૧૩. સ્ત્રીઓનો ગાયત્રી-ઉપાસનાનો અધિકાર, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
સ્ત્રીઓનો ગાયત્રી-ઉપાસનાનો અધિકાર
ભારતવર્ષમાં પહેલેથી જ સ્ત્રીનું યોગ્ય માન રહ્યું છે અને પુરુષના કરતાં વધારે પવિત્ર માનવામાં આવી છે. સ્ત્રીઓને મોટે ભાગે “દેવી’ના સંબોધનથી સંબોધિત કરવામાં આવે છે. તેમના નામની પાછળ “દેવી લગાડવામાં આવે છે. જેમકે શાંતિદેવી, ગંગાદેવી, દયાદેવી વગેરે. જેમ પુરુષો બી.એ., શાસ્ત્રી, સાહિત્ય રત્ન આદિ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરીને પોતાનાં નામ પાછળ એ પદવીઓ લખે છે તેવી જ રીતે કન્યાઓ પોતાના જન્મજાત, ઈશ્વરના આપેલા દૈવી ગુણો, દૈવી વિચારો અને દિવ્ય વિશેષતાઓને લીધે અલંકૃત થાય છે.
દેવતાઓ અને મહાપુરુષોની સાથે એમની અર્ધાગિનીઓનાં નામ પણ જોડવામાં આવે છે. સીતારામ, રાધેશ્યામ, ગૌરીશંકર, લક્ષ્મીનારાયણ, ઉમામહેશ, માયાબ્રહ્મ, સાવિત્રી-સત્યવાન આદિ નામોમાં નારીનું પહેલું અને નરનું બીજું સ્થાન છે. પવિત્રતા, દયા, કરુણા, સેવા, સહાનુભૂતિ, સ્નેહ, વાત્સલ્ય, ભક્તિભાવના આદિ ગુણોમાં નારીને નાના કરતાં બધા વિચારકોએ વધારે ચઢિયાતી માની છે.
આમ ધાર્મિક, આધ્યાત્મિક અને ઈશ્વરપ્રાપ્તિ સંબંધી કાર્યોમાં નારીનું બધે સ્વાગત કરવામાં આવ્યું છે અને તેની મહાનતાને અનુકૂળ તેની પ્રતિષ્ઠા પણ કરાઈ છે. વેદો પર દષ્ટિપાત કરવાથી સ્પષ્ટ થઈ જાય છે કે, વેદોના મંત્રદ્રષ્ટા જેમ અનેક ઋષિમુનિઓ છે તેમ અનેક ઋષિકાઓ પણ છે. ઈશ્વરીય જ્ઞાન-વેદ મહાન આત્માવાળી વ્યક્તિઓ ઉપર પ્રકટ થયું હતું અને તેમણે એ મંત્રોને પ્રકટ કર્યા હતા. આ રીતે જેમના ઉપર વેદ પ્રકટ થયેલ તે મંત્રણાઓને ઋષિ કહેવામાં આવે છે. ઋષિ કેવળ પુરુષો જ થયા નથી પરંતુ સ્ત્રીઓ પણ થઈ છે. ઈશ્વરે પુરુષોની જેમ સ્ત્રીઓના અંતઃકરણમાં પણ એ પ્રકારનું વેદજ્ઞાન પ્રકાશિત કર્યું છે, કેમ કે પ્રભુને મન તો બંનેય સંતાન સરખાં છે. મહાન, દયાળ ન્યાયી અને નિષ્પક્ષ પ્રભુ નર અને નારી વચ્ચે ભેદ જ કેમ રાખે ?
ઋગ્વદ ૧૦/૭પના બધા મંત્રોની ઋષિકાઓ સૂર્યા સાવિત્રી છે. શબ્દનો અર્થ નિરૂક્તમાં આ પ્રકારે કરવામાં આવ્યો છે. ““ઋષિ દર્શનાર્ સ્તોમાનું દદર્શતિ | ઋષયે મંત્ર દૃષ્ટાર !” અર્થાત
ઋષિઓ મંત્રોના દૃષ્ટા છે. એમનાં રહસ્યોને સમજીને પ્રચાર કરનારો “ઋષિ’ કહેવાય છે. ઋગ્વેદની ઋષિકાઓની સૂચી બ્રહ્મદેવતાના ૨૪મા અધ્યાયમાં આ મુજબ છે
ઘોષા ગાંધા વિશ્વવારા અપાલોપનિષનિત્ | બ્રહ્મજાયા જહુર્તાનામ આગસ્ત્યસ્ય સ્વસાદિતિ ||૮૪ll
ઈંદ્રાણી ચંદ્રમાતા ચ સરમા રોમસોર્વશી | લોપામુદ્રા ચ નદ્યશ્ચ યમી નારી ચ શાશ્વતી || ૫૮ ||
ક્ષિર્લક્ષ્મી : સાર્પરાજ્ઞા વાકશ્રદ્ધા મેઘા ચ દક્ષિણા | રાત્રિ સૂર્યાં ચ સાવિત્રી બ્રહ્મવાદિન્ય ઈ રિતા: || ૮૬ ||
અર્થાત-ઘોષા, ગાંધા, વિશ્વવારા, અપાલાં, ઉપનિષદ્ જહુ, અદિતિ, ઈંદ્રાણી, સરમા, રોમશા, ઉર્વશી, લોપામુદ્રા, યમી, શાશ્વતી, સૂર્યા, સાવિત્રી આદિ બ્રહ્મવાદિનીઓ છે.
ઋગ્વેદના ૧૦-૧૩૪, ૧૦-૩૯, ૧૦-૪૦, ૮-૯૧, ૧૦-૯૫, ૧૦-૧૦૭, ૧૦-૧૦૯, ૧૦-૧૫૪, ૧૦-૧૫૯, ૧૦-૧૮૯, પ-૨૮, ૮-૯૧ આદિ સૂક્તોની મંત્રદષ્ટા આ ઋષિકાઓ છે.
એવાં અનેક પ્રમાણો મળે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓ પણ પુરુષોની માફક યજ્ઞો કરતી અને કરાવતી હતી. તેઓ યજ્ઞવિદ્યા અને બ્રહ્મવિદ્યામાં પારંગત હતી. કેટલીક નારીઓ તો આ સંબંધમાં પોતાના પિતાને તેમજ પતિને માર્ગદર્શન આપતી હતી.
તૈત્તિરીય બ્રાહ્મણમાં સોમ દ્વારા “સીતા સાવિત્રી’ ઋષિકાને ત્રણ વેદ આપ્યાનું વર્ણન વિસ્તારપૂર્વક આવે છે. તં ત્રયો વેદા અન્ય સૃજયન્ત અથ હ સીતા સાવિત્રી સોમ રાજાન ચક્રમે તસ્યા ઉ હ ત્રીન્ વેદાન્ પ્રદદૌ ! તૈત્તિરીય ૨/૩/૧૦
આ મંત્રમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે સોમે સીતા સાવિત્રીને પણ વેદ આપ્યા.
મનુની પુત્રી “ઈડા’નું વર્ણન કરતી વખતે તૈત્તિરીય ૧-૧ ૪ માં એને “યજ્ઞાનકાશિની કહેવામાં આવે છે. યજ્ઞાનકોશિષનો અર્થ સાયણ ચાર્લે “યજ્ઞતત્ત્વ પ્રકાશન સમર્થ’ કર્યો છે, ઈડાએ પોતાના પિતાને યજ્ઞ સંબંધી સલાહ આપતાં કહ્યું
સાડબ્રવીદીડા મનુમ્ ! તથા વાડહં તવાગ્નિમાધાસ્યામિ | યથા પ્રજયા પશુભિર્મિથુનૈ જનિષ્યસે | પ્રત્યસ્મિંલોકે સ્થાસ્યસિ | અમિ સુવર્ગલોક જેષ્યસીતિ | તૈત્તિરીય બ્રા. ૧/૪
ઈડાએ મનુને કહ્યું-તમારા અગ્નિનું એવું સંવર્ધન કરીશ જેથી તમને પશુ, ભોગ, પ્રતિષ્ઠા અને સ્વર્ગ પ્રાપ્ત થાય.
પ્રાચીન સમયમાં ગૃહસ્થાશ્રમી સ્ત્રીઓ હતી અને બ્રહ્મપરાયણ સ્ત્રીઓ પણ હતી. એ બંને પોતપોતાના કાર્યક્ષેત્રમાં કાર્ય કરતી હતી. ગૃહસ્થાશ્રમનું સંચાલન કરતી હતી. તેઓને “સદ્યોવધૂ’ કહેતા અને જે વેદાધ્યયન, બ્રહ્મઉપાસના આદિ પારમાર્થિક કાર્યોમાં પ્રવૃત્ત રહેતી હતી તેમને બ્રહ્મવાદિની’ કહેતા.
બ્રહ્મવાદિની અને સઘોવધૂનાં કાર્યો તો અલગ અલગ હતાં પણ એમનો મૌલિક ધર્માધિકારોમાં કંઈ અંતર ન હતું જુઓ
દ્વિવિધા સ્ત્રિયો બ્રહ્મવાદિન્યઃ સદ્યોવધ્વશ્ચ | તત્ર બ્રહ્મવાદિની નામુણ્યનામ્ | અગ્નીન્જન વેદાધ્યયન સ્વગૃહે ભિક્ષાચર્યા ચ | સદ્યોવધૂના તૂપસ્થિતે વિવાહકાલે વિદુપનયન કૃત્વા વિવાહ કાર્ય હરીત ધર્મસૂત્ર ર૧/૨૦/ર૪
બ્રહ્મવાદિની અને સદ્યોવધૂ એ બે પ્રકારની સ્ત્રીઓ હોય છે. એમાંથી બ્રહ્મવાદિની યજ્ઞોપવીત, અગ્નિહોત્ર, વેદાધ્યયન તથા પોતાના ઘરમાં ભિક્ષા તૈયાર કરે છે. સઘોવધૂઓને યજ્ઞોપવીત આવશ્યક છે. તે વિવાહના સમયે આપવામાં આવે છે.
શતપથ બ્રાહ્મણમાં યાજ્ઞવક્ય ઋષિની ધર્મપત્ની મૈત્રેયીને બ્રહ્મવાદિની કહેવામાં આવી છે.
તયોર્હ મૈત્રેયી બ્રહ્માવાદિની બભૂવ |
અર્થાત મૈત્રેયી બ્રહ્મવાદિની હતી. બ્રહ્મવાદિનીનો અર્થ બૃહદારણ્યક, ઉપનિષદનું ભાષ્ય કરતી વખતે શ્રી શંકરાચાર્યજીએ બ્રહ્મવાદનશીલા” એવો કર્યો છે. બ્રહ્મનો અર્થ છે-વેદ, બ્રહ્મવાદનશીલા એટલે વેદ પર પ્રવચન કરનારી.
જો બ્રહ્મનો અર્થ ઈશ્વર એવો કરવામાં આવે તો પણ વેદજ્ઞાન વગર બ્રાહ્મપ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી વેદને જાણનારો જ બ્રહ્મને જાણી શકે છે. જુઓ
ના વેદ વિન્મનુતે તે બૃહન્નમ્ | તૈત્તિરીય,
એતં વેદાનુવચનેન બ્રાહ્મણી વિવદિષન્તિ યજ્ઞેન તપસાડનાશકેન |
-બૃહદારણ્યક ૪/૪/રર
જે રીતે પુરુષ બ્રહ્મચારી રહીને તપ, સ્વાધ્યાય અને યોગ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરતા હતા, તે જ પ્રકારે સ્ત્રીઓ બ્રહ્મચારિણી રહીને નિર્વાહ પરમાર્થ પ્રાપ્ત કરતી હતી.
જૂના વખતમાં અનેક સુપ્રસિદ્ધ બ્રહ્મચારિણીઓ થઈ ગઈ છે, જેમની પ્રતિભા અને વિદ્વત્તાની ચારે બાજુ કીર્તિ ફેલાઈ હતી. મહાભારતમાં એવી અનેક બ્રહ્મચારિણીઓનું વર્ણન આવે છે.
ભારદ્વાજસ્ય ધુહિતા રુપેણ પ્રતિમા ભવિ | શ્ર તવતી નામ વિભોકુમારી બ્રહ્મચારિણી |
મહાભારત શલ્ય પર્વ. ૪૮/ર
ભરદ્વાજને શ્રુતવતી નામની કન્યા હતી. તે બ્રહ્મચારિણી હતી. કુમારી સાથે જ બ્રહ્મચારિણી શબ્દ લગાડવાનું તાત્પર્ય એ છે કે તે અવિવાહિત અને વેદાધ્યયન કરનારી હતી
અત્રૈવ બ્રાહ્મણી સિદ્ધ કૌમાર બ્રહ્મચારિણી | યોગયુકતાદિવં માતા, તપ:સિદ્ધા તપસ્વિની છે મ.ભા. શલ્ય પર્વ ૫૪/૬
યોગસિદ્ધિને પ્રાપ્ત કરનારી, કુમારાવસ્થાથી જ વેદાધ્યયન કરનારી તપસ્વિની, સિદ્ધા નામની બ્રાહ્મણી મુક્તિને પ્રાપ્ત થઈ.
બભૂવ શ્રીમતી રાજનું શાંડિલ્યસ્ય મહાત્મનઃ | સુવા ધૃતવ્રતા સાધ્વી નિયતા બ્રહ્મચારિણી ||
સાધુ તપ્ત્વા તપો ઘોરે દુશ્જરેં સ્ત્રીજનેન્ હ ! ગતા સ્વર્ગ મહાભાગા દેવબ્રાહ્મણ પૂજિતા || મહા, શલ્ય ૫૪/૯
મહાત્મા શાંડિલ્યની પુત્રી ‘શ્રીમતી’ હતી. તેણે વ્રતો ધારણ કર્યા હતાં. તે વેદાધ્યયનમાં નિરંતર પ્રવૃત્ત રહેતી. અત્યંત કઠણ તપ કરીને તે દેવી બ્રાહ્મણોથી પૂજાઈ અને સ્વર્ગમાં ગઈ.
અત્રસિદ્ધ શિવા નામ બ્રાહ્મણો વેદપારગા | અધીત્ય સકલાન્ વેદાન્ લેમેડસંદેહમક્ષયમ્ || મહા. ઉદ્યોગ પર્વ ૧૦૯/૧૮
શિવા નામની બ્રાહ્મણી વેદમાં પારંગત હતી, તેણે બધા વેદોનો અભ્યાસ કરીને મોક્ષ મેળવ્યો હતો.
મહાભારતના શાંતિપર્વના અધ્યાય ૩૨૦માં “સુલભા” નામની બ્રહ્મવાદિની સંન્યાસિનીનું વર્ણન છે. તેણે રાજા જનકની સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. એ જ અધ્યાયના ૮રમાં શ્લોકમાં સુલભાએ પોતાનો નિશ્ચય બતાવતાં કહ્યું છે કે
પ્રધાનો નામ રાજર્ષિ વ્યક્ત તે શ્રોત્રામાગતઃ | કુલે તસ્ય સમુત્પન્નાં સુલભાં નામ વિદ્ધિ મામ્ |
સાહ તસ્મિન્ કુલે જાતા ભર્તર્યસતિ મદ્વિધે | વિનીતા મોક્ષધર્મેષુ ધરાગ્યેકં મુનિવ્રતમ્ || મહા. શાંતિ પર્વ ૩૨૦/૮ર
હું પવિત્ર ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલી સુલભા છું. મને અનુરૂપ પતિ ન મળવાથી મેં ગુરુઓ ગાયત્રી પાસે શાસ્ત્ર ભણીને સંન્યાસ ગ્રહણ કર્યો છે.
પાંડવ પત્ની દ્રોપદીની વિદ્વત્તાનું વર્ણન કરતાં આચાર્ય શ્રી આનંદતીર્થ(માધવાચાર્યજીએ મહાભારત નિર્ણયમાં લખ્યું છે કે
વેદાશ્ચપ્પત્તમસ્ત્રીભિઃ કૃષ્ણાઘાભિરિંહાખિંલાઃ |
અર્થાત ઉત્તમ સ્ત્રીઓએ કૃષ્ણા (દ્રોપદી) વગેરેની માફક વેદ ભણવો જોઈએ.
તેભ્યો દવાર કન્યે દ્વૈ, વયુનાં ધારિણી સ્વધા | ઉભે તે બ્રહ્મવાદિન્યૌ, જ્ઞાનવિજ્ઞાન પારગે || શ્રીમદ્ ભાગવત ૪/૧/૪
‘સ્વધાને બે પુત્રીઓ થઈ, જેમના નામ વયુનો અને ધારિણી હતાં. તે બંનેય જ્ઞાન અને વિજ્ઞાનમાં પૂર્ણ, પારંગત અને બ્રહ્મવાદિની હતી.’
વિષ્ણુ પુરાણ ૧/૧૦ અને ૧૮/૧૯માં તેમજ માર્કડેય પુરાણ અ. પર માં આ જ પ્રકારે બ્રહ્મવાદિનીઓ (વેદ અને બ્રહ્મનો ઉપદેશ કરનારીઓ)નાં વર્ણન છે.
સતત મૂર્તિમંતશ્વ વેદશ્ચત્વાર એવ ચ | સન્તિ યસ્યાશ્વ જિહ્રવાગ્રે યા ચ વેદવતી સ્મૃતા | બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રકૃતિ ૧૪ ખંડ ૬૫
એને ચારે વેદો કંઠસ્થ હતા, તેથી તેને વેદવતી કહેતા.
આ પ્રમાણે નૈષ્ઠિક બ્રહ્મચારિણી અને બ્રહ્મવાદિની સ્ત્રીઓ અગણિત હતી. એ ઉપરાંત ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારી કન્યાઓ દીર્ધકાળ સુધી બ્રહ્મચારિણી રહીને વેદશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિવાહ કરતી હતી તેથી જ તેમનાં સંતાનો ઉજ્વળ નક્ષત્રી જેવા યશસ્વી, પુરુષાર્થી અને કીર્તિમાન થતાં હતાં. ધર્મગ્રંથોનો સ્પષ્ટ આદેશ છે કે, કન્યાએ બ્રહ્મચારિણી રહ્યા પછી જ વિવાહ કરવો.
બ્રહ્મચર્યેણ કન્યા યુવાન વિન્દચે પતિમ્ | અથર્વ. ૧૧/૬/૧૮
અર્થાત્ કન્યા બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કરીને તે દ્વારા યોગ્ય પતિને પ્રાપ્ત કરે છે.
કેવળ અવિવાહિત રહેવાને જ બ્રહ્મચર્ય નથી કહેવાતું. જે સંયમપૂર્વક વેદની પ્રાપ્તિમાં નિરત રહે છે, તે બ્રહ્મચારી છે. જુઓ
સ્વરોતિ યદા વેદં, ચરેદદ વેદબ્રતાની ચ | બ્રહ્મચારી ભવત્તાવદ ઉર્વ્વસ્નાતો ગૃહી ભવેત્ ||
-દક્ષસ્મૃતિ
અર્થાત્ પુરુષ જ્યારે વેદને અર્થસહિત ભણે છે અને એના વ્રતો ગ્રહણ કરે છે, ત્યારે બ્રહ્મચારી કહેવાય છે. ત્યાર પછી તે વિદ્વાન બનીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. અથર્વવેદ ૧૧ ૭/૭૧ની વ્યાખ્યા કરતાં સાયણાચાર્યે લખ્યું છે.
“બ્રહ્મચર્થેણ બ્રહ્મ વેદઃ તદધ્યયનાર્થનાચર્યમ્ |”
અર્થાત્ વેદનો અર્થ બ્રહ્મચર્ય છે. આ સૂત્રના પ્રથમ મંત્રની વ્યાખ્યા કરતાં સાયણાચાર્યે લખ્યું છે કે
“બ્રહ્મણિ વેદોત્ય કેડયેયેતવ્ય વાચરિતું શીલસ્ય તથોકતઃ | . અર્થાત બ્રહ્મચારી તે છે, કે જે વેદના અધ્યયનમાં વિશેષરૂપે નિમગ્ન રહે છે. મહર્ષિ ગાગર્યાયણાચાર્યે પ્રણવવાદમાં કહ્યું છે
“બ્રહ્મચારિણા ચ બ્રહ્મચારિણીભિઃ સહ વિવાહ: પ્રશસ્યો ભવતિ !’
અર્થાત્ બ્રહ્મચારીઓનો વિવાહ બ્રહ્મચારિણીઓ સાથે થાય એ જ ઉચિત છે, કેમ કે જ્ઞાન અને વિદ્યા વગેરેની દષ્ટિએ બંને સમાન હોય તો જ તે સંતુષ્ટ અને સુખી રહી શકે છે. મહાભારતમાં પણ આ વાતને પુષ્ટિ આપવામાં આવે છે.
યયોરેવ સમં વિત્તં યયોરેવ સમં શ્રરુમ્ | તયોમૈત્રી વિવાહ્શ્ચ ન તુ પુષ્ટવિપુષ્ટ્યા ||
મહાભારત ૧/૧૩૧/૧૦
જેમનાં સમૃદ્ધિ તથા જ્ઞાન સમાન છે, તેમનામાં મિત્રતા અને વિવાહ ઉચિત છે, ન્યૂનાધિકમાં નહીં. ઋગ્વેદ ૧/૧/૫ નું ભાષ્ય કરતાં મહર્ષિ દયાનંદે લખ્યું છે
યા કન્યા યાવચ્ચતુર્વિશતિ વષમાયુસ્તાવદ્ બ્રહ્મચર્યેણ જિતેન્દ્રિય તથા સાંયોપાંગ વેદવિદ્યા અધીયતે તાઃ મનુષ્યજાતિભૂષિકા ભવન્તિ |
અર્થાત્ જે કન્યાઓ ૧૪ વર્ષ સુધી બ્રહ્મચર્યપૂર્વક સાંગોપાંગ વેદવિદ્યાઓ ભણે છે તેઓ મનુષ્ય જાતિને શોભિત કરે છે.
ઋગ્વેદ ૫૬૨/૧૧ ના ભાષ્યમાં મહર્ષિએ લખ્યું છે
બ્રહ્મચારિણી પ્રસિદ્ધકીર્તિ સપુરુષં સુશીલ શુભગુણરૂપસમન્વિત પ્રીતિમન્તં પતિ ગ્રહીતુમિચ્છત્ તથૈવ બ્રહ્મચાર્યાપિ સ્વસદ્દશીમેવ બ્રહ્મચારિણીસ્ત્રિયં ગ્રહણીયાત્
અર્થાત્ બ્રહ્મચારિણી સ્ત્રી કીર્તિમાન, સુશીલ, સપુરુષ, ગુણવાન, રૂપવાન અને પ્રેમી સ્વભાવના પતિની ઇચ્છા કરે, તે જ રીતે બ્રહ્મચારી પણ પોતાના સમાન બ્રહ્મચારિણી (વેદ અને ઈશ્વરની જ્ઞાતા) સ્ત્રીને ગ્રહણ કરે.
જ્યારે વિદ્યાધ્યયન કરવાની કન્યાઓને પુરુષોના જેટલી જ સગવડ હતી ત્યારે આ દેશની નારીઓ ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષી થતી હતી. યાજ્ઞવલ્કક્ય જેવા ઋષિને એક સ્ત્રીએ પરાજિત કર્યા હતા અને તેમણે ચિઢાઈને ધમકી આપતાં કહ્યું હતું કે વધારે પ્રશ્ન ન પૂછો નહીં તો તમારું અકલ્યાણ થશે.
આ જ રીતે શ્રી શંકરાચાર્યને ભારતીદેવી સાથે શાસ્ત્રાર્થ કરવો પડ્યો હતો. એ ભારતીદેવીએ શંકરાચાર્ય સાથે એવો અદ્ભુત શાસ્ત્રાર્થ કર્યો હતો કે મોટા-મોટા વિદ્વાન પણ અચંબો પામ્યા હતા. એમના પ્રશ્નોના ઉત્તર આપવા માટે શંકરાચાર્યને નિરુત્તર થઈને એક માસની મુદત માંગવી પડી હતી. શંકર દિગ્વિજયમાં ભારતીદેવી વિષે લખ્યું છે
સર્વાણિ શાસ્ત્રાણિ ષડંવેદાન્, કાવ્યદિકાન્ વેત્તિ પર ચ સર્વમ્ | તન્નાસ્તિ નો વેત્તિ યદત્ર બાલા, તસ્માદભૃચ્ચિત્રપદં જનાનામ્ ||
-શંકર દિગ્વિજય ૩/૧૬
ભારતદેવી સર્વ શાસ્ત્ર તથા અંગો સહિત સર્વ વેદો અને કાવ્યોને જાણતી હતી. એનાથી વધે એવી શ્રેષ્ઠ અને વિદ્વાન સ્ત્રી બીજી કોઈ ન હતી.
આજે જેમ સ્ત્રીઓને શાસ્ત્રાધ્યયન કરવાની મનાઈ કરવામાં આવે છે, તેમ એ સમયમાં એવો પ્રતિબંધ હોય તો યાજ્ઞવલ્કક્ય અને શંકરાચાર્ય સાથે ટક્કર લેનારી સ્ત્રીઓ કેવી રીતે થઈ હોય ? પ્રાચીનકાળમાં અધ્યયનની નરનારીઓને બધાને સરખી છૂટ હતી.
સ્ત્રીઓને યજ્ઞની બ્રહ્મા બનાવ્યાના અને આચાર્ય બનાવ્યાનાં પ્રમાણો મોજૂદ છે. ઋગ્વદમાં નારીને સંબોધન કરીને કહેવામાં આવ્યું છે કે, તું ઉત્તમ આચરણ દ્વારા “બ્રહ્મા’ નું પદ પ્રાપ્ત કરી શકે છે.
અધ: પશ્યસ્વ મોપરિ સન્તારા પાદકો હર | માતે કશપ્લકૌ દશમ્ સ્ત્રી હિ બ્રહ્મા વિભૂવિથ ||
-ઋગ્વદ ૮/૩૩
અર્થાત હે નારી ! તું નીચું જોઈને ચાલ. નાહક આસપાસની વસ્તુઓ અને વ્યક્તિઓને જોયા ન કર. તારા પગને સાવધાની તથા સભ્યતાથી મૂક. વસ્ત્રો એ પ્રકારે પહેર કે જેથી લજ્જા સચવાય. આ રીતનું ઉચિત પાલન કરવાથી તું જરૂર બ્રહ્માની પદવી પામવા માટે યોગ્ય બનીશ.
હવે એ જોવાનું છે કે બ્રહ્માનું પદ કેટલું ઊંચું છે અને તે કેવી યોગ્યતાવાળા માણસને પ્રાપ્ત થાય છે.
બ્રહ્મ વા ઋત્વીજામ્ભિષક્તમ: | -શતપથ ૧/૭/૪/૧૯
અર્થાત બ્રહ્મા ઋત્વિજોની ત્રુટિઓને દૂર કરનારા હોવાથી તે બધા પુરોહિતોથી ઊંચા છે.
તસ્યાદ્યો બ્રહ્મનિષ્ઠ: સ્યાત્ તં બ્રાહ્મણ કુર્વીત | -ગોપથ ઉત્તરાર્ધ ૧/૩
અર્થાત જે સર્વથી વધારે બ્રહ્મનિષ્ઠ (પરમેશ્વર અને વેદોનો જ્ઞાતા હોય) તેને બ્રહ્મા બનાવવો જોઈએ.
અથ કેન બ્રહ્મત્વં– ક્રિયતે ઈતિ ત્રટ્યા વિદ્યયંતિ | -ઐતરેય ૫/૩૩
જ્ઞાન, કર્મ, ઉપાસના એ ત્રણે વિદ્યાઓના પ્રતિપાદક વેદોનો પૂર્ણ જ્ઞાનથી મનુષ્ય બ્રહ્મા થઈ શકે છે.
અથ કેન બ્રહ્મા– ક્રિયતે ઇત્યનયા | ત્રટ્યા વિદ્યયેતિ હ બરુયત્ | -શતપથ ૧૧/૫/૮૭
વેદોનો પૂર્ણ જ્ઞાન (વિવિધ વિદ્યા)થી જ મનુષ્ય બ્રહ્માના પદને યોગ્ય થાય છે.
વ્યાકરણશાસ્ત્રમાં કેટલાંક સ્થળોએ એવા એવા ઉલ્લેખ છે, જેનાથી જણાય છે કે, વેદનું અધ્યયન અધ્યાપન પણ સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર હતું. જુઓ
“ઈડગ્ય ૩/૩/ર૧ના મહાભારતમાં લખ્યું છે કે ઉત્પત્યાધીયતેડસ્યા ઉપાધ્યાયા | ઉપાધ્યાયા
અર્થાત જેમની પાસે આવીને કન્યાઓ વેદનો એક ભાગ તથા વેદાંગોનું અધ્યયન કરે, તે ઉપાધ્યાયી અથવા ઉપાધ્યાય કહેવાય છે. મનુએ પણ ઉપાધ્યાયનાં લક્ષણો આ જ બતાવ્યાં છે
એકદેશ તુ વેદાંગાન્યપિ વા પુનઃ | યોડધ્યાપતિ બૃત્યર્થમ્ ઉપાધ્યાયઃ સ ઉચ્યતે || -૧૪૧
જે વેદનો એક ભાગ તથા વેદાંગોને ભણાવે છે, તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. વળી આચાર્યાદણત્વમ્ ચ | -અ ધ્યાયી ૪/૩/ર/કર
આ સૂત્ર પર સિદ્ધાંન્ત કૌમુદીમાં કહેવામાં આવ્યું છે કે આચાર્યસ્ય સ્ત્રી આચાર્યાની પુયોગ ઈત્યેવ આચાર્ય સ્વયં વ્યાખ્યાત્રી |
જે સ્ત્રી વેદો પર પ્રવચન કરનારી છે, તેને આચાર્યા કહે છે. આચાર્યનાં લક્ષણો મનુએ આ પ્રકારે બતાવ્યાં છે.
ઉપનીય તુ યઃ શિષ્ય વેદમધ્યાપયેદ્ દ્વિજઃ | સંકલ્પં સરહસ્યં ચ તમાચાર્ય પ્રચક્ષતે || ૨/૧૪૦
જે શિષ્યને યજ્ઞોપવીત સંસ્કાર કરીને કલ્પસહિત અને રહસ્યસહિત વેદ ભણાવે છે, તેને આચાર્ય કહે છે.
સ્વર્ગીય મહામહોપાધ્યાય પં. શિવદત્ત શર્માએ સિદ્ધાંત કૌમુદીનું સંપાદન કરતી વખતે આ સંબંધમાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી આપતાં લખ્યું છે કે આથી સ્ત્રીઓનો વેદ ભણવાનો અધિકાર વિદિત થાય છે.
ઉપર જણાવેલાં પ્રમાણો જોયા પછી વાંચકો વિચાર કરે કે સ્ત્રીઓને ગાયત્રીનો અધિકાર નથી એમ કહેવું કેટલું ઉચિત છે ?
પ્રતિભાવો