આજનું પુસ્તક – યોગસાધના અને તપશ્ચર્યાની પૃષ્ઠભૂમિ
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ યોગસાધના અને તપશ્ચર્યાની પૃષ્ઠભૂમિ
લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
યોગ દ્વારા લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે?
યોગ નો સામાન્ય અર્થ થાય છે – જોડવું, આત્મા ને પરમાત્મા સાથે જોડવાની પ્રક્રિયાને આધ્યાત્મિક ભાષામાં યોગ કહેવાય છે. આપણી ચેતનાને ભૌતિકવાદી સ્તરથી ઊંચે ઉઠાવીને ઈશ્વરીય ચેતનાને અનુરૂપ ક્રિયા, વિચારણા અને આસ્થાને ઢાળીએ તો ઈશ્વરપ્રાપ્તિનું લક્ષ્ય પૂર્ણ થઈ શકે છે.માતાપિતા પોતાના સંતાન પાસે જેવી અપેક્ષા રાખે છે તેવી જ અપેક્ષા પરમાત્મા પણ આપણી પાસે એટલે કે તેમના પુત્રો પાસે રાખે છે. જીવનના લક્ષ્યને સાધવા માટે જે ચેતનાત્મક પુરુષાર્થ કરવો પડે તે સાધનાનું નામ જ યોગસાધના છે.
પૌરાણિક ઉપાખ્યાનોથી લઈને વર્તમાનકાળના મહાપુરુષો સુધીના જીવનની અદ્ભૂત સફળતાઓની પાછળ તપ સાધનાના આધાર ની ઝલક મેળવી શકાય છે. આપણે પણ તપ સાધનાને જીવનમાં અપનાવીને ક્રમશઃ પ્રગતિના અધિકારી બની શકીએ છીએ. જેના અંતઃકરણમાં દિવ્ય જ્યોતિનું અવતરણ થશે એમને અવાંછનિયતાઓ ની વિરુદ્ધ પરાક્રમ પ્રદર્શિત કરીને સતપ્રવૃત્તિઓના અભિવર્ધનમાં જોડાવું પડશે. આ બન્ને પ્રયોજનો આંતરિક સાહસ દ્વારા પ્રગટ થાય છે. જેને ‘આત્મબળ’ કહેવાય છે.
સદ્ વાક્યો :-
જીવનનું લક્ષ્ય સમજીને યોગ્ય દિશા અપનાવીને અપૂર્ણતાને પૂર્ણતા તરફ વિકસિત કરવું એ જ આત્માને પરમાત્માનું મિલન.
આધ્યાત્મિક ક્ષેત્રમાં મન પરોવવાથી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે.
ચેતનાને ઉચ્ચસ્તરિય પ્રશિક્ષણ આપવું તેને યોગ અને ક્રિયા-કલાપોમાં આરોપણને તપ માનવું જોઈએ.
મહત્વના પ્રેરણાદાયક મુદ્દા:-
લક્ષ્ય વિહિન સાધના મનોરંજક ભટકાવ કહી શકાય છે.
ભગવાનના અવતારના બે પ્રસિદ્ધ પ્રયોજન છે. ૧).અધર્મનું ઉન્મૂલન ૨).ધર્મનું સંસ્થાપન
આત્મિક પ્રગતિના બે ચરણ-યોગ અને તપ
યોગ -ભાવાત્મક અને તપ -ક્રિયા પરક છે.
ભાવશુદ્ધિને યોગ અને ક્રિયા શુદ્ધિને તપ કહેવાય છે.
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો :
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/Yog_Sadhana_Aur_Tapashcharya_Ki_Prishthabhumi/v2
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
– તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ.
પ્રતિભાવો