આજનું પુસ્તકનું ઋષિ યુગ્મનું ઉદ્દબોધન
March 13, 2021 Leave a comment
પુસ્તકનું નામ : ઋષિ યુગ્મનું ઉદ્દબોધન
લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
” સંગીતની ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે એને ઉચ્ચ આદર્શો માટે પ્રસ્તુત કરી શકાય.”
સાધારણ જનમાનસ ને આદર્શના પથ પર ચલાવવા માટે પ્રસ્તુત ગીત તથા કવિતાઓનો જાદુઈ પ્રભાવ પડે છે.એટલા માટે પ્રેરક ગીત લખવા તેમજ પ્રકાશિત કરવા બહુજ ઉપયોગી અને આવશ્યક છે. આ દિશામાં કવિઓનું ધ્યાન આકર્ષિત કરાવવાનું સાર્થક રહેશે. આપણા દેશમાં કવિઓની કોઇ જ ખોટ નથી પરંતુ તેમને પ્રેરણાદાયક – જ્ઞાનયુક્ત ગીત તેમજ કવિતાઓ લખવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ જેનાથી જનમાનસના પ્રવાહને આદર્શોના પ્રવાહની દિશામાં વાળી શકાય.
⭐પ્રસ્તુત પુસ્તક પ્રેરક ગીતોનો સંગ્રહ છે જે આદર્શ પથ પર ચાલવાની પ્રેરણા પ્રદાન કરવા માટે સહાયક બનશે.
⭐પ્રસ્તુત કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત કરતા અમે લેખકો અને પ્રકાશકોના હૃદય થી આભારી છીએ.
⭐અમને આશા છે કે આ પ્રકાશનથી એક મોટી આવશ્યકતા પૂરી થઈ શકશે.
⭐પુસ્તકના અમુક પ્રેરણા ગીત અને કવિતાઓ હીન્દીમાં લિંક સાથે
૧) ઉઠો બાંસુરી મેં નઈ સાંસ ફૂંકો
ર) રુકે નહીં પતવાર માંઝિઓ
૩) ચલ દિવાને
૪) તુમ કર્મો સે ભાગ્ય બદલ દો
પ) યુગ યુગ તક જગ યાદ કરે
પ્રેરણાદાયક વાક્યો
🕉️ તમારા કર્મથી ભાગ્યને બદલો, ભવિષ્યને સત્સંકલ્પનું બળ આપો.
🕉️ જીવનના ઓલવાતા દિપક માં આપણે નવી જ્યોતિ પ્રગટાવશું.
🕉️ યુગો યુગો સુધી જગત યાદ કરે તેવા કર્મ કરો, કર્મમાં એવા મર્મ ભરો.
🕉️ ભૂજાઓના બળના આધારે હવાની દિશા બદલો.
🕉️ માતૃભૂમિ નું ભવિષ્ય તમારા જ હાથમાં હશે.
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો