અંધવિશ્વાસ કરો : બોધવચન -૧૭  

અંધવિશ્વાસ કરો : બોધવચન -૧૭  

બોધ : આજકાલ અંધવિશ્વાસ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે . એની આડમાં ધૂર્ત લોકો ભોળા , ભાવુક લોકોને ઠગે છે . આ જંજાળમાંથી પોતે બચવું જોઈએ અને બીજાઓને બચાવવા જોઈએ . ભાગ્યવાદ , વિચિત્ર વિદત્તીઓ , દેવીદેવતાનું પ્રચલન , ભવિષ્યકથન , મુહૂર્ત વગેરે ભાત્તિઓમાં વિજ્ઞજનોએ ફસાવું ન જોઇએ . લોકમાનસ એટલું બધું ગબડ્યું છે કે એને જે તરફ વાળવામાં આવે તે તરફ વળી જાય છે . સમાજમાં ધર્મના નામે અનેક વિકૃતિઓ ફેલાઈ છે . સામાન્ય લોકોને ધર્મના સાચા સ્વરૂપની ખબર જ નથી .

ધર્મનું સાચું સ્વરૂપ :

શ્રાવસ્તીના સમ્રાટ ચંદ્રચૂડને જુદા જુદા ધર્મો અને તેમના પ્રવક્તાઓ પ્રત્યે ખૂબ આકર્ષણ હતું . રાજ્યનાં કાર્યોમાંથી નવરા પડે ત્યારે તેઓ ધર્મશાસ્ત્રો વાંચતા અથવા તો વક્તાઓને સાંભળતા . આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો . તેઓ વિચારવા લાગ્યા કે જો ધર્મ શાશ્વત હોય તો એમની વચ્ચે મતભેદ અને ઝઘડા શાથી ?

સમાધાન માટે તેઓ ભગવાન બુધ્ધ પાસે ગયા અને તેમને પોતાની દ્વિધા કહી સંભળાવી . બુધ્ધ હસ્યા . એમણે ચંદ્રચૂડનો સત્કાર કરીને રાખ્યા અને બીજા દિવસે સવારે એમના મનનું સમાધાન કરવાનું વચન આપ્યું .

બુદ્ધે એક હાથી અને પાંચ જન્માંધ માણસોને ભેગા કર્યા . પ્રાત : કાળે સમ્રાટને લઈને તથાગત હાથી પાસે ગયા . તેમણે તેમાંના એકને કહ્યું કે તારી સામે જે છે તેને અડકીને કહે કે એનું સ્વરૂપ કેવું છે . વારાફરતી બધા આંધળાઓએ હાથીને અડકીને થાંભલા જેવો , દોરડા જેવો , સૂપડા જેવો વગેરે ગણાવ્યો .

તથાગતે કહ્યું કે રાજન ! પોતાની મર્યાદિત ક્ષમતાને કારણે લોકો ધર્મની એકાંગી વ્યાખ્યા કરે છે અને પોતાની માન્યતા જ સાચી છે એવી હઠ કરીને તેઓ ઝઘડે છે . સાચો ધર્મ તો એકતા , સહિષ્ણુતા , ઉદારતા અને સજ્જનતામાં છે .

જ્યોતિષીનું ભવિષ્ય :

ભાગ્યવાદ , શુકન , નડતર , જ્યોતિષ વગેરેના કારણે ધૂર્ત લોકોને લાભ લેવામાં સરળતા રહે છે .

એક જ્યોતિષી અવારનવાર ભવિષ્યવાણીઓ કરતો અને લોકોને જન્મ મરણની વાતો બતાવતો . એક રાજાને એણે કહ્યું કે એક જ વર્ષમાં તમારું મૃત્યુ થશે .

રાજાને એમાં વિશ્વાસ બેસી ગયો અને એ કારણે તે સૂકાઇને કાંટા જેવો થઇ ગયો . શત્રુઓને આ વાતની ખબર પડી , એટલે તેઓ આક્રમણની તૈયારી કરવા લાગ્યા . મંત્રીને ખૂબ ચિંતા થઇ . રાજાને સમજાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા . તેથી તેમણે એક નવી તરકીબ શોધી .

જ્યોતિષીને ફરી દરબારમાં બોલાવ્યા . જન્યૂ – મૃત્યુની વાતો શરૂ થઇ . કેટલાય દરબારીઓનાં ભવિષ્ય તેમણે બતાવ્યાં . મંત્રીએ એને એના જ મૃત્યુનો સમય પૂછયો . જ્યોતિષીએ કહ્યું કે ત્રીસ વર્ષ પછી હું મૃત્યુ પામીશ .

આ સાંભળીને મંત્રીએ તલવાર ખેંચી અને જ્યોતિષીનું માથું ધડથી જુદું કરી દીધું . પછી રાજાને એમણે કહ્યું કે જો આ જ્યોતિષીને તેમના પોતાના જ મૃત્યુની ખબર નહોતી , તો પછી તે આપના મૃત્યુ વિશે સાચી ભવિષ્યવાણી કઈ રીતે કરી શકે ? રાજાનો ખોટો ભ્રમ હતો તે દૂર થઇ ગયો અને ફરીથી પહેલાની જેમ રાજ્ય કરવા લાગ્યો .

રાજાની સમજણ પાછી આવીઃ

રાજજ્યોતિષીએ સમ્રાટ વસુસેનને જ્યોતિષમાં ખૂબ જ માનતા કરી દીધા હતા . તેઓ મુહૂર્ત પૂછયા વગર કોઇ કામ કરતા નહોતા . શત્રુઓને આ વાતની ખબર પડી . આથી જ્યારે કોઈ સારૂ મુહૂર્ત ન આવતું હોય તેવા સમયે જ આક્રમણ કરવાની તેમણે યોજના ઘડી કે જેથી રાજા પ્રતિકાર ન કરે અને તેને સહેલાઈથી હરાવી શકાય . રાજાના પ્રધાનો અને પ્રજાને પણ રાજાની આ ઘેલછાથી ચિંતા થઈ .

સંજોગવશાત્ રાજા એકવાર રાજ્યમાં પ્રજાની પરિસ્થિતિની તપાસમાં નીકળ્યો . સાથે રાજજ્યોતિષી પણ હતા . રસ્તામાં એક ખેડૂત મળ્યો . તે હળ અને બળદ લઇને ખેતર ખેડવા થઇ રહ્યો હતો .

રાજજ્યોતિષીએ તેને અટકાવીને કહ્યું , “ મૂર્ખ , તને ખબર નથી કે તું જે દિશામાં જાય છે એમાં દિકશૂળ છે ? એમ કરવાથી તારે ભયંકર નુકશાન સહન કરવું પડશે . ”

ખેડૂત દિશાશૂળની બાબતમાં કશું જાણતો નહોતો . એણે નમ્રતાપૂર્વક કહ્યું કે હું ત્રીસે ત્રીસ દિવસ આ જ દિશામાં જઉં છું . તેમાં દિશાશૂળવાળા દિવસો પણ આવતા હશે . જો તમારી વાત સાચી હોય તો ક્યારનોય મારો સર્વનાશ થઈ ગયો હોત .

જયોતિષીનું મોં સિવાઈ ગયું . પોતાનો ક્ષોભ દૂર કરવા તેઓ બોલ્યા , “ મને લાગે છે કે તારી કોઇક હસ્તરેખા પ્રબળ હોવી જોઇએ . બતાવ જો તારો હાથ . ”

ખેડૂતે હાથ તો ધર્યો . પરંતુ હથેળી નીચેની તરફ રાખી . આથી જ્યોતિષી ખૂબ ખિજાયા . તેમણે કહ્યું કે તમને એટલીય ખબર નથી કે હસ્તરેખા બતાવવા હથેળી ઉપરની તરફ રાખવી જોઇએ ?

ખેડૂત હસ્યો , તેણે કહ્યું , “ હથેળી તો એ માણસ ધરે જેને કાંઈક માગવું હોય . જે હાથથી કમાઈને હું ગુજરાન ચલાવું છું તે હાથ હું શા માટે કોઇની આગળ ધરૂ ? ”

આ જોઇને રાજા વિચાર કરતો થઈ ગયો અને જ્યોતિષીની ભ્રમજંજાળમાંથી મુક્ત થયો .

અન્ય નાની – મોટી ભ્રમણાઓઃ

કુંડળીમાં મંગળદોષનું કારણ બતાવી કેટલાય લોકોએ સુપાત્રો ગુમાવ્યાં છે . મંગળ કોઇનું અમંગળ કરતો નથી તેવા દાખલા દલીલો સાથે ભિન્ન ભિન્ન મથાળાં સાથે દૈનિક કે માસિક પત્રિકાઓમાં લેખો આવે છે . હવે તો લોકો પોતાને ત્યાં સંતાનનો જન્મ થાય ત્યારે કુંડળીમાં મંગળદોષ ન આવે તે રીતે સમય તથા તારીખ લખાવે તે બનવાજોગ છે . આવી ખોટી કુંડળીના ભોગ બનવા કરતાં મંગળ દર્શાવતી સાચી કુંડળીવાળા સજ્જન ક્યાંથી નડવાના ?

સમાચારપત્રોમાં , ટી.વી.માં તથા વિવિધ ચોપાનીયાં દ્વારા અધધ ! કેટલા પ્રકારના નડતરો અને મુશ્કેલીઓ દૂર કરનારા કેટલા બધા મદદકર્તાઓ હરીફાઈ કરતા હોય તેમ દેખાય છે . જો કે તેમની પોતાની કેટલી મુશ્કેલીઓ હશે અને કેટલી આર્થિક તંગી પણ હશે તેનો અંદાજ લગાવી શકાય . પરંતુ તેઓ પોતાના કરતાં બીજાની પરવાહ કરે છે .

કેટલાક જ્યોતિષીઓ તો કમિશનથી સર્વેયરો નીમે છે . જે હોટલ , ગલ્લે , નજીકની દુકાનેથી કોઇ કુટુંબની મુશ્કેલીઓ જાણી યેન કેન પ્રકારેણ ગ્રાહક ખેંચી લાવે છે .

હકીકતમાં પાકા અને સાચા જાણકાર જ્યોતિષીઓ બહુ જૂજ હોય છે , તેઓ ખોટી ભ્રમજંજાળ ફેલાવતા નથી . સાચો રસ્તો તો એ છે કે પુરૂષાર્થ વગર ભાગ્ય કોઇ બદલી શકતું નથી . ભગવાન જે કરતા હશે તે સારા માટે હશે તે વિશ્વાસ સાથે કર્મ કરતા રહેવું તે જ હિતાવહ છે . મનમાં શંકાનો કીડો ઘુસાડી કમાણી કરનારા પણ અનેક છે . શંકા ડાકણની જેમ ખાઈ જાય છે માટે , તેના જન્મદાતાથી દૂર રહેવામાં જ ડહાપણ છે .

વૈષ્ણવજન તો તેને કહીએ

વૈષ્ણવજન તો તેને કહીએ , જે પીડ પરાઈ જાણે રે ;

પરદુ:ખે ઉપકાર કરે તોયે , મન અભિમાન ન આણે રે . વૈષ્ણવ …

સકળ લોકમાં સહુને વંદે , નિંદા ન કરે એ કેની રે ;

વાચ , કાચ , મન નિશ્ચલ રાખે , ધન ધન જનની તેની રે . વૈષ્ણવ ..

સમદષ્ટિ ને તૃષ્ણ ત્યાગી , પરસ્ત્રી જેને માત રે ;

જીહ્વા થકી અસત્ય ન બોલે , પરધન નવ ઝાલે હાથ રે . વૈષ્ણવ ..

મોહ માયા વ્યાપે નહિ જેને , દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે ;

રામનામ શું તાળી રે લાગી , સકળ તીરથ તેના તનમાં રે . વૈષ્ણવ ..

વણલોભી ને કપટ રહિત છે , કામ ક્રોધ નિવાર્યા રે ;

ભણે નરસૈયો તેનું દરશન કરતાં , કુળ ઈકોતેર તાર્યા રે . વૈષ્ણવ .. નોંધ : ઉપરોક્ત પ્રાર્થના ગાંધીબાપુ સાબરમતી આશ્રમમાં ગવડાવતા . તેમાં આધ્યાત્મિક જીવનનો સાર છે . દરેક સદ્દગૃહસ્થ સાયં સંધ્યા સમયે સહકુટુંબ ગાવાની ટેવ પાડવાથી મનને શાન્તિ તથા આત્મબળ મળશે . ઘરમાં જો બાળક હોય તો તે ગવડાવે , બાકીના ઝીલે તો અતિ સુંદર

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: