આજનું પુસ્તક : દુર્ગતિ અને સદ્ ગતિનું કારણ આપણે સ્વયં
March 14, 2021 Leave a comment
પુસ્તકનું નામ : દુર્ગતિ અને સદ્ ગતિનું કારણ આપણે સ્વયં
લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જીવન વિશેષ ઉદ્દેશ્ય માટે બનાવ્યું છે અને વિશેષ ઉપહારના રૂપમાં આપ્યું છે. દેવ (દેવત્વ) ને સજાવી-ઉભારી શકાય તો આ ધરતી પર આપણે સ્વર્ગનું દર્શન કરી શકીએ. અધ્યાત્મની શિક્ષા એજ છે કે આપણી અંદર સ્વયંને નીરખીએ, સમજીએ, ઓળખીએ, આપણી ગતિવિધિઓ, ભૂલોની સામે નજર કરી જાગૃત થઇએ.જ્યારે આવા પ્રયત્નોમાં સફળ થઇએ તો સમજી લેવું જોઇએ કે આપણે સાચા અર્થમાં અધ્યાત્મવાદી બની ગયા. અધ્યાત્મ દ્વારા જ મનુષ્યની અસંખ્ય સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે.
સંસારમાં એકતાની દિશામાં જો આપણે ચાલવા લાગીએ તો ઘણી પ્રસન્નતાદાયક પરિસ્થિતિઓ પેદા થઈ જાય. દુનિયાની બધી ભાષા જો એક થઈ જાય અને અલગ-અલગ ભાષાઓ માટે લડાઇ-ઝઘડા કરવાનું આપણે બંધ કરી દઈએ તો જ્ઞાનની વૃદ્ધિમાં ઘણી-બધી સહાયતા મળી શકે છે.
અસુરત્વ અને દેવત્વમાં નિરંતર સંઘર્ષ એટલા માટે થાય છે કે જીવન સંપદા પર અધિકાર જમાવવા બન્ને પ્રબળ ચેષ્ટા કરતા હોય છે. દેવત્વની માંગ એ છે કે દિવ્ય જીવન જીવવું. આપણું આચરણ અનુકરણીય રહે. અસુરતા તાત્કાલિક વાસના અને તૃષ્ણાની તૃપ્તિ ઈચ્છે છે. દેવાસુર સંગ્રામના કથાનકોમાં અસુરોની વિજય ક્યારેય સ્થાયી રહી શકી નથી.એમને ફરી પરાજિત થવું પડ્યું અને દેવતાઓએ પોતાના પૂર્વ પદ પુન: પ્રાપ્ત કરી લીધા.
⭐આપણે ઈશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી માનીને એના અનુશાસનને આપણા જીવનમાં ઉતારીશું.
⭐શરીરને ભગવાનનું મંદિર સમજીને આત્મસંયમ તથા નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું .
⭐મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે – આ વિશ્વાસના આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને પણ શ્રેષ્ઠ બનાવીશું.
🕉️ દેવત્વનું સ્વરૂપ છે – વ્યાપકતા
🕉️ સ્વર્ગ-નરક આપણી અંદર જ છે.
દેવ-દાનવ આપણી અંદર જ છે.
🕉️ દરિદ્રતા પૈસાની કમીનું નામ નથી, મનુષ્યની આંતરિક કૃપણતાનું નામ દરિદ્રતા છે.
🕉️ સંત ઇમર્સન કહેતા હતા કે મને નરકમાં મોકલશો તો ત્યાં પણ હું મારા માટે સ્વર્ગ બનાવી લઈશ.
🕉️ જીવનમાં આનંદ કે અભાવનું કારણ – વિકૃત દૃષ્ટિકોણ
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો