નિર્માણની વાર્તાઓ ભાગ – ૨
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ – બાળ નિર્માણની વાર્તાઓ ભાગ – ૨
બાળકોને સુંદર દૃષ્ટાંતો દ્વારા આંતરિક ગુણોનો વિકાસ કરી શકાય તેવું જ્ઞાન આ બાળ નિર્માણની નાની-નાની વાર્તાઓ દ્વારા પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે.”કહેવત છે કે કુમળો છોડ જેમ વાળીએ તેમ વળે” પશુ, પક્ષી, તેમજ વન્યજીવો દ્વારા પ્રેરણાઓ પૂરી પાડતી નાની – નાની બાળવાર્તાઓ નો સુંદર સંગ્રહ આ પુસ્તકમાં છે. અલગ-અલગ વાર્તાઓ દ્વારા બાળકમાં સંસ્કાર, હિંમત, વિવેક, નીડરતા, સાચી સમજશક્તિ, સદભાવ, જેવા ગુણોનો વિકાસ થાય છે.
આજના આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજીનું પ્રચલન વધારે છે ત્યારે બાળકો ટેકનોલોજીનો ઉપયોગ શીખી તો લે છે પણ સાથે બીજી મુશ્કેલીઓ પણ વધી રહી છે. બાળકો એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેવાનું ભૂલી રહ્યા છે. શરીર પણ કમજોર પડતા જઈ રહ્યા છે. બહારની ટેકનોલોજીના વધારે પડતા ઉપયોગથી આંતરિક સૌન્દર્ય ગુમાવતાં જઈ રહ્યા છે. આ નાની બાળ નિર્માણનીવાર્તાઓ ની પુસ્તક દ્વારા બાળકોને જ્ઞાન સાથે ગુણોના વિકાસની પણ જરૂર હોય તે સહજ રીતે સમજી શકાય છે.
આ પુસ્તકની બાળવાર્તાઓના શિર્ષક નીચે મુજબ છે.
(૧) સુખી શાસન (૨) ગુણોનો પ્રભાવ
(૩) ઘમંડનું ફળ
(૪) ચમત્કારી દીપકની કથા
(પ) વિદ્યાની શોભા – સદાચાર
(૬) સફળતાનું રહસ્ય
(૭) સાચી મિત્રતા
(૮) ઝગડાનું પરીણામ
(૯) બુદ્ધિનો ચમત્કાર(૧૦) કપટનું ફળ
(૧૧) સાચી સિદ્ધિ
(૧૨) ફૂલોની દેશ યાત્રા
(૧૩) આંધળું અનુકરણ
(૧૪) વહેચણી
(૧૫) રાજકુમારની ચતુરાઇ
(૧૬) ધનવાન કોણ ?
(૧૭) સૌન્દર્યનું રહસ્ય
(૧૮) સોદાગરની નીડરતા
(૧૯) હાથીની સમજશક્તિ
(૨૦) શક્તિની સાર્થકતા
(૨૧) જ્યોતિષી શિયાળની કરામત
લેખક વિશે _પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો : https://youtu.be/0BcVc4OeOy0
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/bal_nirman_ki_kahaniyan/v16.1
સંપૂર્ણ ઑડિયો સાંભળવા માટે આ લિંકને ક્લિક કરો.
AudioMack Link (Gujarati): https://bit.ly/3b32MQM
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો. -આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો