આજનું પુસ્તક – ભારતીય ઇતિહાસના કીર્તિસ્તંભ ભાગ – ૧
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ- ભારતીય ઇતિહાસના કીર્તિસ્તંભ ભાગ – ૧ લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
“મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.” આ કહેવત એક જ હકીકતને સ્પષ્ટ કરે છે કે મનુષ્ય ઈચ્છે તો અશક્ય માં અશક્ય જણાતું કાર્ય કરી શકે છે. તે પોતાની સંકલ્પશક્તિ ના સહારે પોતાનો ધાર્યો વિકાસ કરી શકે છે. દ્રઢ સંકલ્પવાન, સાહસી, ઉત્સાહી, પરાક્રમી, વિશ્વાસથી ભરેલી વ્યક્તિઓ મુશ્કેલીઓ ના પડકારની સામે પોતાનો રાહ સ્વયં બનાવીને મંજિલ સુધી પહોંચીને જ શ્વાસ લે છે.આવી વ્યક્તિઓ જ ઇતિહાસ રચે છે. એવું નથી કે જે લોકોએ ઇતિહાસ રચ્યા છે તેમની પાસે ખુબજ સાધન-સંપત્તિ કે ભૌતિક સુખ સુવિધાઓ હતી, એ મહામાનવો અસુવિધાઓ અને અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે પણ ઇતિહાસ રચી ગયા.
યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા પ્રસ્તુત આ પુસ્તકમાં કેટલાક ઐતિહાસિક પુરુષોનાં જીવન ચરિત્રો આપેલા છે. જેને વાંચીને તેના ઉપર મનન-ચિંતન કરીને કંઈક પ્રેરણા ગ્રહણ કરીને સંકલ્પશક્તિ પ્રાપ્ત કરી શકાય. ચંદ્રગુપ્ત મૌર્ય અનાથ બાળક હતાં તેમણે ભારતના સમ્રાટ બનીને પોતે સ્વયં તેમજ દેશનો નકશો પણ બદલી નાંખ્યો હતો. વ્યક્તિના ક્રિયા-કલાપ તેની સાથે જોડાયેલા ઉદ્દેશ્ય દ્વારા જ સારા કે ખરાબ માની શકાય છે.
સદ્ વાક્યો:-
⭐ઇતિહાસનું એક મોટું સત્ય એ છે કે સાધનોની વિપુલતા મનુષ્યને મિથ્યાભિમાની, આળસું અને બેકાર બનાવી દે છે.
⭐મહારાણા પ્રતાપે આદિવાસી પ્રજાના દીલ જીતીને તેમની અંદર રાષ્ટ્રભાવના જાગૃત કરી.
⭐કોઈપણ કાર્યની સફળતા માટે દ્રઢ સંકલ્પ, તીવ્ર ઇચ્છાશક્તિ અને પ્રબળ પુરુષાર્થ જરૂરી છે.
મહત્વના મુદ્દાઓ:-
🕉️ ભારત રાષ્ટ્રના પુનર્નિર્માતા આચાર્ય ચાણક્ય.
🕉️ અનીતિનો બહાદૂરીપૂર્વક સામનો કરવો જોઈએ.
🕉️ વ્યક્તિનો દ્રષ્ટિકોણ સેવા પરક હોવો જોઈએ- ભોગ પરક નહીં.
🕉️ અડ્ગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો :
https://www.youtube.com/watch?v=s7X9aKgYZc0
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/bharatiya_itihas_ke_kirti_stambh_bhag_1/v1
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો