આજનું પુસ્તક : કામ ઉલ્લાસ એક સર્જનાત્મક ઉપયોગ
March 17, 2021 Leave a comment
પુસ્તકનું નામ : કામ ઉલ્લાસ એક સર્જનાત્મક ઉપયોગ
લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
વૈજ્ઞાનિક શબ્દોમાં પ્રકૃતિને રયિ અને પુરુષને પ્રાણ કહેવાય છે. આને શક્તિ અને શિવ કહે છે. વેદોમાં એને સોમ અને અગ્નિ કહે છે. અધિક સમજવું હોય તો ઋણ(નેગેટિવ) અને ઘન (પોઝિટિવ) વિદ્યુત ધારાઓ કહી શકાય છે. વિદ્યુત વિજ્ઞાનના જ્ઞાતા જાણે છે કે પ્રવાહ (કરંટ)ના અંતરાલમાં ઋણ – ઘન બન્ને ધારાઓનું મિલન-વિસર્જન થતા રહે છે. આ મિલન – વિસર્જનની ક્રિયા ન હોય તો વિજળી નો ઉદ્દભવ સંભવી જ ન શકે.
સૃષ્ટિની શરૂઆત પ્રકૃતિ અને પુરુષ બન્નેના મિલનથી થઈ છે.આધ્યાત્મિક કામ વિજ્ઞાન નર-નારીની નિર્મળ સમીપતાનું સમર્થન કરે છે. દામ્પત્યજીવનમાં તેને ઈન્દ્રિય તૃપ્તિ અને કામક્રિડા દ્વારા ઉત્પન્ન થતા હર્ષોલ્લાસની પરિધિ સુધી જ સિમિત રાખી શકાય છે એને અતિરિક્ત એ સૌમ્ય સામિપ્ય અપ્રતિબંધિત રહેવું જોઇએ.
મનુષ્ય જીવનમાં ઈન્દ્રિય સંયમ, વિચાર સંયમ, અને સમય સંયમની ઉપયોગિતાનું મહત્વ જરૂરી છે. દરેક પ્રકારની સંયમશક્તિના ઉપાર્જન માટે વ્યક્તિગત દષ્ટિકોણનું પરિસ્કૃતિ હોવું શ્રેયસ્કર અને અનિવાર્ય છે. સંયમશક્તિનો સર્જનાત્મક ઉપયોગ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર તેમજ વિશ્વ માટે લાભદાયક છે. શારીરિક દુષ્કર્મોની જેમ માનસિક દુષ્કર્મો નો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. અશ્લીલ ચિંતનનો કુપ્રભાવ એકલા એ જ વ્યક્તિ પર નહીં પરંતુ બીમારીની જેમ સમાજમાં પણ ફેલાતો રહે છે.
સદ્ વાક્યો :
⭐ અધ્યાત્મ તત્વજ્ઞાનની માન્યતાઓ નર-નારીની વચ્ચે ઊભી કરવામાં આવેલ અનિચ્છનીય દિવાલો તેમજ મનુષ્યને અલગ પાડીને જે એકબીજાના સહકાર-સહયોગમાં અસ્વાભાવિક અને અપ્રાકૃતિક પ્રતિબંધ છે તેને દૂર કરી રહી છે.
⭐ ઈશ્વરના અનુદાન રૂપી નારીરત્નને નિર્દયતાપૂર્વક પ્રતિબંધિત કરવામાં આવશે તો તેની પ્રતિક્રિયા પણ અવળી અને અનુપયોગી જ હશે.
જરૂરી સૂચનો :
🕉️ શક્તિઓનો અનાવશ્યક અપવ્યય થાય નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી
🕉️ સમય રૂપી સંપત્તિને જે કામમાં લગાવીએ તે કામમાં પ્રગતિ થવા લાગે છે.
🕉️ સુવિધા અને સ્વાસ્થ્યના નિયમોને ધ્યાનમાં રાખીને પોતાની એક દિનચર્યા બનાવીને દૃઢતાપૂર્વક પાલન કરવું જરૂરી.
🕉️ ઉત્તમ સ્વાસ્થ્ય માટે માનસિક વ્યાભિચારની ભયંકર સંક્રામક બીમારીથી સ્વયંની રક્ષા અતિઆવશ્યક
🕉️ સૂર્યોદય પહેલાંનો બે કલાકનો સમય-‘અમૃત સમય’
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ
પ્રતિભાવો