આજનું પુસ્તક – સેવા ધર્મ અને તેનું સ્વરૂપ,
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ:- સેવા ધર્મ અને તેનું સ્વરૂપ, લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
જો સાચા મનથી ઉચ્ચ દ્ષ્ટિકોણ રાખીને સેવાધર્મ અપનાવવામાં આવે તો તેનું પરિણામ આત્માના ઉત્કર્ષના રૂપમાં જોવા મળે છે. “વસુધૈવ કુટુંબકમ્” ની ભાવનાવાળી વ્યક્તિઓ બીજાની સેવાને ધર્મકાર્ય સમજીને આગળ આવે છે. વ્યક્તિની આત્મિક ચેતનાનો વિકાસ જેમ-જેમ થતો જાય છે તેમ-તેમ તેનામાં સેવાની ભાવના પ્રબળ બનતી જાય છે અને બીજાની સુખ- સુવિધાઓની તેમજ પરહિતની ચિંતા કરે છે. પરમાર્થ સાધનામાં લાગેલા વ્યક્તિઓને ઉત્કૃષ્ટ આનંદ અને આત્મસંતોષનો અનુભવ થાય છે.
“મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ” નું લક્ષ્ય લઈ પ્રત્યેક લોકસેવકો એ વિચારક્રાંતિના દષ્ટિકોણનો સુધાર, ભાવનાત્મક પરિસ્કાર અને આસ્થાઓનું જાગરણ કરી સમાજમાં સુખ શાંતિની સ્થાપના કરી શકાય. અલગ-અલગ સ્તરની યોગ્યતાવાળી વ્યક્તિઓ તીર્થ યાત્રામાં સાથે નીકળે છે ત્યારે પ્રચારની સાથે ગામ-નગરોની સ્થાનીય સમસ્યાઓના સંબંધમા પણ માર્ગદર્શન આપી શકે છે. પ્રભાવીત વ્યક્તિઓને જનજાગરણના મહાન કાર્યોમાં એમની સ્થિતિ અને યોગ્યતાને અનુરૂપ જોડાવાની પ્રેરણા આપી શકાય છે.
સદ્ વાક્યો:-
⭐પ્રબુદ્ધ, વિચારશીલ અને વર્ણ વિષયમાં રૂચિ રાખવાવાળા અથવા જેમનામાં રૂચિ ઉતપન્ન કરી શકાય એવી વ્યક્તિઓને એકત્રિત કરીને વિચારગોષ્ઠિનો ક્રમ ચલાવવો જોઈએ.
⭐બીજાની સાથે એવી ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.
⭐ધનથી વધારે શ્રેષ્ઠ જ્ઞાન છે.કારણ કે ધનની રખેવાળી આપણે કરીએ છીએ પરંતુ જ્ઞાન આપણી રખેવાળી કરે છે.
🕉️ ભારતીય ધર્મસંસ્કૃતિની જનની ગાયત્રી
🕉️ સાચો મિત્રએ જ કે જે બુરાઇઓથી બચાવે
🕉️ પુણ્ય-પરમાર્થ, લોકમંગલ, જનકલ્યાણ, સમાજહીત વગેરે સેવા-સાધનાના પર્યાય
🕉️ સમાજના પતન માટે આંતરિક સ્તરની વિકૃતિ જવાબદાર
🕉️ જ્ઞાનનું વ્યવહારીક સ્વરૂપ
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો :
https://youtu.be/uzqeEVavGug
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/Seva_Dharam_Aur_Uska_Swaroop/v1
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો