૧૧. મહિલાઓ માટે પણ ગાયત્રી-સાધના, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
મહિલાઓ માટે પણ ગાયત્રી-સાધના
પ્રાચીનકાળમાં ગાર્ગી, મૈત્રેયી, મદાલસા, અનસૂયા, અરૂંધતી, દેવયાની કુંતી, શતરૂપા, વૃંદા, મંદોદરી, તારા, દ્રૌપદી, દમયંતી, ગૌતમી, અપાલ, સુલભા, શાવતી, ઉશિજા, સાવિત્રી, લોપામુદ્રા, પ્રતિશેયી, વૈશાલિની બેહુલા, સુનીતિ, શકુંતલા, પિંગલા, જરકારૂ, રોહિણી, ભદ્રા, વિદુલા, ગાંધારી, અંજની, શર્મિષ્ઠા, સીતા, દેવહુતિ, પાર્વતી, અદિતિ, શચી, સત્યવતી, સુકન્યા આદિ મહાસતીઓ વેદ અને ગાયત્રીની ઉપાસક હતી. એમણે ગાયત્રી શક્તિની ઉપાસના દ્વારા પોતાના આત્માને સમુન્નત બનાવ્યો હતો અને યૌગિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમણે સધવા અને ગૃહસ્થ રહીને સાવિત્રીની આરાધનામાં સફળતા પ્રાપ્ત કરી હતી. એ વિદુષી સ્ત્રીઓનાં વિસ્તૃત વૃત્તાંત એમની સાધનાઓ અને સિદ્ધિઓનું વર્ણન આ નાના પુસ્તકમાં કરી શકાય એમ નથી. જેમણે ભારતીય ઇતિહાસ પુરાણો વાંચ્યાં છે, તેઓ સારી રીતે જાણે છે કે, ઉપરોક્ત સ્ત્રીઓ વિદ્વત્તા, સાહસ, શક્તિ, શૌર્ય, દૂરદર્શિતા, નીતિ, ધર્મ, સાધના, આત્મોન્નતિ આદિ પરાક્રમોમાં પોતપોતાની રીતે અનોખી જાજ્વલ્યમાન તારિકાઓ હતી. એમણે વખતોવખત એવા ચમત્કારો કરી બતાવ્યા છે જે જોઈને આશ્ચર્યમાં પડી જવાય છે.
જૂના સમયમાં સાવિત્રીએ એક વર્ષ સુધી ગાયત્રી તપ કરીને એવી શક્તિ પ્રાપ્ત કરી હતી કે જેનાથી તે પોતાના પતિના પ્રાણ યમરાજના હાથમાંથી પાછા લાવી શકી. દમયંતીનું જપ એવું જ હતું તેની સાથે કુચેષ્ટા કરનાર વ્યાધને તેણે ભસ્મ કરી નાંખ્યો હતો. ગાંધારી આંખો પર પાટા બાંધીને એવું તપ કરતી હતી કે, જેથી એનાં નેત્રોમાં એવી શકિત પેદા થઈ હતી કે તેના દૃષ્ટિપાત માત્રથી દુર્યોધનનું શરીર અભેદ્ય થઈ ગયું હતું. જાંઘ પર શરમને કારણે કપડું નાખવામાં આવ્યું હતું તેટલો જ ભાગ કાચો રહી ગયો હતો અને એના પર પ્રહાર કરીને ભીમે દુર્યોધનને માર્યો હતો. અનસૂયાના તપથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નાનાં બાળકો બની ગયાં હતાં. સતી શાંડલીના તપોબળથી તેણે સૂર્યના રથને રોક્યો હતો. સુકન્યાના તપથી જીર્ણશીર્ણ ચ્યવન ઋષિ તરૂણ બન્યા હતા. સ્ત્રીઓની તપશ્ચર્યાનો ઇતિહાસ કંઈ પુરષોથી ઊતરે એવો નથી. એ સ્પષ્ટ છે કે સ્ત્રી અને પુરુષ બધાં માટે તપનો પ્રમુખ માર્ગ ગાયત્રી જ છે.
વર્તમાન સમયમાં પણ સ્ત્રીઓની ગાયત્રી સાધનાનો અમને સારો પરિચય છે અને એ વાતની પણ જાણ છે કે એનાથી કેટલાય મોટા પ્રમાણમાં તેમને આત્મિક અને સાંસારિક સુખશાંતિ પ્રાપ્ત થઈ છે.
એક સુપ્રસિદ્ધ એજીનિયરનાં પત્ની શ્રીમતી પ્રેમપ્યારી દેવીને અનેક પ્રકારની સાંસારિક વિટંબણાઓમાં થી પસાર થવું પડ્યું હતું. એમણે અનેક સંકટ સમયે ગાયત્રીનો આશ્રય લીધો હતો અને વિષમ પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવ્યો હતો.
દિલ્હીના એક અત્યંત ઊંચા કુટુંબનાં મહિલા શ્રીમતી ચંદ્રકાંતા જેરથ બી.એ. ગાયત્રીનાં અનન્ય સાધિકા છે. એમણે એ સાધના દ્વારા બીમારોની પીડા દૂર કરવામાં વિશેષ સફળતા પ્રાપ્ત કરી છે. દર્દથી બેચેન રોગીને એમના અભિમંત્રિત કરસ્પર્શથી આરામ થઈ જાય છે. એમને ગાયત્રીમાં એટલી બધી તન્મયતા છે કે ઊઠતા બેસતાં જપ આપોઆપ થયા જ કરે છે.
નગીનાના એક પ્રતિષ્ઠિત શિક્ષણ શાસ્ત્રીનાં ધર્મપત્ની શ્રીમતી મેઘાવતીને બાળપણથી જ ગાયત્રી સાધનાને માટે તેમના પિતાજી પાસેથી પ્રોત્સાહન મળ્યું હતું. ત્યારથી જ તેમણે એની સાધના પ્રેમપૂર્વક ચાલુ રાખી છે. કેટલાક ચિંતાજનક પ્રસંગોમાં ગાયત્રીની ઉપાસનાથી એમની મનોકામના પૂર્ણ થઈ છે.
શિલોંગની એક સતી સાધ્વી દેવી શ્રીમતી ગુણવંતીના પતિ માત્ર ૨૦ વર્ષની ઉંમરે જ મરણ પામ્યા. ત્યારે તેમને માત્ર દોઢ વર્ષનો પુત્ર હતો. એમને તથા એમના સસરાને, આ મૃત્યુથી ભારે આઘાત લાગ્યો અને શોકથી પીડિત થઈને બંને હાડપિંજર જેવાં થઈ ગયાં. એક દિવસ એક જ્ઞાનીએ તેમના સસરાને ગાયત્રીનો ઉપદેશ આપ્યો. શોકનિવારણ માટે એમણે એનો જપ કરવા માંડ્યો. કેટલાક દિવસ પછી ગુણવંતીને સ્વપ્નમાં એક તપસ્વિનીએ દર્શન આપ્યાં અને કહ્યું, “કોઈ પ્રકારની ચિંતા કરીશ નહીં. હું તારી રક્ષા કરીશ. મારું નામ ગાયત્રી છે. જ્યારે તને કશાની જરૂર પડે ત્યારે તું મારું સ્મરણ કરજે.’ સ્વપ્નના બીજા દિવસથી જ એણે ગાયત્રી સાધનાનો આરંભ કર્યો. ત્યાર પછીનાં તેર વર્ષમાં તેમના પર અનેક આપત્તિઓ આવી અને તે બધી ટળી ગઈ. હાલમાં એમનો ૧૬ વર્ષનો છોકરો બી.એ.નો અભ્યાસ કરે છે અને તેને માસિક ૪૦ રૂપિયાની સરકારી છાત્રવૃત્તિ મળે છે તથા રૂ. ૭૫નાં સૂચનો મળ્યાં છે. કુટુંબનો નિર્વાહ સારી રીતે ચાલે છે. ગાયત્રી પર એની અનન્ય શ્રદ્ધા છે.
હૈદરાબાદ (સિંધ)નાં શ્રીમતી વિમલાદેવીનાં સાસુ બહુ જ કર્કશ સ્વભાવનાં હતાં અને વર શરાબ, વેશ્યાગમન આદિ બૂરી લતામાં ડૂબી ગયો હતો. વારંવાર તે બિચારીને વર તથા સાસુનાં ગાળાગાળી તથા મારપીટ સહન કરવા પડતાં હતાં. તેથી ભારે દુઃખી થઈને આત્મહત્યાનો વિચાર કરી રહી હતી. વિમલાને કોઈએ તેની વિપત્તિ નિવારણના ઉપાય તરીકે ગાયત્રીની ઉપાસનાનો માર્ગ બતાવ્યો અને તેણે ગાયત્રીની ઉપાસના કરવા માંડી. તેનું ધાર્યું ફળ મળ્યું. થોડા જ દિવસોમાં તેના વરનો અને સાસુનો સ્વભાવ આશ્ચર્યકારક રીતે બદલાઈ ગયો. એક દિવસ તેના પતિને ભયંકર સ્વપ્ન આવ્યું કે એનાં દુષ્કર્મોને લીધે કોઈ દેવદૂત એને મરણતુલ્ય કષ્ટ આપી રહ્યો છે. સ્વપ્ન પછી એ ભયની અસર તેના મન પર કેટલાક મહિનાઓ રહેવા પામી અને એ દિવસથી એનો સ્વભાવ બદલાઈ ગયો. હવે એનું જીવન પૂર્ણ પ્રસન્ન અને સંતુષ્ટ છે. વિમલાનો દઢ વિશ્વાસ છે કે એના ઘરને આનંદમય બનાવનારી ગાયત્રી જ છે. જપ વગર ભોજન નહીં કરવાનો એને વર્ષોથી નિયમ ચાલે છે.
બારીસાલ (બંગાલ)ના એક મોટા ઑફિસરનાં ધર્મપત્ની શ્રીમતી હેમલતા ચેટર્જીને ૩૩ વર્ષના થયાં ત્યાં સુધીમાં સંતાન ન થવાથી તેમના કુટુંબીજનો તેમના ઉપર નારાજ હતાં અને કદી કદી તો તેમના પતિનાં બીજાં લગ્નની ચર્ચા પણ થતી હતી. હેમલતા આ બધાથી વધારે દુ:ખી રહેતા હતાં અને એમને મૂછનો રોગ લાગુ પડ્યો હતો. કોઈ સાધકે એમને ગાયત્રી સાધનાની વિધિ બતાવી અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગ્યાં. ઈશ્વરની કૃપાથી તેમને એક કન્યા થઈ, તેનું નામ ગાયત્રી રાખવામાં આવ્યું. ત્યાર પછી બે બે વર્ષને અંતરે તેમને બીજા બે પુત્રો પણ થયા. ત્રણે બાળકો સ્વસ્થ છે. ગાયત્રીમાં એ કુટુંબની બહુ જ શ્રદ્ધા છે.
જેસલમેરના શ્રીમતી ગોગનબાઈને ૧૬ વર્ષથી હિસ્ટીરિયા (મૃગી)નો રોગ લાગુ પડ્યો હતો. આઠ વર્ષ સુધી તેઓ આ રોગથી બહુ જ દુઃખી થયાં હતાં. તેમને ઉપવાસપૂર્વક ગાયત્રીનો જપ કરવાનો વિધિ બતાવવામાં આવ્યો અને તેઓ અન્નનો ત્યાગ કરીને ફળ અને દૂધ પર નિર્વાહ કરવા લાગ્યો અને ભક્તિપૂર્વક ગાયત્રીની ઉપાસનાથી ચાર માસની અંદર એમનો આઠ વર્ષનો જૂનો હિસ્ટીરિયા રોગ દૂર થઈ ગયો.
ગુજરાનવાલાનાં સુન્દરીબાઈને પહેલાં કંઠમાળનો રોગ હતો. તે થોડો સારો થયો ત્યારે પ્રદરનો રોગ ભયંકર રૂપમાં લાગુ પડ્યો. દરેક વખતે લાલ પાણી વહેવા માંડ્યું. કેટલાંક વર્ષો સુધી આ રોગ ચાલુ રહેવાથી એમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. ચામડી અને હાડકાંની વચ્ચે માંસનું નામ પણ દેખાતું ન હતું. આંખો ઊંડી પેસી ગઈ હતી. ઘરના માણસો એમના મૃત્યુથી પ્રતીક્ષા કરતાં હતાં. આવી સ્થિતિમાં તેમને એક પાડોશી બ્રાહ્મણીએ કહ્યું કે ગાયત્રી માતા તરણતારિણી છે. એનું ધ્યાન કરો. સુંદરબાઈના મનમાં એ વાત ઠસી ગઈ. તેમણે ખાટલામાં પડ્યાં પડ્યાં જપ કરવા માંડ્યા અને ઈશ્વરની કૃપાથી બિલકુલ નિરોગી થઈ ગયાં. બે વર્ષ પછી એમને એક પુત્ર પણ થયો જે ઘણો જ તંદુરસ્ત અને સ્વસ્થ છે.
ગોદાવરી જિલ્લાનાં વસંતદેવીને ભૂતોન્માદ હતો. ભૂતપ્રેત એમના માથા પર ચઢેલાં રહેતાં હતાં. ૧૨ વર્ષની ઉંમરમાં તો તે ડોશી જેવાં દેખાવા લાગ્યાં. એમના પિતા વ્યાધિથી એમને મુક્ત કરાવવા માટે પુષ્કળ ખર્ચ અને પરેશાની ઉઠાવી ચૂક્યા હતા. પરંતુ કંઈ ફાયદો ન જણાતાં આખરે તેમણે ગાયત્રી પુરશ્ચરણ કરાવ્યું અને એમની પુત્રીનો વ્યાધિ દૂર થઈ ગયો.
ભાર્થુના ડૉક્ટર રાજારામ શર્માની પુત્રી સાવિત્રીદેવી ગાયત્રીની શ્રદ્ધાળુ ઉપાસક છે. એણે ગાયત્રી ગામડામાં રહીને આયુર્વેદનું ઊંચું અધ્યયન કર્યું અને પરીક્ષાના દિવસોમાં માંદી પડવા છતાં પણ આયુર્વેદાચાર્યની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં પાસ થઈ.
કાનપુરના ૫. અયોધ્યાપ્રસાદ દીક્ષિતનાં ધર્મપત્ની શાંતિદેવી ફાઈનલ પાસ હતાં. ૧૧ વર્ષ સુધી ભણવાનું છોડીને તેઓ કુટુંબની જંજાળમાં ગુંથાઈ રહ્યાં. એક વર્ષ અચાનક એમણે મૅટ્રિકનું ફોર્મ ભર્યું અને ગાયત્રી ઉપાસનાના પ્રતાપે થોડી ઘણી તૈયારીથી જ પાસ થઈ ગયાં.
બાલાપુરની સાવિત્રીદેવી દુબે નામની મહિલાની અઢાર વર્ષની ઉંમરે જ તેના પતિનું મૃત્યુ થયું હતું. તેથી તે અતિશય શોકમગ્ન રહેતી હતી અને તેનું શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયું હતું. એક દિવસ એના પતિએ સ્વપ્નમાં કહ્યું કે તું ગાયત્રીની ઉપાસના કર, તેનાથી મારા આત્માને સદ્ગતિ મળશે અને તારું વૈધવ્ય શાંતિપૂર્વક પસાર થશે. એણે પતિની આજ્ઞા અનુસાર તેમ કર્યું, તેથી તેને સંસારમાં રહેવા છતાં પણ એક ઉચ્ચકોટિની સ્થિતિ પ્રાપ્ત થઈ. તે જે જે વાતો કહેતી તે તે સાચી જ પડતી.
કટક જિલ્લાના રામપુર ગામમાં એક લુહારની છોકરી સોનીબાઈને સ્વપ્નમાં નિત્ય અને જાગૃત અવસ્થામાં કદી કદી ગાયત્રીનું દર્શન થાય છે. તે જે ભવિષ્યવાણી ઉચ્ચારે છે તે મોટે ભાગે સાચી જ પડે છે.
મુરીદપુરની સંતોષકુમારી બચપણથી જ મંદબુદ્ધિ હતી. એના બાપે એને ભણાવવા માટે બહુ પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા મળી નહીં. પ્રારબ્ધ સમજીને બધા લોકો ચૂપ થઈ ગયા. લગ્નના ચાર વર્ષ પછી એ વિધવા થઈ ગઈ. વૈધવ્ય ગુજારવા માટે એણે ગાયત્રીની આરાધના કરવા માંડી. એક રાતે એને ગાયત્રીએ દર્શન આપ્યાં અને કહ્યું કે, મેં તારી બુદ્ધિ તીક્ષ્ણ કરી દીધી છે, ભણવા માંડ તારું જીવન સફળ થઈ જશે, બીજા જ દિવસથી એનામાં ભણવાનો ઉત્સાહ આવ્યો. અને એની બદ્ધિમાં વૃદ્ધિ થઈ તીક્ષ્ણ બની ગઈ. અમુક વર્ષ પછી તે મૅટ્રિકની પરીક્ષામાં પાસ થઈને હાલમાં સ્ત્રી કેળવણીના કાર્યમાં લાગી ગઈ છે.
રંગપુર બંગાલનાં શ્રીમતી સરલા ચૌધરીનાં ઘણાં બાળક મરણ પામ્યાં હતાં. એક પણ બાળક જીવતું નહિ હોવાથી તે બહુ જ દુઃખી રહેતાં હતાં. એમને ગાયત્રીની સાધના બતાવવામાં આવી, જેને અપનાવ્યાથી તેમને ત્રણ પુત્રોની માતા બનવાનું સુખ પ્રાપ્ત થયું.
ભીલવાડા પ્રાંતમાં એક સરમણિ નામની સ્ત્રી બહુ દૂર તાંત્રિક હતી. એને ત્યાંના લોકો ડાકણ માનતા. એક વયોવૃદ્ધ સંન્યાસીએ એને ગાયત્રીની દીક્ષા આપી ત્યારથી તેણે એ બધું છોડી દઈને ભગવાનની ભક્તિમાં ચિત્ત પરોવ્યું અને સાધુ જીવન પસાર કરવા લાગી.
બહેરામપુરની પાસે એક કુમારી કન્યા ગુફા બનાવીને દસ વર્ષની ઉંમરથી તપસ્યા કરી રહી છે. એની ઉમર આજે ચાલીસ વર્ષની છે. ચહેરા પર તેજ એવું છે કે આપણી આંખો અંજાઈ જાય. એનાં દર્શને દૂર દૂરથી લોકો આવે છે. એ સદા ગાયત્રીનો જપ કર્યા કરે છે.
મીરાબાઈ, સહજોબાઈ, રંતિવતી, લીલાવતી, દયાબાઈ, અહલ્યાબાઈ, સખુબાઈ, મુક્તાબાઈ વગેરે અનેક ઈશ્વરભક્ત, વૈરાગિણીઓ થઈ છે. તેમના જીવન વિરક્ત અને પરમાર્થપૂર્ણ હતાં. એમાંથી ઘણી સ્ત્રીઓએ ગાયત્રીની ઉપાસના કરીને પોતાનો ભક્તિભાવ અને વૈરાગ્ય વધાર્યો હતો.
આ રીતે મહિલાઓ આ શ્રેષ્ઠ સાધનાથી પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરતી આવી છે અને સાંસારિક સુખસંપત્તિની પ્રાપ્તિ અને આપત્તિઓમાંથી મુક્તિની પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે. વિધવાબહેનોને માટે ગાયત્રી સાધના એક સર્વોત્તમ તપશ્ચર્યા છે. એનાથી માનસિક વિકારો શાંત થાય છે, ઈદ્રિયોનું શમન થાય છે, શોક વિયોગની આગ બુઝાય છે, બુદ્ધિમાં સાત્ત્વિક્તા આવે છે અને મન ઈશ્વરમાં જોડાય છે. નમ્રતા, સેવા, શીલ, સદાચાર, સાદાઈ, ધર્મ રુચિ, સ્વાધ્યાય-પ્રિયતા, આસ્તિક્તા તેમજ પરમાર્થ પરાયણતાનું તત્ત્વ વધે છે. ગાયત્રી સાધનાની તપશ્ચર્યાથી અનેક એવી બાલવિધવાઓએ, જેમની ઓછી ઉંમરને લીધે તેમના તરફ આશંકાની નજરે જોવાતું હતું, તેમણે પોતાનાં જીવન સતી સાધ્વી જેવાં વિતાવ્યાં છે. જ્યારે આવી બહેનો ગાયત્રીમાં તન્મય બને છે ત્યારે પોતાનું વૈધવ્યનું દુઃખ ભૂલી જાય છે અને તપસ્વિની, સાધ્વી, બ્રહ્માવાદિની, ઉજ્વળ ચારિત્રવાળી બની જાય છે અને બ્રહ્મચર્ય તો એમનું જીવન સહચર બનીને રહે છે.
સ્ત્રી અને પુરુષ, નર અને નારી બંને વર્ગ વેદમાતા ગાયત્રીનાં પુત્ર-પુત્રી છે. બંનેય માતાની બે આંખો છે. માતા કોઈમાં ભેદભાવ રાખતી નથી. માતાને પુત્રી પુત્રથી પણ વધારે વહાલી હોય છે. વેદમાતા ગાયત્રીની સાધના પુરુષો કરતાં પણ સ્ત્રીઓને વધારે સરળ અને અધિક શીઘ્ર ફળદાયક
પ્રતિભાવો