આજનું પુસ્તક – બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન-પ્રયોજન અને પ્રયાસ
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ – બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન-પ્રયોજન અને પ્રયાસ લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
પ્રત્યક્ષવાદની કસોટી પર સાચા ન ઉતરવાનું કારણ એ છે કે વિજ્ઞાને આત્માની, પરમાત્માની તેમજ કર્મફળની સત્તાને નકારી છે. અત્યારની વિષમ પરિસ્થિતિમાં અધ્યાત્મની પુનઃસ્થાપના ફક્ત શ્રદ્ધાના આધારે સંભવ નથી. અધ્યાત્મને વિજ્ઞાન અને પ્રત્યક્ષવાદની કસોટી પર પણ સાચું સિદ્ધ કરવું પડશે.શાંતિકુંજની બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાએ આજ લક્ષ્ય હાથમાં લીધું છે કે “બુદ્ધિવાદ ને વિજ્ઞાનની કસોટી પર ક્સીને અધ્યાત્મવાદ ની ગરિમા સ્વીકારવા માટે પ્રત્યક્ષવાદને સહમત કરવામાં આવે.”બ્રહ્મવર્ચસમi એવી સાધન-સંપન્ન પ્રયોગશાળા તૈયાર કરી છે કે જેના દ્વારા પદાર્થના સ્થૂળ સ્વરૂપને જ નહીં પણ ચેતના-ક્ષેત્રની સૂક્ષ્મ ગતિવિધિઓને પણ પરખી શકાય છે.
શાંતિકુંજની બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાએ અધ્યાત્મવિદ્યાના પરિણામોને શોધતા ધ્યાનવિદ્યાના સંબંધમાં અતિ મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી છે. આધુનિક ઉપકરણોથી સુસજ્જિત હોવા છતાં બ્રહ્મવર્ચસનું સ્વરૂપ એક આશ્રમ, આરણ્યક સમાન છે. જ્યાં આધ્યાત્મ ઉપચારોથી સર્વાંગપૂર્ણ ચિકિત્સાના સેનિટોરિયમ અને દિશાનિર્દેશની સુવિધા બધા સાધકો માટે ઉપલબ્ધ છે. રોગોની પરિક્ષા નહીં પરંતુ સાધક સ્તરની વ્યક્તિઓ પર પરિક્ષણ પણ થાય છે. આ સમગ્ર તંત્રનું સંચાલન શાંતિકુંજ સ્થિત ઋષિસત્તા દ્વારા સંપન્ન થઈ રહ્યું છે.
સદ્ વાક્ય:-
⭐અધ્યાત્મની ફિલોસોફિ અને સાધના વિજ્ઞાનના સમન્વય ને દ્રષ્ટા ઋષિઓએ મહાપ્રજ્ઞા ગાયત્રીના રૂપમાં કર્યો છે.
⭐શારીરિક રોગ અને મનોવિકારોથી ઉત્તપન્ન થતી કમજોરીથી છુટકારો મેળવવા માટે અગ્નિહોત્રથી વધીને અન્ય કોઈ ઉપર્યુક્ત ઉપચાર પદ્ધતિ છે જ નહીં તે સુનિશ્ચિત થતું જઈ રહ્યું છે.
મહત્વના મુદ્દા:-
🕉️ અધ્યાત્મ અને વિજ્ઞાનની
સહકારિતા
🕉️ મહાપ્રજ્ઞાની ચોવીસ શક્તિઓનો સંક્ષિપ્ત પરિચય
🕉️ અધ્યાત્મનું પ્રવેશદ્વાર ધ્યાનયોગ
🕉️ અન્નિહોત્ર ઉપચાર એક સામૂહિક ચિકિત્સા
🕉️ જો દર્શનને બ્રહ્મ તથા પ્રયોગ વ્યવહારને વર્ચસ્ કહીએ તો એ અતિશયોક્તિ નહિ હોય
લેખક વિશે : _પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો :
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/brahmavarchas_shodh_sansthan_prayojan_aur_prayas/v1
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો. -આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો