આજનું પુસ્તક – ગાયત્રીની દૈનિક સાધના

પુસ્તકનું નામ :- ગાયત્રીની દૈનિક સાધના, લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય

પ્રસ્તુત પુસ્તકમાં ‘ગાયત્રી સાધના’ તેમજ ‘ગાયત્રીયજ્ઞ’ ની વિધિનું વિસ્તૃત વર્ણન છે.

આ દ્રશ્ય જગત પદાર્થમય છે. એમાં જે સૌંદર્ય, વૈભવ, ઉપભોગ, સુખ દેખાય છે તે બ્રહ્મની અપરા પ્રકૃતિનું અનુદાન છે. આ બધું ગાયત્રીમય છે. સગવડની દ્રષ્ટિએ એને સાવિત્રી નામ આપવામાં આવ્યું છે. જેથી પદાર્થ ક્ષેત્રમાં તેના ચમત્કારોને સમજવામાં સુવિધા રહે. ગાયત્રીની સ્થૂળ ધારા -સાવિત્રીને જે જેટલા પ્રમાણમાં ધારણ કરે છે, તે ભૌતિક ક્ષેત્રમાં એટલો જ સમૃદ્ધ – સંપન્ન બનતો જાય છે. આ વિશ્વમાં ફેલાયેલી શોભા, સંપન્નતાને એ જ મહાશક્તિનું ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકાય તેવું સ્વરૂપ કહી શકાય છે.

સંસારની સૌથી મોટી સમૃદ્ધિ, તથા જીવનની સૌથી મોટી સફળતા એ છે કે આપણી બુદ્ધિ શુદ્ધ બની જાય અને સત્યના માર્ગ પર ચાલવા લાગીએ. વ્યક્તિગત ઉન્નત્તિ અને સામાજીક પ્રગતિનો બધો જ આધાર સહકારિતા, ત્યાગ, પરોપકાર વગેરે પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. (ઉદાહરણ તરીકે માતાના રક્ત માંસ દ્વારા શિશુનું નિર્માણ તેમજ પાલન-પોષણ ).જેણે ગાયત્રીનાં છૂપાં રહસ્યોને જાણી લીધા છે તેને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. ગાયત્રી ઉપાસના ના આધાર-કેન્દ્ર મહાપ્રજ્ઞા-ઋતંભરા ગાયત્રી છે. ગુરુ પરમાત્માની દિવ્ય ચેતનાનો જ અંશ છે જે સાધકને માર્ગદર્શન આપે છે.

સદ્ વાક્યો:- ⭐ગાયત્રી મંત્રના સાચા હૃદયથી જાપ કરવાવાળા મનુષ્યનો આંતરિક કાયાકલ્પ થઈ જાય છે અને સાધકને એવો અનુભવ થાય છે કે હૃદયમાંથી બધા જ વિકારો દૂર થઈ ને સતોગુણી તત્વોની વૃદ્ધિ થઇ રહી છે.
⭐ગાયત્રી સાધનાના પ્રભાવથી વિવેક, દૂરદર્શિતા, તત્વજ્ઞાનનો ઉદય થઈને અનેક અજ્ઞાનતાવશ દુ:ખના નિવારણ થાય છે.

મહત્વના પ્રેરણાદાયક મુદ્દા:-

🕉️ ગાયત્રી ઉપાસના ના આધાર-કેન્દ્ર મહાપ્રજ્ઞા-ઋતંભરા ગાયત્રી
🕉️ ઉપાસનાની સાથે-સાથે ભાવનાઓ પણ અતૂટ રૂપથી જોડાય
🕉️ અનાદિકાળથી ગુરુમંત્ર ‘ગાયત્રી’
🕉️ યજ્ઞ શબ્દના ત્રણ અર્થ છે. (૧)દેવપૂજા, (૨) દાન, (૩) સંગતિકરણ (સંગઠન)
🕉️ યજ્ઞનું તાત્પર્ય છે – ત્યાગ, બલિદાન, શુભ કર્મ

લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.

*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?

ઑડિયો – વિડિયો :
https://youtu.be/LMdV3i25HVE

સંપૂર્ણ પુસ્તકનો ઑડિયો સાંભળવા માટે આ લિંકને ક્લિક કરો.
https://bit.ly/2Oz9Tb2

ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/gayatri_ki_dainik_sadhna/v2.1

_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો. -આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।

  • 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏

શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: