આજનું પુસ્તક – યુગઋષિ અને એમની યોજના
March 9, 2021 Leave a comment
પુસ્તકનું નામ: યુગઋષિ અને એમની યોજના લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
વ્યક્તિ નિર્માણનો અર્થ વ્યક્તિત્વનું નિર્માણ, મનુષ્યના વ્યક્તિત્વમાં- સ્વભાવમાં, માનવતાનો- દેવત્વનો ઉદય થાય. યુગનિર્માણ યોજના ઈશ્વરીય યોજના છે. માનવતાના ઇતિહાસમાં નિર્ણાયક ક્ષણોમાં દૈવી શક્તિનું અવતરણ થાય છે. જે માનવતાને ઊંચે ઉઠાવે છે. પરંતુ “યુગપરિવર્તન” જેવા યુગનિર્માણના વિશાળ આયોજનો પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યના અસાધારણ પ્રયત્નો દ્વારા જ શક્ય બન્યા છે.
આપણે વેદમૂર્તિ સાથે જોડાયેલા છીએ.આપણી અંદર વેદ એટલે કે જ્ઞાનનું સ્તર વધતું રહેવું જોઇએ. એમણે ઉજજવલ ભવિષ્ય માટે જે દિવ્યજ્ઞાનની ધારાને પ્રવાહીત કરી છે તેને આપણે વેદદૂત-સત્પરામર્શદાતા બનીને આપણી સંપર્કના દરેક વ્યક્તિ સુધી તેમની આવશ્યકતાને અનુરૂપ જ્ઞાનનો સંદેશ પહોંચાડવામાં સમર્થ હોવા જોઇએ. આપણે તપોનિષ્ઠ સાથે જોડાયેલા છીએ. એમણે પ્રચંડ તપથી યુગની ધારાને ઉજજવલ ભવિષ્ય તરફ વાળવાનો પુરુષાર્થ બતાવ્યો છે. આપણે એટલું તપ જરૂર કરીએ જેથી આપણું અને આપણા સ્નેહીજનોના ચરિત્રને બહેતરીન બનાવીએ.
સદ્ વાક્ય :-
⭐યુગઋષિની જન્મશતાબ્દી મનાવવાનો ઉત્સાહ એમના સ્નેહબંધનમાં બંધાયેલા દરેક પરિજનના મનમાં છલકાઇ રહ્યો છે. પરંતુ આ ઉત્સાહની દિશાધારાની, એને અનુરૂપ સાધન – સામર્થ્યની સમીક્ષા કરવાની સાથે એની સમુચ્ચિત વ્યવસ્થા પણ કરવી પડશે.
⭐યુગઋષિ દ્વારા પ્રસ્તુત સુત્રોને કુશળતાપૂર્વક સર્વસુલભ બનાવવાની આપણી ક્ષમતા અને પ્રયાસો વધારીને યુગનિર્માણની પ્રચંડ લહેર ઊભી કરી શકાય છે.
યુગઋષિની યોજનાના મહત્વના સુત્રો
🕉️ ઋષિસ્તર નું વ્યક્તિત્વ અને દાયિત્વ
🕉️ ધારણાથી સાધના-સફળતા સુધી
🕉️ વ્યસની નહીં સમજદાર બનો
🕉️ મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ
🕉️ આપણે બદલાઈશું-યુગ બદલાશે
લેખક વિશે : _પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઑડિયો વિડિયો :
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/yugarishi_aur_unakee_yojana/v1
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો. -આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો