આજનું પુસ્તક – હરિજનના ઉત્કર્ષ માટે મોટા પગલાં
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ: હરિજનના ઉત્કર્ષ માટે મોટા પગલાં, લેખક: પં. શ્રી રામ શર્મા આચાર્ય
હરિજનના ઉત્કર્ષ માટે આપણે મોટા પગલાં ભરવા જોઈએ. ભારતીય સમાજને દુર્બળ અને કલંકિત કરવા વાળી કુપ્રથાઓમાં ઊંચનીચ અને આભડછેટનું સ્થાન સૌથી ઉપર છે. દરેક માનવ એક સમાન છે. ઈશ્વરના દરબારમાં કોઈ ઊંચનીચ નથી. ધર્મ અને જાતિ પ્રથાએ માનવીને વિભાજીત કરી તેમને અધિકારોથી વંચિત રાખ્યા. મનુષ્યની ઉત્કૃષ્ટતા-નિકૃષ્ટતા એના ગુણ-કર્મ-સ્વભાવ પર નિર્ભર છે. વંશ પર નહિ. આ પ્રથામાંથી બહાર કાઢવા અને તેમના વિકાસ માટે પ્રયત્નો ઝડપથી થવા જોઈએ.
હિંદુ સમાજનું કલંક ધોવા અને હરિજનોના ઉદ્ધાર માટે સ્વામી દયાનંદ, મહાત્મા ગાંધીજી, લાલા લજપત રાય, ઠક્કરબાપા જેવા મહાપુરુષોએ મોટા યોગદાનો આપ્યા છે.
ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે, चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः। ચારે વર્ણનું નિર્માણ સૃષ્ટિમાં ગુણ-કર્મના આધાર પર કર્યુ છે. પરંતુ આજે તે જન્મના આધાર પર નિર્ધારિત છે. હરિજનોનો વ્યવસાય માંસ વેચવાનો, વિવાહમાં શરાબ અને પશુઓનું માંસ પીરસવાની પ્રથા તેમજ ભૂત-પ્રેત, ખોટા આડંબરો, કોઈ આકસ્મિક ઘટના હોય કે બિમારીઓમાંથી છુટવા દેવતાઓનો પ્રકોપ, અંધવિશ્વાસ અને તેમને પ્રસન્ન કરવા બલિપ્રથા વગેરેને જ ‘ધર્મ ‘છે એવુ માને છે.
સમાજમાં જાતી વિભાજનને દૂર કરવા, દેશની એકતા-અખંડિતતા સ્થાપિત કરવા તેમને શિક્ષા-વ્યવસાયના દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર બાબતે હરિજનોની પૂર્વ સ્થિતિને જોતા હાલની સ્થિતિમાં ઘણો જ સુધારો થઈ રહ્યો છે. સમાજ-સુધારકોના પ્રયત્નો અને સરકાર દ્વારા પણ નવા-નવા કાયદા-કાનૂન ને કારણે તેઓની ઉન્નતિ અને સુવિધાઓની સ્થિતિ સુધરી છે. ઈશ્વરે દરેકને સમાન રૂપ, શરીર, બુદ્ધિ, મનની શક્તિમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો.
પ્રાચીન ઇતિહાસ જોવામાં આવે તો વાલ્મિકીજી શુદ્રકુળમાં જન્મ્યા હતા. વ્યાસ, પરાશર મુનિ, કૃપ, કુક્ષીવાન, મત્સ્ય, દ્રુપદ, શૃંગી, કશ્યપ વિગેરે ઋષિ-મુનિ નીચકુળમાં જન્મ્યા હતાં પણ તેમણે તપ-સાધના-સ્વાધ્યાય દ્વારા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી જેથી આજેય તેઓ ભારતીય લોકોના હૃદયમાં પૂજનીય છે. હરિજન ઉત્કર્ષ માટે સર્વતોમુખી પ્રયત્ન થવો જોઈએ. હિંદુ સમાજનો એક પણ વ્યક્તિને પદ-દલિત રાખવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય જીવન માટે કલંક છે. આ કલંકને વહેલી તકે ધોવા પૂરેપૂરો પ્રયત્ન થવો જોઈએ.
સમાજ સેવા માટે:
• નિવૃત કર્મચારી સમાજ સેવાના આ કાર્યમાં જોડાય.
• શિક્ષિત અને સમજદાર, સેવા નિવૃત્ત વયોવૃદ્ધ હરિજનો પોતાના સમાજના સુધારા માટે જીવ જાન લગાવી પ્રગતિ માટે કાર્ય કરવું જોઈએ.
• સમાજના દરેક વર્ગે હરિજન સમાજને ધ્યાનમાં રાખી તેની પ્રગતિ-ઉન્નતિ માટે કંઈ યોગદાન, યોગ્ય લાગે તે આપવું જોઈએ.
• આ રીતે અનેક પ્રકારની યોજનાઓમાં તેઓને કાર્યાન્વિત કરી તેઓના ઉદ્ધારનું રાષ્ટ્રીય કાર્ય સરળતાપૂર્વક પાર પાડી શકાય.
લેખક વિશે : _પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો :
https://youtu.be/LBKN2M9cl0Q
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/harijan_utkarsh_ke_lie_badae_kadam_uthe/v1
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો. -આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો