૧૪. સ્ત્રીઓને શું વેદનો અધિકાર નથી ?, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
March 13, 2021 Leave a comment
સ્ત્રીઓને શું વેદનો અધિકાર નથી ?
ગાયત્રી મંત્રનો સ્ત્રીઓને અધિકાર છે કે નથી ? એ કોઈ સ્વતંત્ર પ્રશ્ન નથી. એવો જુદો વિધિનિષેધ છે જ નહિ કે સ્ત્રીઓએ ગાયત્રીનો જપ કરવો કે નહીં. એ પ્રશ્ન એ માટે ઉઠાવવામાં આવ્યો છે કે કહેવાય છે કે સ્ત્રીઓને વેદનો અધિકાર નથી, કેમ કે ગાયત્રી પણ વેદમંત્ર છે, તેથી બીજા મંત્રોની માફક એનું ઉચ્ચારણ કરવાનો અધિકાર પણ સ્ત્રીઓને હોવો જોઈએ.
સ્ત્રીઓને વેદાધિકારી ન થવાનો પ્રતિબંધ વેદોમાં નથી. એવા કેટલાય મંત્રો છે, જેનું સ્ત્રીઓ દ્વારા જ ઉચ્ચારણ થાય છે. એ મંત્રોમાં સ્ત્રીલિંગની ક્રિયાઓ છે, જેથી સ્પષ્ટ થાય છે કે, સ્ત્રીઓ મારફત જ એ પ્રયોગો થવા જોઈએ જુઓ :
ઉદસૌ સૂર્યો અગાદ્ ઉદયં મામકો ભગઃ અહં | તદ્વિદ્ બલા પધિમમ્ય સાક્ષિ વિષા સહિ ||
અહં કેતુરહં મૂર્ધાહમુગ્રા વિવાચની | મમેદનુકૃતં પાતઃ સેહ નાયા ઉપાચરેચ ||
મમ પુત્રા શત્રરુણેડયે મે દુહિતા વિરાટ | ઉતાહમસ્મિ સં જયા પત્યૌ મે શ્લોક ઉત્તમઃ | ઋગ્વેદ ૧૦/૧૫૯/૨/૩
અર્થ સૂર્યોદયની સાથે સાથે મારું સૌભાગ્ય વધે, હું પતિદેવને પ્રાપ્ત કરું, વિરોધીઓને પરાજિત કરનારી અને સહનશીલ બનું. હું તેજસ્વિની અને પ્રભાવશાળી વક્તા બનું. પતિદેવ મારી ઇચ્છા, જ્ઞાન અને કર્મને અનુકૂળ કાર્યો કરે. મારા પુત્ર અંદરના અને બહારના શત્રુઓનો નાશ કરે. મારી પુત્રીઓ પોતાના સદ્ગણોને લીધે પ્રકાશવાન થાય. હું મારાં કાર્યોથી પતિદેવના યશને ઉજ્વળ બનાવું.
ત્ર્યંબકં યજામહે સુગન્ધિ પતિવૈદનમ્ | ઉર્વારુકમિવ બન્ધનાદિતી મુક્ષીય મામતઃ | યજુ. ૨/૬૦
અર્થાત અમે કુમારિકાઓ ઉત્તમ પતિ પ્રાપ્ત કરાવનારા પરમાત્માનું સ્મરણ કરીને યજ્ઞ કરીએ જે અમને આ પિતૃકુલથી તો અલગ પાડે, પરંતુ પતિકુલથી કદી વિયોગ ન કરાવે.
આશા સાન્તં સોમનસં પ્રજાં સૌભાગ્યં રયિમ્ | એગ્નિરનુવ્રતા ભૂત્વા સન્નહ્યે સુકૃતાયકમ્ || -અથર્વ. ૧૪/૨/પર
વધુ કહે છે, હું યજ્ઞાદિ શુભ અનુષ્ઠાનો કરવા માટે શુભ વસ્ત્રો પહેરું છું. સદા સૌભાગ્ય, આનંદ, ધન તથા સંતાનની કામના કરતી સદા પ્રસન્ન રહીશ.
વેદોડપવિત્તરસિ વેદસે ત્વા વેદો મે વિન્દ વિદેય ધરુતવન્ત કુલાનયિનં રાસ્યસ્પોર્ષ સહસ્ત્રિણમ્ | વેદો વાજંદદાતુ મે વેદો વીર દદ ત મે | -કારક સંહિતા ૫/૪/ર૩
આપ વેદ છો, બધા શ્રેષ્ઠ ગુણો અને ઐશ્વર્ય આપનારા છો. જ્ઞાન લાભને માટે તમને સારી રીતે પ્રાપ્ત કર્યું. વેદ અને તેજસ્વી કુળને ઉત્તમ બનાવવાવાળું અને ઐશ્વર્ય વધારવાનું જ્ઞાન આપો. વેદ મને શ્રેષ્ઠ વીર સંતાનો આપો.
વિવાહને સમયે વર-વધૂ બંને એકસાથે મંત્રોચ્ચારણ કરે છે.
સમજ્જન્ત વિશ્વેદેવા સમાપો હ્રદયાનિ નૌ સંમાતરિશ્વા સંધાતા સમુદ્રષ્ટી દધાતુ નૌ | ઋગ્વેદ ૧૦/૮૫/૪૭
અર્થાત બધા વિદ્વાન લોકો એ જાણી લો કે અમારા બંનેનાં હૃદયો પાણીની જેમ પરસ્પર પ્રેમપૂર્વક મળી રહ્યાં છે વિશ્વનિયતા પરમાત્મા તથા વિદુષી દેવીઓ અમારા બંનેના પ્રેમને સ્થિર બનાવવામાં મદદ કરે.
સ્ત્રીઓએ વેદમંત્રોનું ઉચ્ચારણ કર્યાનાં અસંખ્ય ઉદાહરણો મોજૂદ છે. શતપથ બ્રાહ્મણ ૧૪/૧૪/૧૬માં પત્ની દ્વારા યજુર્વેદના ૩૩/ર૭ મંત્ર “તષ્ટ્ર મંતસ્વા સયેમ’ આ મંત્રનું પત્ની દ્વારા ઉચ્ચારણ કરાવવાનું વિધાન છે. શતપથના ૧/૯/૨/૨૧ તથા ૧/૯/૨,૨૨, ૨૩માં સ્ત્રીઓ દ્વારા યજુર્વેદના ૨૩/૨૩/૨૫, ૨૭, ૨૯ મંત્રો બોલવાનો આદેશ છે.
તૈત્તિરીય સંહિતાના ૧/૧/૧૦ “સુપ્રજસસ્વતી વયમ્ આદિ મંત્રો સ્ત્રીને મુખે બોલાવવાનો આદેશ છે.
આશ્વલાયન ગૃહસૂત્ર ૧/૧/૯ ના “પાણિ ગૃહ્યાદિગહ્યા’માં પણ આ પ્રકારે યજમાનની ગેરહાજરીમાં તેની પત્ની, પુત્ર અથવા કન્યાને યજ્ઞ કરવાનો આદેશ છે.
કાઠક ગૃહસુત્ર ૩/૧/૩૦ તેમજ ર૭/૩માં સ્ત્રીઓને માટે વેદાધ્યયન મંત્રોચ્ચારણ તેમજ વૈદિક કર્મકાંડ કરવાનું પ્રતિપાદન છે. લોગાક્ષિ ગૃહસૂત્રની ૨૫મી કંડિકામાં પણ એવા જ પ્રમાણ છે.
પારસ્કર ગૃહસૂત્ર ૧/૫/૧, ર મુજબ વિવાહ વખતે કન્યા લાજાહોમના મંત્રો પોતે બોલે છે, સૂર્યદર્શનના સમયે પણ તે યજુર્વેદના ૩૬/૨૪ મંત્ર “તચ્ચક્ષુર્દેવ હિતં……’ નું પોતે જ ઉચ્ચારણ કરે છે. વિવાહ વખતે “સમજ્જન’ કરતી વખતે વરવધૂ બંને સાથે-સાથે “અયૈનો સમજ્જયતિ….” એ ઋગ્વેદ ૧૦/૮૫/૪૮નો મંત્ર બોલે છે.
તાડય બ્રાહ્મણ ૫/૬/૮ યજ્ઞમાં સ્ત્રીઓને વીણા લઈને સામવેદનું ગાન કરવાનો આદેશ છે તથા ૫/૬/૧પમાં સ્ત્રીઓને કળશ ઉપાડીને વેદગાન કરતાં કરતાં પરિક્રમા કરવાનું વિધાન છે.
ઐતરેય પ/૨/૨૦ માં કુમારી ગંધર્વ ગૃહતા ઉપાખ્યાન છે, જેમાં કન્યાના યજ્ઞ અને વેદાધિકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
કાત્યાયન શ્રૌત સૂત્ર ૧ / ૧ / ૭ તથા ૪ / ૧ / ૨ ૨ તથા ૧૦/૧૩ તથા ૬/૬/૩ તથા ૨૬/૪/૧૩ તથા ૩/૧/૨૮ તથા ૨૬/૭/૧ તથા ૨૦/૬/૧૨, ૧૩ આદિમાં એવો સ્પષ્ટ આદેશ છે કે અમુક વેદમંત્રોનું ઉચ્ચારણ સ્ત્રીએ કરવું.
લાટયાયન શ્રૌતસૂત્રતા પત્ની માટે સસ્વર સામવેદના મંત્રોમાં ગાયનનું વિધાન છે.
શાંખાયન શ્રૌતસૂત્રના ૧/૧૨/૧૩ માં તથા આશ્વલાયન શ્રૌતસૂત્ર ૧/૧૧/૧માં આજ પ્રકારના વેદમંત્રોચ્ચારણના આદેશ છે. મંત્ર બ્રાહ્મણના ૧/૨/૩માં કન્યા દ્વારા વેદમંત્રના ઉચ્ચારણની આજ્ઞા છે.
નીચેના મંત્રોમાં વધૂને વેદ પરાયણ થવાને માટે કેટલો સુંદર આદેશ આપવામાં આવ્યો છે.
બ્રહ્મ પર યુજ્યતાં બ્રહ્મ પૂર્વ બ્રહ્માન્તતો મધ્યતો બ્રહ્મ સર્વતઃ અનાવ્યાધાં દેવ પુરાં પ્રપદ્યં
શિવા સ્વોના પતિલોકે વિરાજ | અથર્વ ૧૪/૧૪/૪
હે વધુ ! તારી આગળ, પાછળ, મધ્યમાં તથા અંતે સર્વત્ર વેદવિષયક જ્ઞાન રહે. વેદજ્ઞાનને પ્રાપ્ત કરીને તે મુજબ તું તારું જીવન બનાવ. મંગલમયી સુખદાયિની અને સ્વસ્થ થઈને પતિના ઘરમાં વિરાજ અને પોતના સદ્ગુણોથી પ્રકાશવાન થા.
કુલાયિની ધરુણવતી પુરન્ધિ સ્યોમે સીદ સદને પૃથિવ્યાઃ અભિત્વા રુદ્રા વસવો ગૃણન્તુ ઈમા બ્રહ્મ પીપિહિ સૌમગાય અશ્વિતાધ્વર્ય સાદયત ભિહિત્વા . યજુ ૧૪ ર
હે સ્ત્રી ! તું કુલવતી, ઘી આદિ પૌષ્ટિક પદાર્થોના ઉચિત ઉપયોગ કરનારી, તેજસ્વિની, બુદ્ધિમતી. સત્કર્મ કરનારી થઈને સુખપૂર્વક રહે. તું એવી ગુણવતી અને વિદુષી થા કે રૂદ્ર અને વસુ પણ તારી પ્રશંસા કરે. સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વેદમંત્રોના અમૃતનું વારંવાર ઉત્તમ પ્રકારે પાન કર. વિદ્વાનો તને શિક્ષણ આપીને આ પ્રકારની ઉચ્ચ સ્થિતિ પર પ્રતિષ્ઠા કરે.
એ બધા જાણે છે કે, વેદમંત્રો વગર યજ્ઞ થતો નથી અને યજ્ઞમાં પતિપત્ની ઉભયને સમ્મિલિત રહેવું આવશ્યક છે. શ્રી રામચન્દ્ર સીતાની ગેરહાજરીમાં સોનાની પ્રતિમા રાખીને યજ્ઞ કર્યો હતો. બ્રહ્માજીને પણ સાવિત્રીની ગેરહાજરીમાં બીજી પત્નીની વરણી કરવી પડી હતી, કેમ કે યજ્ઞની પૂર્તિને માટે પત્નીની હાજરી હોવી જોઈએ. જો સ્ત્રી યજ્ઞ કરતી હોય તો એને વેદાધિકાર નથી એવી વાત જ કેમ થઈ શકે ? જુઓ
યજ્ઞો વા એષ યોડપષ્નીક : | -તૈત્તિરીય સં. ર/૨/૨/૬
અર્થાત્ પત્ની વગર યજ્ઞ થઈ શકતો નથી.
અથો અર્થો વા એષઆત્મનઃ યત્પત્ની | તૈત્તિરીય સં. ૩/૩/૩/૫
અર્થાત પત્ની પતિની અર્ધાગિની છે. તેથી એના વિનાનો યજ્ઞ અપૂર્ણ છે.
યા દામ્યતિ સમનસા સુનત આત ધાવતઃ દેવાસો નિત્યયાડશિરા || -ઋગ્વેદ ૮/૩૧/૫૧
હે વિદ્વાનો ! જે પતિપત્ની એકચિત્ત થઈને યજ્ઞ કરે છે અને ઈશ્વરની ઉપાસના કરે છે તે સદા સુખી રહે છે.
વિત્વા તતસ્ત્રૈ મિયુના અવસ્યવઃ યદ્દદ ગવ્યન્તા દ્વાજના સમૂહસિ | -ઋગ્વેદ ૨/૧૯/૬
હે પરમાત્મન્ ! તારે નિમિત્તે જ યજમાનો પત્ની સાથે યજ્ઞ કરે છે એ લોકોને તું સ્વર્ગ પ્રાપ્તિ કરાવે છે, તેથી તેઓ સાથે મળીને યજ્ઞ કરે છે.
અગ્નિહોત્રસ્ય શુશ્રરુષા સંધ્યોપાસમેવ ચ | કાર્ય પભ્યા પ્રતિદિન બલિકર્મ ચ નૈત્યિકમ્ || સ્મૃતિ રત્ન.
પત્ની પ્રતિદિન અગ્નિહોત્ર, સંધ્યા ઉપાસના, બલિવૈશ્વદેવ આદિ નિત્ય કર્મ કરે.
જો પુરુષ ન હોય તો સ્ત્રીને એકલીને પણ યજ્ઞ કરવાનો અધિકાર છે. જુઓ
હોમે કર્તારઃ સ્વસ્યાસંભવં પલ્યાદયઃ | -ગદાધરાચાર્ય
હોમ કરવામાં પહેલું સ્વયં યજમાનનું સ્થાન છે. તે ન હોય તો પત્ની પુત્ર આદિએ તે કરવો.
પત્ની કુમારઃ પુત્રી ના શિષ્યો વાડપિ યથાક્રમમ્ | પૂર્વપૂર્વસ્ય આભાવે વિદ્વાધ્યાદુત્તરોતરઃ || -પ્રયોગ રત્નસ્મૃતિ
યજમાનઃ પ્રધાનઃ સ્યાત્ પત્ની પુત્રીશ્ચ કન્કા | ઋત્વિક્ શિષ્યો ગુરુભ્રાતા ભાગિનેય સુતાપતિ: || મૃત્યર્થસાર
ઉપરના બે શ્લોકોનો ભાવાર્થ એવો છે કે, જો યજમાન હવનને ટાણે કંઈક કારણસર ગેરહાજર હોય તો એની પત્ની, પુત્ર, કન્યા, શિષ્ય, ગુરુ, ભાણેજ કે જમાઈ આદિએ તે કરી લેવો.
આહરપ્યુત્તમસ્ત્રીણામ્ અધિકારં તું વૈદિકે | યથોર્વશી યમી ચૈવ સચ્ચાદ્યાશ્ચ તથાડપરાઃ || -વ્યોમ સંહિતા
શ્રેષ્ઠ સ્ત્રીઓને વેદનું અધ્યયન તથા વૈદિક કર્મકાંડ કરવાનો અધિકાર છે, જેમ ઉર્વશી, યમી શચી આદિ ઋષિકાઓએ પ્રાપ્ત કર્યો હતો.
અગ્નિહોત્રસ્ય શુશ્રરુષા સભ્યોપાસનમેવ ચ | -સ્મૃતિ રત્ન (કુલ્લુ ભટ્ટ)
આ શ્લોકમાં સ્ત્રીઓના યજ્ઞોપવીત અને સંયોપાસનાનું પ્રત્યક્ષ વિધાન છે.
યા સ્ત્રી ભર્યા વિયુક્તાપ સ્ગાચારે સંયુતા શુભા |
સા ચ મન્ત્રાનું પ્રગૃહણાતુ સ ભર્તી તદનુજ્ઞય છે. || ભવિષ્ય પુરાણ ઉ પ. ૪/૧૩/૬ર,૬૩
ઉત્તમ આચરણવાળી વિધવા સ્ત્રીએ વેદમંત્રો ગ્રહણ કરવા અને સધવા સ્ત્રીએ પોતાના પતિની અનુમતિથી મંત્રોને ગ્રહણ કરવા.
યથાધિકારઃ શ્રૌતેષુ તે ષિતા કર્મ સુશ્રરુતઃ |
એવહેવાનુમ્ન્યસ્વ બ્રહ્માણ બ્રહ્મવાદિતામ્ || -યમસ્મૃતિ
જેવી રીતે સ્ત્રીઓને વેદોનાં કર્મોનો અધિકાર છે, તેવો જ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાનો પણ તેમને અધિકાર છે.
કાત્યાયની ચ મૈત્રેયી ગાર્ગી વાચકનવી તથા |
એવમાહ્ય વિદુબ્રહ્મ તસ્માત્ સ્ત્રી બ્રહ્મવિદ્ ભવેતુ || વામીય માધ્યમ્
જેમ કાત્યાયની, મૈત્રેયી, વાચકનવી, ગાર્ગી આદિ સ્ત્રીઓ બ્રહ્મ (વેદ અને ઈશ્વર)ને જાણનારી હતી તેવી જ બધી સ્ત્રીઓએ બનવું જોઈએ.
– વાલ્મીકિ રામાયણમાં કૌશલ્યા, કૈકેયી, સીતા, તારા આદિ નારીઓ દ્વારા વેદમંત્રોનું ઉચ્ચારણ, અગ્નિહોત્ર, સંધ્યોપાસનાનું વર્ણન આવે છે.
સંધ્યાકાલે મનઃશ્યામ ધ્રુ ગમેષ્યતિ જાનકી | નદી ચેમાં શુભ કલાં સધ્ધાર્થ વરવર્ણિનો || વા. રા. ૫૪/૧૫/૪૮
સંધ્યાકાળના સમયે સીતા આ ઉત્તમ જળવાળી નદીના તટ પર સંધ્યા કરવા માટે અવશ્ય આવશે.
વૈદેહો શોકસતન્તપ્તા હુતાશનમુપગામ્ | -વાલ્મીકિ રા. સુંદર ૪૩/૨૩
અર્થાત ત્યારે શોકસંતપ્ત સીતાજીએ હવન કર્યો.
તદા સુમન્ત્રં મંત્રાજ્ઞા કૈકેયી પ્રત્યુવાચ હ |
ત્યારે વેદમંત્રોને જાણવાવાળી કૈકેયીએ સુમંત્રને કહ્યું.
સા ક્ષૌમવસના હૃષ્ટા, નિત્યં વ્રતપરાયણા |
અગ્નિ જુહોતિ સ્મ તદા મન્ત્રવિત્કૃકમંગલા || -વા. રામાયણ ૨/૨૦/૧૫
વેદમંત્રોને જાણનારી, વ્રતપરાયણ, પ્રસન્નમુખ, સુવેશી કૌશલ્યા મંગલપૂર્વક અગ્નિહોત્ર કરી રહી હતી.
તતઃ સ્વસ્ત્યયન કૃત્વા યન્ત્રવિદ્દ્દં વિજયૈષિણી || -વા. રામાયણ ૪/૧ ૬/૧૨
ત્યારે મંત્રોને જાણનારી તારાએ પોતાના પતિ વાલીના વિજય માટે સ્વસ્તિવાચનના મંત્રોનો પાઠ કરીને અંતઃપુરમાં પ્રવેશ કર્યો.
ગાયત્રી મંત્રના અધિકારના સંબંધમાં તો ઋષિઓએ બીજા પણ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે. નીચેનાં બે સ્મૃતિ પ્રમાણો જુઓ. આમાં સ્ત્રીઓને માટે ગાયત્રીની ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું છે.
પુરા કલ્પેષુ નારીણાં મૌગ્જીવન્ધનમિષ્યત | અધ્યાપન ચ વેદાનાં સાવિત્રીવાચનં તથા || -યમસ્મૃતિ
પ્રાચીન સમયમાં સ્ત્રીઓને મૌજીબંધન, વેદોનો અભ્યાસ તથા ગાયત્રીનો ઉપદેશ ઈષ્ટ હતો.
મનસા ભર્ત રભિચારે ચિરાત્રં પાવક ક્ષોરોદનં ભુંજનાડધશયીત ઉર્ધ્વ ત્રિરાત્રાદપ્સુ નિમગ્નાયાઃ સાવિત્ર્યિષ્ટ શતેન સિરોભિઃ જુહુયાત્ પૂતા ભવતીતિ વિજ્ઞાયતે | -વારિષ્ઠ સ્મૃતિ ૨૯/૭
જો સ્ત્રીના મનમાં પતિ પ્રત્યે દુર્ભાવ આવે તો એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા સાથે ૧૦૮ મંત્ર ગાયત્રીના જપ કરવાથી તે પવિત્ર થઈ જાય છે.
આટલાં આટલાં પ્રમાણો છતાં પણ એવું કહેવાય કે સ્ત્રીઓને ગાયત્રીનો અધિકાર નથી તો તેને દુરાગ્રહ અથવા કુસંસ્કાર જ માનવો જોઈએ.
પ્રતિભાવો