ક્રિયાપ્રધાન નહિ, પણ શ્રદ્ધાપ્રધાન રહી છે. નક્કી કરેલી જપસંખ્યા પૂરી કરવા કઠોરતાપૂર્વક અનુશાસનનું પાલન કરવામાં આવ્યું. રાત્રે એક વાગે ઊઠી અને નિર્ધારિત સંકલ્પને પૂરો કરવામાં ભાગ્યે જ આપત્તિકાળમાં ભૂલ થઈ હશે. જે બાકી રહી જાય તેની પૂર્તિ બીજા દિવસે કરવામાં આવી છે. એની ઉપેક્ષા કરવામાં આવી નથી. એ સમયગાળામાં ભાવનાઓથી ઓતપ્રોત રહેવાની મનઃસ્થિતિ બનાવી રાખવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે સફળ પણ રહ્યો છે. સમર્પણ, એકતા, એકાત્મતા, અદ્વૈતની ભાવનાઓનો અભ્યાસ કલ્પનારૂપે શરૂ કર્યો હતો. પાછળથી તે માન્યતા બની ગઈ અને છેલ્લે અનુભૂતિ થવા લાગી.
ગાયત્રી માતાની સત્તા કારણ-શરીરમાં શ્રદ્ધા, સૂક્ષ્મ-શરીરમાં પ્રજ્ઞા અને ધૂળ-શરીરમાં નિષ્ઠા બનીને પ્રગટ થવા લાગી. આ માત્ર કલ્પના નથી. એના માટે વારંવાર કઠોર આત્મ પરીક્ષણ કર્યું. જોયું કે આદર્શ જીવન પ્રત્યે, સમષ્ટિ પ્રત્યે મારી શ્રદ્ધા વધી રહી છે કે નહિ. એના માટે પ્રલોભન અને દબાણ સામે ઈન્કાર કરી શકાય એવી સ્થિતિ છે કે નહિ. સમય સમય પર ઘટનાઓની સાથે પારખું કરવામાં આવ્યું અને અનુભવ્યું કે ભાવના પરિપકવ થઈ ગઈ છે. ભાવના – શ્રદ્ધાનું એવું સ્વસ્થ સ્વરૂપ બનાવી લીધું છે કે જેવું ઋષિકલ્પ સાધકો બનાવતા હતા.
ગાયત્રી માતા માત્ર સ્ત્રીશક્તિના રૂપમાં છબી દેખાડે છે. હવે તે પ્રજ્ઞા બનીને વિચાર સંસ્થાન પર છવાતી ગઈ. એનું જેટલું બની શક્યું તેટલું વિશ્લેષણ કરવામાં આવ્યું. અનેક પ્રસંગોએ મેં ચકાસણી પણ કરી છે કે સમજદારી, જવાબદારી અને બહાદુરીના રૂપમાં પ્રજ્ઞાનો સમન્વય આત્મ ચેતનાના ઊંડાણ સુધી થયો કે નહિ. મેં એવું અનુભવ્યું કે ભાવચેતનામાં પ્રજ્ઞાના રૂપમાં ગાયત્રી માતાનું અવતરણ થયું છે અને એમની ઉપાસના, ધ્યાન-ધારણા ફળતી ગઈ છે. આપણી માન્યતાનું ગુણ, કર્મ, સ્વભાવમાં પરિવર્તન થવું એ જ ઉપાસનાત્મક ધારણાની પરખ છે.
ત્રિપદા ગાયત્રીનું ત્રીજું સ્વરૂપ છે – નિષ્ઠા. નિષ્ઠા અર્થાત્ સંકલ્પ, ધેર્ય, સાહસ, પરાક્રમ, તપ અને કષ્ટ સહન કરવું. જે રીતે નીંભાડામાંથી નીકળેલાં વાસણોને આંગળી ઠોકીને જોવામાં આવે છે, કે આ કાચું તો નથી ને ! એવી રીતે પ્રલોભનો અને ભયના પ્રસંગો વખતે દઢતા ડગી તો નથીને એની ક્રિયા અને ભાવનાની દૃષ્ટિએ તપાસ થતી રહી. પાયાની પ્રગતિ રોકાઈ નથી. એક એક કદમ ધીરે ધીરે આગળ વધતું રહ્યું છે.
સૂર્યદેવનું તેજસ – બ્રહ્મવર્ચસ કહેવાય છે. એને જ ઓજસ, તેજ, મનસ, વર્ચસ કહે છે. પવિત્રતા, પ્રખરતા અને પ્રતિભારૂપે એનો પ્રત્યક્ષ પરિચય મળે છે. સૂર્યદેવના પ્રકાશનો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરમાં પ્રવેશ પહેલેથી જ એવો અનુભવ કરાવતો રહ્યો કે શરીરમાં બળ, મસ્તિષ્કમાં જ્ઞાન અને હૃદયમાં ભાવ, સાહસ ભરાઈ રહ્યાં છે. પછીથી અનુભવ થવા લાગ્યો કે મારી સમગ્ર સત્તા જ અગ્નિપિંડ, જ્યોતિપિડ સમાન બની ગઈ છે. નસેનસ અને કણકણમાં અમૃત વ્યાપી રહ્યું છે. સોમરસ પાન જેવી તૃપ્તિ, તુષ્ટિ અને શાંતિનો આનંદ મળી રહ્યો છે.
સંક્ષેપમાં આ છે મારી ચાર કલાકની રોજની નિયમિત ઉપાસનાનો ક્રમ. આ સમય એવી સરસ રીતે પસાર થતો રહ્યો કે જાણે અડધા ક્લાકમાં સમાપ્ત. ક્યારેય થાક નહિ, ક્યારેય કંટાળો કે બગાસાં આવ્યાં નથી. હરઘડી નસોમાં આનંદનો સંચાર થતો રહ્યો અને બ્રહ્મના સાંનિધ્યનો અનુભવ થતો રહ્યો. આ સહજ, સરળ અને સ્વાભાવિક પ્રક્રિયા ચાલતી રહી. ન કદી ગણતરી કરવી પડી કે ન ક્યારેય અભિમાન થયું. ન પરિણામની અપેક્ષા મનમાં પેદા થઈ. જે રીતે દિનચર્યાનાં બીજાં કાર્યો સહજ અને સરળ રીતે થાય છે. એ જ રીતે ભગવાન પાસે બેસવું એ પણ એક એવું કાર્ય છે કે જે કર્યા વગર એક દિવસ વિતાવવો પણ શક્ય નથી. નિર્ધારિત સમય તો ઉપાસના માટે જાણે નશો કરવા મદિરાલયમાં જવા જેવો છે, કે જેનો નશો અને ખુમારી તો ચોવીસેય કલાક રહે છે. મને પોતાને ભગવાનમાં અને ભગવાનને મારી અંદર અનુભવ કરતાં કરતાં ક્ષણો પસાર થતી રહી.
આ મનઃસ્થિતિમાં સુખદુઃખની પરિસ્થિતિઓ પણ સરળ અને સ્વાભાવિક લાગે છે. હર્ષ, ન શોક ચારે બાજુ આનંદનો સાગર જાણે હિલોળા લેતો દેખાય છે. જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય છે. આગળ પાછળ જ્યાં જઈએ ત્યાં ભગવાન સાથે જ આવે છે. અંગરક્ષક કે પાઈલટની જેમ ભગવાનની હાજરી હર ક્ષણ અનુભવાતી રહે છે. સમુદ્ર તો ટીપું બની શકતો નથી પણ ટીપું સમુદ્રમય બની જાય એવી અનુભૂતિમાં હવે કોઈ શંકા રહી નથી. એમની હાજરીમાં નિશ્ચિત અને નિર્ભય રહું છું.
આત્માને પરમાત્મામાં મેળવી દેનારી જે શ્રદ્ધાને લાંબા જીવનકાળ દરમિયાન કામે લગાડવામાં આવી છે, તે હવે સાક્ષાત ભગવતીની જેમ પોતાની હાજરી અને અનુભૂતિનો પરિચય આપતી રહે છે.
પ્રતિભાવો