આજનું પુસ્તક : દેવસંસ્કૃતિનો મેરુદંડ વાનપ્રસ્થ છે.
March 16, 2021 Leave a comment
દેવસંસ્કૃતિનો મેરુદંડ વાનપ્રસ્થ છે.
લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
માનવીય ગરિમા જાળવવા માટે સદ્ ગુણો જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય પણ છે. સંસ્કારોનું સિંચન એ જ સદગુણોને જીવનમાં ઉતારવા માટેનો એક સશક્ત મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રયાસ છે. સદગુણોનું વ્યક્તિત્વ સાથે મિલન એટલે જ સંસ્કાર.
ભારતીય સંસ્કૃતિમાં ચાર આશ્રમ વર્ણવેલા છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, અને સન્યાસ . સમાજમાં વાનપ્રસ્થ પરંપરાની વ્યવસ્થા સાધુ, બ્રાહ્મણોનું કર્તવ્ય નિભાવનાર લોકોને ઘડવા માટે તૈયાર કરવામાં આવી હતી. અડધું જ આયુષ્ય અંગત અને પારિવારિક જીવન માટે માનવામાં આવતું હતું.બાકીનું જીવન લોકોની અમાનત માનીને તેમના માટે સમર્પિત કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. વાનપ્રસ્થનો લાભ વ્યક્તિને અંગત સ્તરે પણ મળતો હતો. આત્મ કલ્યાણના ઉપાયોને અપનાવવા તેનું સફળ પ્રયોગ કરવા માટે ક્ષેત્ર, સમય અને પરિસ્થિતિઓ મળતી હતી. એ જરૂરી હતું કે જન્મથી કુળ કે વંશ વિશેષ ધરાવનાર વ્યક્તિ જ સાધુ-બ્રાહ્મણની જીવનશૈલી અપનાવે. પરંતુ પ્રત્યેક ભાવનાશીલ તપ-ત્યાગ સંયમ- સેવામાં મગ્ન રહીને સાધુ બ્રાહ્મણનું જીવનચરિતાર્થ કરતા હતા. આજે દરેક ધર્મ પ્રેમી લોકસેવકને વાનપ્રસ્થનું જીવન અપનાવવા માટે યુગધર્મ પોકારી રહ્યો છે.
સતયુગની વાપસી આ એક વિધિ વ્યવસ્થા પર અવલંબીત છે.મનુષ્ય જીવન માત્ર પેટ-પ્રજનન સુધી સિમિત રહીને પશુઓની જેમ શ્વાસ વેડફી નાંખવા માટે નથી પરંતુ તેનાથી આત્મકલ્યાણ અને લોકકલ્યાણના આદર્શોની પૂર્તિ કોઈના કોઈ સ્વરૂપે થતી રહેવી જોઈએ..
સદ્ વાક્યો :-
⭐ જ્યારે – જ્યારે દુષ્પ્રવૃત્તિઓ વધી છે – સતપ્રવૃત્તિઓ નો લોપ થયો છે અને લોકજીવન અંધકારમય થયું છે ત્યારે-ત્યારે ધર્માચરણના જીવંત સ્વરૂપ વાનપ્રસ્થ ભાવ સંપન્ન સર્જન શિલ્પીઓએ જ જવાબદારી અદા કરી છે.
⭐ સમજદારોને અનુરોધ અને આગ્રહ એક જ છે કે ઉપલબ્ધ જીવન સંપદામાંથી જેટલો વધારે ભાગ પૂણ્ય – પરમાર્થ માટે લગાવવાનું સંભવ હોય એટલું પુરી તત્પરતાથી લગાવવાનું અને અભિષ્ટ ઉદ્દેશ્ય માટે સમર્પિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે.
મહત્ત્વના આકર્ષક મુદ્દા :
🕉️ દેવસંસ્કૃતિનો મેરુદંડ છે વાનપ્રસ્થ
🕉️ પૃથ્વીના દેવતા-ભૂસુર- પુરોહિત
🕉️ સરળ પરંતુ અતિ પ્રભાવી કાર્યપદ્ધતિ
🕉️ અનુકરણીય આદર્શ આપણે જ પ્રસ્તુત કરવાનું છે.
🕉️ સામાજિક સ્વસ્થતા માટે વાનપ્રસ્થ પરંપરા આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય પણ છે.
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો