૫. ગાયત્રી અને બ્રહ્મની એકતા, ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧
March 2, 2021 Leave a comment
ગાયત્રી અને બ્રહ્મની એકતા
ગાયત્રી કોઈ સ્વતંત્ર દેવી-દેવતા નથી. એ તો પરબ્રહ્મ પરમાત્માનો ક્રિયાભાગ છે. બ્રહ્મ નિર્વિકાર છે, અચિંત્ય છે, બુદ્ધિથી પર છે. પરંતુ એની ક્રિયાશીલ ચેતના શક્તિરૂપ હોવાથી ઉપાસનીય છે અને એ ઉપાસનાનું ધારેલુ ફળ પણ પ્રાપ્ત થાય છે. ઈશ્વરભક્તિ, ઈશ્વર-ઉપાસના, બ્રહ્મસાધના, આત્મસાક્ષાત્કાર, બ્રહ્મદર્શન, પ્રભુપરાયણતા આદિ પુરુષવાચી શબ્દોનું જે તાત્પર્ય અને ઉદ્દેશ છે, તે “ગાયત્રી-સાધના, ગાયત્રી-ઉપાસના’ એ સ્ત્રીવાચી શબ્દોનું મંતવ્ય છે.
ગાયત્રી ઉપાસના વિસ્તુતઃ ઈશ્વર-ઉપાસનાનો એક અતિ ઉત્તમ સરળ અને શીધ્ર સફળ થનારો માર્ગ છે. આ માર્ગ પર ચાલનારી વ્યક્તિ એક સુરમ્ય ઉદ્યાનમાં થઈને જીવનના ચરમ લક્ષ ઈશ્વરપ્રાપ્તિ સુધી પહોંચે છે. બ્રહ્મ અને ગાયત્રીમાં ફક્ત શબ્દોનું જ અંતર છે, તે બંને એક જ છે. એ એકતાનાં કેટલાંક પ્રમાણો નીચે જુઓ –
ગાયત્રી છન્દસામહમ્ |૧|| -શ્રી ભગવદ્ગીતા અ. ૧૦/૩૫
છંદોમાં ગાયત્રી છંદ હું છું. ભૂર્ભુવઃ સ્વરિત ચવે ચતુર્વિશાક્ષરાસ્તથા | ગાયત્રી ચતુરોવેદા ઓંકારઃ સર્વમેવ તુ || વૃ. યો. યાજ્ઞ, અ, ૧૦/૪/૧૬
ભૂર્ભુવઃ સ્વઃ એ ત્રણ મહાવ્યાહૃતિઓ, ચોવીસ અક્ષરોવાળી ગાયત્રી તથા ચાર વેદો નિઃસંદેશ ઓમકાર (બ્રહ્મ) સ્વરૂપ છે.
દેવસ્ય સવિતુર્યસ્ય ધિયોયોનઃ પ્રચોદયાત્ | ભર્ગો વરેણ્ય તદ્દ્બ્રહ્મ ધીમહીત્યથ ઉચ્યતે || -વિશ્વામિત્ર
એ તેજસ્વી બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ કે અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે છે.
યથોવદામિ ગાયત્રી તત્ત્વ રૂપાં ત્રયીમયીમ્ | યથા પ્રકાશ્યતે બ્રહ્મ સચ્ચિદાનન્દલક્ષણમ્ | -ગાયત્રી તત્ત્વ. શ્લો. ૧
ત્રિવેદમયી, તત્ત્વસ્વરૂપિણી ગાયત્રીને હું કહું છું, જેનાથી સચ્ચિદાનંદ લક્ષણવાળું બ્રહ્મ પ્રકાશિત થાય છે અર્થાત્ જ્ઞાન થાય છે.
ગાયત્રી ઈદ સર્વમ | -નૃસિંહપૂર્વતાપનીયો ૫૦ ૪/૪
આ બધું જે કાંઈ છે, તે ગાયત્રી સ્વરૂપ છે. ગાયત્રી પરમાત્મા | -ગાયત્રી તત્વે. ગ્લો -૮
ગાયત્રી જ પરમાત્મા છે. બ્રહ્મ ગાયત્રીતિ-બ્રહ્મ વૈ ગાયત્રી ! -શતપથ બ્રાહ્મણ ૮/૫/૩-૭-ઐતરેય બ્રા. આ. ૨૭, ખંડ-૫
બ્રહ્મ ગાયત્રી છે, ગાયત્રી જ બ્રહ્મ છે. સપ્રભં સત્યમાનન્દં હ્રદયે મણ્ડલેઅપિ ચ | ધ્યાયંજપેદાયિત્વ નિષ્કામો મુચ્યતેડચિરાત્ |
-વિશ્વામિત્ર
પ્રકાશ સહિત સત્યાનંદ સ્વરૂપ બ્રહ્મને હૃદયમાં અને સૂર્યમંડળમાં ધ્યાન કરીને કામના રહિત થઈને મનુષ્ય ગાયત્રી મંત્રને જો જપે તો વિના વિલંબે સંસારના આવાગમનમાંથી છૂટી જાય છે. ઓંકારસ્તત્પરં બ્રહ્મ સાવિત્રસ્યાત્તદક્ષરમ્ |
-કૂર્મપુરાણ ઉ. વિમા. અ. ૧૪/૫૫ ઓંકારસ્તત્પરં પરબ્રહ્મ સ્વરૂપ છે, ગાયત્રી પણ અવિનાશી બ્રહ્મ છે.
ગાયત્રીતુપરં તત્ત્વં ગાયત્રી પરમાગતિઃ | -બુ. પારાશર સંહિતા અ. ૫/૫
ગાયત્રી પરમ તત્ત્વ છે, ગાયત્રી પરમ ગતિ છે.
સર્વાત્મા હિ સા દેવી સર્વભૂતેષુ સંસ્થિતા | ગાયત્રી મોક્ષહેતુવૈં મોક્ષત્થાનમલક્ષણમ્ ||૨|| -ઋષિશૃંગ
આ ગાયત્રી દેવી સમસ્ત પ્રાણીઓમાં આત્મારૂપે વિદ્યમાન છે, ગાયત્રી મોક્ષનું મૂલ કારણ અને સારૂપ્ય મુક્તિનું સ્થાન છે.
ગાયત્ર્યવ પરોવિષ્ણુગાયત્ર્યવ પરઃ શિવઃ | ગાયત્યેવપરી બ્રહ્મા ગાયત્યેવ ત્રયીયતઃ | | -બૃહત્સંધ્યાભાષ્યે
ગાયત્રી જ બીજા વિષ્ણુ છે અને બીજા શંકરજી પણ છે. બ્રહ્માજી પણ ગાયત્રીમાં પરાયણ છે કેમ કે ગાયત્રી ત્રણે દેવોનું સ્વરૂપ છે.
ગાયત્રી પરદેવતેતિ ગદિતા બ્રહ્મૌવ ચિદ્રુપિણી II૩ II -ગાયત્રી-પુરશ્ચરણ ૫.
ગાયત્રી પરમ દેવતા અને ચિત્તરૂપી બ્રહ્મ છે એમ કહેવાયું છે.
ગાયત્રી વા ઈદં સર્વભૂતં યદિદં કિંચ | -છાંદો. ઉપ.
આ વિશ્વમાં જે કંઈ પણ છે તે સમસ્ત ગાયત્રીમય છે.
નભિન્ન પ્રતિદ્યતે ગાયત્રી બ્રહ્મણા સહ | સોડહમસ્મીત્યુપાસીત ત્રિધિનાયેન કેનચિત્ | વ્યાસ
ગાયત્રી અને બ્રહ્મમાં ભિન્નતા નથી, તેથી કોઈ પણ પ્રકારે ગાયત્રીની ઉપાસના કરવી.
ગાયત્રી પ્રત્યબ્રહ્યૈકયબોધિકા / -શંકરભાષ્યે
ગાયત્રી પ્રત્યક્ષ અદ્વૈત બ્રહ્મની બોધક છે.
પરબ્રહ્મસ્વરૂપા ચ નિર્વાણ પદ દાયિની | બ્રહ્મતેજોમયી શક્તિસ્તદૂધિષ્ઠતૃ દેવતા છે || -દેવી ભાગવત સ્કંધ – અ. ૧/૪૨
ગાયત્રી મોક્ષ આપવાવાળી પરમાત્મા સ્વરૂપ અને બ્રહ્મતેજથી યુક્ત શક્તિ અને મંત્રોની અધિષ્ઠાત્રી છે.
ગાયવ્યાખ્યં બ્રહ્મ ગાયત્યાનુગતં ગાયત્રી મુખંનોક્તમ્ | -છાંદોગ્ય, શંકર ભાષ્ય, પ્ર. ૩ નં. ૧ર મ. ૫ //
ગાયત્રી સ્વરૂપ અને ગાયત્રીથી પ્રકાશિત થવાવાળું બ્રહ્મ ગાયત્રી નામથી વર્ણિત છે.
પ્રણવ વ્યાહૃતીભ્યાં ચ ગાયત્યાત્રિતયેન ચ | ઉપાસ્યં પરમં બ્રહ્મ આત્મા યત્ર પ્રતિષ્ઠિતઃ |
-તારાનાથ કુ. ગા, વ્યા, પૃ. ૨૫
પ્રણવ, વ્યાહ્રતિ અને ગાયત્રી એ ત્રણેથી પરમ બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ, તે બ્રહ્મમાં આત્મા સ્થિત છે.
તેવા એતે પંચ બ્રહ્મા પુરુષાઃ સ્વર્ગસ્ય લોકસ્ય દ્વારપાલસ્ય એતાનેવં પંચ બ્રહ્મ પુરષાન્ સ્વર્ગસ્ય લોકસ્ય દ્વારપાલ વેદાસ્ય કુલે વીરો જાયતે પ્રતિપદ્યતે સ્વર્ગલોકમ્ | -છાં. ૩/૧૩/૬
હૃદય ચૈતન્ય જ્યોતિ ગાયત્રીરૂપ બ્રહ્મની પ્રાપ્તિસ્થાનના પ્રાણ, વ્યાન, અપાન, સમાન ઉદાન એ પાંચ દ્વારપાલો છે. તેથી એમને વશ કરવા. જેથી હૃદયમાં રહેલા ગાયત્રી બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. ઉપાસના કરનારો સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે અને એના કુળમાં વીર પુત્રો કે શિષ્યો ઉત્પન્ન થાય છે.
ભૂમિતરંતિરક્ષં ઘૌરિત્યષ્ટાવક્ષરામ્યષ્ટાક્ષર હવા એકં ગાયત્ર્યૈ પદમેતદ્દહૈવાસ્યા એયત્સ યાદદેપુત્રિષુતાબુદ્ધિ જયતિયોડસ્યા એતદેવં પદંવેદ |
-બૃહ, ૫/૪૧/૧
ભૂમિ, અંતરિક્ષ ઘૌ એ ત્રણે ગાયત્રીના પ્રથમ પાદના આઠ અક્ષરો બરાબર છે. તેથી જે ગાયત્રી પ્રથમ પદને જાણી લે છે તે ત્રિલોક વિજયી થાય છે.
સર્વે નૈવ રેમે, તસ્માદેકાકી ન રમતે, સદ્વિતીયમૈંચ્છત્ | સહૈતાવાના સ | યથા સ્ત્રીપુન્માન્સૌ સપરિસ્વકતૌ સ ઇમામેવાષ્માયં દ્વેધા પાતયત્તતઃ પયિશ્ચ પત્ની ચાલવતામ્ | શક્તિ ઉપનિષદૂ
અર્થાત એ બ્રહ્મ રમણ ન કરી શક્યું, કેમ કે તે એટલું હતું. એકલો કોઈ પણ રમણ કરી શકતો નથી. એનું સ્વરૂપ સ્ત્રી પુરુષના જેવું છે. એણે બીજાની ઇચ્છા કરી તથા પોતાના સંયુક્ત સ્વરૂપને બે ભાગમાં વહેંચી/ નાખ્યું ત્યારે તે બંને રૂપો પતિ અને પત્નીભાવને પ્રાપ્ત થયાં.
નિર્ગુણઃ પરમાત્મા તુ ત્વદાયશ્રતયા સ્થિતિઃ | તસ્ય ભટ્ટારિકાસિ ત્વં ભુવનેશ્વરિ ! ભોગદાં // -શક્તિ દર્શન
પરમાત્મા નિર્ગુણ છે અને તારે જ આશ્રયે રહે છે. તું જ તેની સામ્રાગ્રી અને ભોગદા છે.
શક્તિશ્ચ શક્તિમદ્રરુપાદ્ વ્યતિરેકં ન વાંછિત | તાદામ્યમનયોર્નિત્ય વન્હિદ હિક્યોરિવ || -શક્તિ દર્શન
શક્તિ, શક્તિમાનથી કદી જુદી નથી રહેતી. એ બંનેનો નિત્ય સંબંધ છે. જેમ અગ્નિ અને તેની દાહક શક્તિનો નિત્ય પરસ્પર સંબંધ છે તેવી જ રીતે શક્તિ અને શક્તિમાનનો સંબંધ છે.
સદૈકત્વં ન ભેદોસ્તિ સર્વદૈવ મમાસ્ય ચ | યોડસૌ સોહમહં યા સૌ ભેદોસ્તિ મતિવિશ્વમાત્ | | -દેવી ભાગવત
મારી શક્તિનો અને એ શક્તિમાન પુરુષનો સદા સંબંધ છે, કદી જુદાઈ નથી. જે એ છે તે જ હું છું, જે હું છું તે જ તે છે. જે ભેદ છે તે કેવળ બુદ્ધિનો ભ્રમ છે.
જગન્માતા ચ પ્રકૃતિઃ પુરુહશ્ચ જગત્પિતા | ગરીયસી જગતાં માતા શતગુણૈ પિતુઃ || -બ્ર. વૈ. પુ. કુ. જ. અ. પ.
જગતની જન્મદાત્રી પ્રકૃતિ છે અને જગતનું રક્ષણ કરનારો પુરુષ છે. જગતમાં પિતાથી માતા સો ગણી અધિક શ્રેષ્ઠ છે.
આ પ્રમાણો પરથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મ જ ગાયત્રી છે અને ગાયત્રીની ઉપાસના બ્રહ્મપ્રાપ્તિનો સર્વોત્તમ માર્ગ છે.
પ્રતિભાવો