આજનું પુસ્તક – અમૃત વચન જીવનના સિદ્ધ સુત્ર
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ:- અમૃત વચન જીવનના સિદ્ધ સુત્ર , લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
સમાજને પ્રગતિશીલ બનાવવા માટે તેમ જ ઉન્નતિશીલ બનાવવા માટે આપણે સ્વભાવ, આચરણ, ચિંતન તેમજ આપણા કુટુંબ પ્રત્યેની વિચારણાનો દષ્ટિકોણ બદલીને પુરતું યોગદાન આપવું જ જોઈએ. જો આ રીતે આપણો કાયાકલ્પ કરી શકીએ તો વ્યક્તિનું ભવિષ્ય શાનદાર તેમજ જીવન સાર્થક બની જાય .
જે વ્યક્તિ પોતાની સંપત્તિ તેમજ સુખ સુવિધાઓ વહેંચીને એકબીજા સાથે હળીમળીને ખાય છે તેને જ દેવતા કહેવાય છે. બીજાના દુ:ખ તેમ જ તકલીફોને પણ દેવતાની જેમ વહેંચી દો. પૈસા આપીને કોઇનું ભલું નહીં થાય તેના બદલે સૌને ભરપૂર પ્રેમ આપો, સન્માન આપો, સહાનુભૂતિ આપો,વ્યક્તિને પ્રોત્સાહીત કરો જેથી નાનો માણસ પણ ખૂબ ઊંચે ઉઠી શકશે. જેવી રીતે વૃક્ષનું મૂળ જમીનની અંદર હોય છે.તેવી જ રીતે વ્યક્તિની ઉન્નતિ બહાર ની નહીં પણ અંત: ચેતનાનો જ વિસ્તાર છે.
આ પુસ્તકમાં લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યની અંતર્વેદના અને માનવતા પ્રત્યેની ચિંતા સરળતાથી અનુભવી શકાય છે.
સદ્ વાક્ય:-
⭐”વાવો અને લણો” આપણી પાસે જે કંઈ પણ છે તેને જો ભગવાનના કાર્યોમાં લગાવી દઈએ તો અનેકગણું થઈને પાછું મળે છે.રિદ્ધિ-સિદ્ધિ પણ ત્યારે જ મળે છે.
⭐સંકલ્પવાન બનો. સંકલ્પવાન જ મહાપુરુષ બન્યા છે. સંકલ્પવાન જ ઉન્નતિશીલ અને સફળ બન્યા છે. સંકલ્પવાન વ્યક્તિઓ એ જ સંસારની નાવ પાર કરી છે.
મહત્વના મુદ્દા :-
🕉️ પોતાના વ્યક્તિત્વને બદલો
🕉️ વિધિ નહીં વિદ્યા ને સમજો
🕉️ પોતાના આત્માનુશાસન તેમજ વ્રતશીલતાના મહત્વને સમજો
🕉️ સંકલ્પવાન બનો અને વ્યક્તિત્વને ઊંચે ઉઠાવો
🕉️ હંસની જેમ સાચા-ખોટાની વચ્ચેનો તફાવત સમજી સમર્થતા વધારો
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો :
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/amrit_vachan_jeevan_ke_siddh_sootr/v1
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો