સ્નેહ – સૌજન્ય વધારો, બોઘવચન -૧૪

સ્નેહ – સૌજન્ય વધારો, બોઘવચન -૧૪

બોધ : એકબીજાના સૌજન્યના સહારાથી બે સાથીઓ વચ્ચે જ મિત્રતા ટકે છે . જેઓ આજીવન એક બંધનમાં બંધાઈ ચૂક્યાં છે , તેમણે તો સહનશીલતાનો અભ્યાસ વધારે સારી રીતે કરવો જોઈએ . એકબીજા પ્રત્યે એકનિષ્ઠભાવથી સમર્પિત થઇ જીવન જીવે તો ગૃહસ્થ જીવન સ્વર્ગથી પણ વધારે મધુર બને છે . માત્ર પત્ની જ પતિપરાયણ હોય એવું નહીં , પતિએ પણ પત્ની પ્રત્યે એટલું જ કર્તવ્યનિષ્ઠ ચિંતન તથા વ્યવહાર રાખવા જોઈએ . તો જ બંનેનું સહજીવન સાર્થક થાય . સસંકલ્પનું આ વાકય – “ અમે પતિવ્રતા ધર્મ તથા પત્નીવ્રત ધર્મનું નિષ્ઠાથી પાલન કરીશું . ‘ તે જીવનમાં ઉતારવું જોઈએ ,

દરેક પરિસ્થિતિમાં હંમેશાં પ્રસન્ન :

પત્ની પોતાનાથી જુદા સ્વભાવની હોય તો શું થઇ ગયું ? સારી નીતિ અપનાવી સુખી જીવન જીવી શકાય છે . તેનું ઉદાહરણ નીચે મુજબ ત્રણ સંતોના જીવનમાંથી મળે છે .

સંત એકનાથ વિઠ્ઠલના મંદિરે દર્શન કરવા ગયા . તેમનાં ધર્મપત્ની ગુણવાન , સુયોગ્ય અને સત્કાર્યોમાં સહકાર આપતાં હતા . એમણે ભગવાનનો આભાર માનીને કહ્યું કે હે કૃપાલુ ભગવાન ! આપે મને સ્ત્રીસંગના નામે સત્સંગ કરે તેવી પત્ની આપી છે , તમે મારી ઉપર કેટલી બધી કૃપા કરી છે ?

સંત તુકારામની પત્ની કર્કશા હતી . સત્કાર્ય કરવામાં તેણીને જરાપણ રૂચિ નહોતી . હંમેશાં તુકારામને પરેશાન કરતી . એમણે ભગવાનને પ્રાર્થના કરી કે , “ હે ભગવાન , હે કરૂણાનિધાન , આપે મને ઘરની આસક્તિથી બચાવવા આવી પત્ની આપી છે કે જેથી મારૂ મન રાગ કે મોહમાં ફસાઈ ન જાય . તમે મારી ઉપર ઘણી કૃપા કરી છે . ”

નરસિંહ મહેતાનાં પત્ની નાની ઉંમરે મૃત્યુ પામ્યાં , ત્યારે નરસિંહ મહેતાએ ગાયું કે , “ ભલું થયું ભાંગી જંજાળ , સુખે ભજીશું શ્રી ગોપાળ . ” એટલે કે સારૂ થયું કે કુટુંબની આ ઝંજટ આપમેળે જ ટળી ગઈ . હવે મન દઈને શ્રીગોપાળનું ભજન કરી શકીશ .

સત્પુરૂષ ગમે તે પરિસ્થિતિમાં પોતાનું હિત સમાયેલું માને છે .

પરસ્પરના સહયોગનું ફળઃ

વિશ્વવિખ્યાત સંગીતના જાણકાર પાઠલોકાસાલ કહેતા કે દુનિયાને મૃત્યુથી બચાવવા માટે સંગીત સૌથી મોટું શસ્ત્ર બની શકે છે . માર્ટિન લ્યુથર કીંગનું આ કથન પણ ઘણું પ્રખ્યાત છે કે મનુષ્યજાતિને ભગવાને આપેલા વરદાનોમાં સૌથી ભવ્ય વરદાન સંગીત છે .

એવાં અનેક કથનોને જાપાનના એક સંગીતના વિદ્યાર્થી શિનીચી સુઝુકીએ પોતાનું જીવન દર્શન બનાવ્યું અને તેણે એની પાછળ જીવન સમર્પી દીધું . એણે માત્ર સંગીત વિદ્યાલય ખોલીને એ મહાવિજ્ઞાનનો આજીવન વિકાસ કર્યો , એટલું જ નહીં , પણ સામાન્ય લોકોને સંગીતથી પરિચિત કરાવવા માટે ઘેરઘેર જઈ સંગીતનો પ્રચાર કર્યો .

સુઝુકીએ પોતાની પત્ની પણ એવી શોધી કે જે એના મિશનમાં ખભેખભો મેળવી ઉત્સાહથી કામ કરી શકે . પિયાનોવાદનની જાણકાર બાસ્ટ્રાઈડની સાથે એણે એ શરતે લગ્ન કર્યું કે બંને મળીને સંગીતની સેવા કરશે . લગ્ન પછી ‘ ટેલેન્ટ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ’ની સ્થાપના કરી અને તેણી એમાં મન દઈને કામ કરવા લાગી . આ સંસ્થાની ૭૦ શાખાઓ આખા જાપાનમાં ચાલે છે . આ વિદ્યાલયોએ આશરે દોઢ હજાર પ્રખ્યાત સંગીતકારોનું નિર્માણ કર્યું છે .

સુઝુકી કહે છે , “ શુધ્ધ સંગીત મનુષ્યમાં ભાવના અને સંવેદના જગાડે છે . અનુશાસન , સહિષ્ણુતા અને કોમળતાને જગાડે છે . હૃદયને ભાવના તથા સંવેદનાને પોષણ આપવામાં સંગીતની પોતાની ભૂમિકા છે . તેની પત્ની કહેતી કે અમારી ઈચ્છા છે કે જાપાનનું દરેક બાળક સહૃદય અને આદર્શવાદી ભાવનાઓથી સુસંપન્ન બને . પતિ – પત્નીએ સાથે મળીને કામ કર્યું તેનાથી અનેક લોકોને પ્રેરણા અને નવું જીવન મળ્યું . સહયોગનું પરિણામ હંમેશા મહાન હોય છે .

હું એના આત્માને રડાવીશ નહીં :

સંત ચ્યોગસુ ઉચ્ચ કોટિના દાર્શનિક હતા અને સાથે સાથે આદર્શ સદ્ગૃહસ્થ પણ હતા . એમના આનંદિત દામ્પત્યજીવનની બધા પ્રસંશા કરતા હતા . ઓગસુની પત્નીનું અવસાન થઇ ગયું . શોક પ્રગટ કરવા અને આશ્વાસન આપવા દેશમાંથી મોટા લોકો આવ્યા . ચીનના રાજા પણ આવ્યા હતા . રાજાએ જોયું તો ઓગસુ પત્નીની કબર નજીક બેસી સિતાર વગાડતા ગીત ગાવામાં મશગુલ હતા . આશ્ચર્યચકિત થઈને રાજાએ શોકના પ્રસંગે આવો આનંદ કરવાનું કારણ પૂછ્યું , તો સંતે જવાબ આપ્યો કે , “ જે સાથીને મેં આખું જીવન પ્રસન્નતાની વાતો સંભળાવી અને મેં પણ સાંભળી , એના મૃત્યુ પછી મારી વ્યથા સંભળાવી એના આત્માને રડાવવા માગતો નથી . ” આ છે સાચો …

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: